Opening Bell : જબરદસ્ત તેજી સાથે કારોબારની શરૂઆત, Sensex 450 અંક ઉછળ્યો તો Nifty 16139 સુધી ઉપલા સ્તરે દેખાયો

એશિયન માર્કેટમાં ઘટાડાના ટ્રેન્ડ વચ્ચે બુધવારે ભારતીય બજાર વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 616 પોઈન્ટના ઉછાળા સાથે 53,750 અને નિફ્ટી 178 પોઈન્ટ વધીને 15,990ની સપાટીએ બંધ રહ્યો હતો.

Opening Bell : જબરદસ્ત તેજી સાથે કારોબારની શરૂઆત, Sensex 450 અંક ઉછળ્યો તો Nifty 16139 સુધી ઉપલા સ્તરે દેખાયો
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2022 | 9:19 AM

Share Market : આજે મજબુત વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજાર(Stock Market)માં કારોબારની શરૂઆત તેજી સાથે થઇ છે. બંને મુખ્ય ઇન્ડેક્સ સારી સ્થિતિમાં ખુલ્યા છે. સેન્સેક્સ 0.74 અને નિફટી 0.88 ટકા વૃદ્ધિ સાથે કારોબારની  શરૂઆત કરી હતી. સેન્સેક્સ 54,146.68 ઉપર ખુલ્યો હતો જે બુધવારના બંધ સ્તર કરતા 395.71 પોઈંટન્ટ  ઉપર છે. એશિયન માર્કેટમાં ઘટાડાના ટ્રેન્ડ વચ્ચે બુધવારે ભારતીય બજાર વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 616 પોઈન્ટના ઉછાળા સાથે 53,750 અને નિફ્ટી 178 પોઈન્ટ વધીને 15,990ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફટીની વાત કરીએતો બુધવારની બંધ સપાટી કરતા 119.25 ની તેજી સાથે 16,109.05 ઉપર કારોબારનો પ્રારંભ કર્યો હતો.

વૈશ્વિક બજારોમાંથી સારા મળ્યા

વૈશ્વિક બજારોમાંથી સારા સંકેત મળી રહ્યા છે. યુએસ માર્કેટમાં થોડો વધારો જોવા મળ્યો છે. ડાઉ જોન્સ તેજી સાથે સાથે 70 પોઈન્ટ વધીને બંધ થયા છે. આઈટી શેરોમાં સતત વધારાએ બજારને ટેકો આપ્યો છે. આ સિવાય એનર્જી શેરોમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે, બજારમાં મંદીનું જોખમ હજુ પણ છે.  યુરોપિયન બજારમાં 1.5 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. એશિયન બજારની વાત કરીએ તો SGX નિફ્ટીમાં 37 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે અને આ ઈન્ડેક્સ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે.

ફેડ મિનિટ્સ

  • જુલાઈમાં દરોમાં 0.5-0.75% વધારો કરવાની જરૂર છે
  • ફુગાવાને નિયંત્રિત કરવા માટે વધુ પ્રતિબંધિત નીતિની જરૂર છે
  • મોંઘવારી 2% સુધી નીચે લાવવા માટે યોગ્ય પગલાં લેવા જરૂરી છે.
  • દરોમાં વધારાને કારણે આર્થિક સ્થિતિ પર સંભવિત અસર

બુધવારે  તેજી સાથે કારોબાર પૂર્ણ થયો હતો

એશિયન માર્કેટમાં ઘટાડાના ટ્રેન્ડ વચ્ચે બુધવારે ભારતીય બજાર વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 616 પોઈન્ટના ઉછાળા સાથે 53,750 અને નિફ્ટી 178 પોઈન્ટ વધીને 15,990ની સપાટીએ બંધ રહ્યો હતો.બેંકિંગ, ઓટો અને એફએમસીજી શેરોમાં ખરીદારીથી બજારને આજે ટેકો મળ્યો હતો. બજાજ ફાઈનાન્સ, હિન્દુસ્તાન યુનિલિવર, એશિયન પેઈન્ટ્સ અને મારુતિના શેરમાં વધારો થયો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, એચયુએલ અને આઇશર મોટર્સ ટોપ ગેઇનર્સ હતા. ઓએનજીસી, પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી, એચડીએફસી લાઈફ અને હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ તૂટ્યા હતા. સેક્ટોરલ મોરચે ઓટો, એફએમસીજી, રિયલ્ટી, આઈટી અને બેન્ક ઈન્ડેક્સ 1-2 વધ્યા હતા જ્યારે મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. BSE મિડકેપ ઈન્ડેક્સ 1.7% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.94% વધ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">