Opening Bell : શેરબજારની ફ્લેટ શરૂઆત, Sensex 57124 ઉપર ખુલ્યો

સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 84.88 પોઈન્ટ્સ અથવા 0.15% ઘટીને 56,975.99 પર જ્યારે નિફ્ટી -33.45 (-0.2%) પોઈન્ટ ઘટીને 17,069.10 પર બંધ થયો થયો હતો.

Opening Bell : શેરબજારની ફ્લેટ શરૂઆત, Sensex 57124 ઉપર ખુલ્યો
આજે દેશના સૌથી મોટા IPO નું લિસ્ટિંગ થઇ રહ્યું છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 9:20 AM

Share Market : આજે શેરબજાર(Stock Market)માં કારોબારની શરૂઆત ફ્લેટ નજરે પડી રહી છે. સારા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં કારોબારની શરૂઆત(Opening Bell) લીલા નિશાન ઉપર થઇ હતી બંને મુખ્ય ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં ખુલ્યા છે.જોકે બાદમાં ઉતાર – ચઢાવ દેખાયો હતો. આજે સેન્સેક્સ(Sensex Today) 57,124.91 ઉપર ખુલ્યો હતો. સોમવારે સેન્સેક્સ 84.88 પોઈન્ટ્સ અથવા 0.15% ઘટીને 56,975.99 પર બંધ થયો હતો જે સામે 148.92 અંક અથવા 0.26% વધારા સાથે આજના કારોબારનો પ્રારંભ થયો હતો. નિફટી(Nifty)એ આજે ગઈકાલની બંધ સપાટી કરતા 27.50 પોઇન્ટ અથવા 0.16% વધારા સાથે કારોબારનો પ્રારંભ કર્યો હતો. ઇન્ડેક્સ 17,096.60 ઉપર ખુલ્યો હતો. છેલ્લા સત્રમાં નિફટી નિફ્ટી -33.45 (-0.2%) પોઈન્ટ ઘટીને 17,069.10 પર બંધ થયો થયો હતો.

વૈશ્વિક સંકેત સારા મળ્યા

વૈશ્વિક બજારોમાંથી સારા સંકેત મળી રહ્યા છે. છેલ્લા બે દિવસથી યુએસ બજારો તેજી સાથે બંધ થઈ રહ્યા છે જ્યારે એશિયન માર્કેટમાં પણ હરિયાળી જોવા મળી રહી છે. યુએસ માર્કેટની વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી ડાઉ જોન્સ 150 પોઈન્ટના વધારા સાથે બંધ થયો છે. બીજી તરફ નાસ્ડેકમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. IT શેરોમાં 2 દિવસથી ઉછાળો આવ્યો છે જ્યારે Nasdaq 2 દિવસમાં 2 ટકા વધ્યો છે. સોમવારે 10 વર્ષના બોન્ડની યીલ્ડ 3 ટકાને સ્પર્શી ગઈ હતી. યીલ્ડમાં વધારો થવાને કારણે બેંક શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. પરિણામો પછી પસંદગીના શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. એશિયન માર્કેટની વાત કરીએ તો અહીં પણ તેજીનો માહોલ છે. SGX નિફ્ટી ખરીદીના વલણમાં છે અને તે 80 પોઈન્ટથી ઉપરના લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

દેશનો સૌથી મોટો IPO ખુલ્યો

બહુપ્રતિક્ષિત લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો આઇપીઓ (LIC IPO) આજે ખુલ્યો છે. રોકાણકાર 9 મે સુધી આ ઇશ્યુમાં રોકાણ કરી શકશે. LIC IPO માં રોકાણકારો 902-949 રૂપિયાના પ્રાઇસ બેન્ડ પર શેર માટે બિડ કરી શકે છે. સરકાર આ ઓફર દ્વારા લગભગ 3.5 ટકા હિસ્સો વેચવા જઈ રહી છે. આ ઈશ્યુના 10 ટકા પોલિસી ધારકો માટે અનામત રહેશે. સમગ્ર ઇશ્યુના 35 ટકા નાના રોકાણકારો માટે હશે. પ્રાઇસ બેન્ડના આધારે રોકાણકારો ઓછામાં ઓછા 15 શેર માટે બિડ કરી શકશે.છૂટક રોકાણકારો IPOમાં માત્ર રૂ. 2 લાખ સુધીના મૂલ્યના શેર ખરીદવા માટે બિડ કરી શકશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

FII-DII ડેટા

2 મેના ટ્રેડિંગ દિવસે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શેરબજારમાંથી 1853.46 કરોડ ઉપાડ્યા હતા જ્યારે 1951.10 કરોડ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રોકાણ કર્યું હતું.

કોમોડિટી અપડેટસ

  • ફેડ પોલિસી પહેલા સોનું રેન્જમાં છે
  • બ્રેન્ટ 2 દિવસમાં 2 ડોલર ઘટીને 105ની નજીક છે
  • આવતીકાલની ઓપેક બેઠક પર  નજર રહેશે
  • ડૉલર ઇન્ડેક્સ 20 વર્ષની ટોચની નજીક છે

છેલ્લા સત્રનો કારોબાર

સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 84.88 પોઈન્ટ્સ અથવા 0.15% ઘટીને 56,975.99 પર જ્યારે નિફ્ટી -33.45 (-0.2%) પોઈન્ટ ઘટીને 17,069.10 પર બંધ થયો થયો હતો. ઇન્ડસઇન્ડ બેન્ક, એનટીપીસી, પાવર ગ્રીડ, એચડીએફસી, અલ્ટ્રા ટેક સિમેન્ટ અને આઇટીસી સેન્સેક્સમાં ટોપ ગેનર હતા. સેન્સેક્સ 631.42 પોઈન્ટ અથવા 1.11% ઘટીને 56,429.45 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટીએ 176.30 (1%) પોઈન્ટ ઘટીને 16,925.25 પર કારોબારનો પ્રારંભ કર્યો હતો.

આ પણ વાંચો : LIC IPO : સરકારી કંપનીમાં કમાણીની આવી તક, આ સરળ સ્ટેપ અનુસરી કરો રોકાણ

આ પણ વાંચો : LIC IPO : જાણો LIC ના Mega IPO ની સંપર્ણ માહિતી, કેટલું છે GMP અને ક્યારે શેર લિસ્ટિંગ થશે? અહેવાલમાં મળશે દરેક પ્રશ્નના જવાબ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">