IRCTCએ રેલવે સ્ટેશનો પર શરૂ કરી નવી સેવા, QR કોડ સ્કેન કરીને ખરીદી શકાશે ટ્રેન ટિકિટ
પેસેન્જર અનરિઝર્વ્ડ ટ્રેન પ્રવાસ ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ ખરીદી શકે છે. આ ઉપરાંત, પોતાની સીઝનલ ટિકિટ રિન્યૂ કરી શકાય છે.
ભારતીય રેલવેની (Indian Railways) પેટાકંપની ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક નવી સેવા શરૂ કરી છે. આઈઆરસીટીસીએ ડિજિટલ પેમેન્ટ પ્રોવાઈડર પેટીએમ સાથે મળીને ડિજિટલ ટિકિટિંગની સુવિધા આપી છે. મુસાફરો ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન (ATVM) દ્વારા ટિકિટ ખરીદી શકશે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય રેલવેના યાત્રીઓમાં કેશલેસને પ્રોત્સાહન આપવા માટે એટીવીએમ પર યુપીઆઈ દ્વારા ટિકિટ સેવાઓ માટે ડિજિટલ રીતે ચૂકવણી કરવાનો વિકલ્પ પ્રદાન કરી રહી છે. આ ભારતના રેલવે સ્ટેશનો પર તમામ એટીવીએમ મશીનો પર પહેલેથી જ લાઈવ થઈ ચૂક્યુ છે.
રેલ્વે સ્ટેશનો પર સ્થાપિત એટીવીએમ એ ટચ-સ્ક્રીન આધારિત ટિકિટિંગ કિઓસ્ક છે જે મુસાફરોને સ્માર્ટ કાર્ડ વિના ડિજિટલ ચૂકવણી કરવાની મંજૂરી આપે છે. મુસાફરો સ્ક્રીન પર જનરેટ થયેલા QR કોડને સ્કેન કરીને અનરિઝર્વ્ડ ટ્રેનની મુસાફરીની ટિકિટો, પ્લેટફોર્મ ટિકિટો ખરીદી શકશે, તેમની સિઝનલ ટિકિટ રિન્યૂ કરી શકશે અને સ્માર્ટ કાર્ડ રિચાર્જ પણ કરી શકશે.
પેટીએમ વિવિધ ચુકવણી વિકલ્પો દ્વારા મુસાફરોને ચૂકવણી કરવાની સુવિધા પૂરી પાડે છે. પેટીએમ યુપીઆઈ (Paytm UPI), પેટીએમ વોલેટ (Paytm Wallet), પેટીએમ પોસ્ટપેડ (Buy Now, Pay Later), નેટ બેંકિંગ (Net Banking), ક્રેડિટ કાર્ડ (Credit Card) અને ડેબિટ કાર્ડ (Debit Card).
મુસાફરી થશે કેશલેસ
Paytmના પ્રવક્તાએ કહ્યું “ભારતમાં QR કોડ ક્રાંતિની પહેલ કર્યા પછી અમે રેલવે સ્ટેશનો પર ટિકિટિંગની સરળતા લાવીને તેને આગળ લઈ જવા માટે ખુશ છીએ. આઈઆરસીટીસીની અમારી ભાગીદારી સાથે અમે ભારતીય રેલ્વેની ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીનો પર પેટીએમ ક્યુઆર સોલ્યુશન લાવી રહ્યા છીએ, જેના દ્વારા મુસાફર સંપૂર્ણપણે કેશલેસ યાત્રા કરી શક્શે.
એટીવીએમ માટે પેટીએમનું નવીનતમ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન કંપની દ્વારા રેલવે મુસાફરો માટે આપવામાં આવતી વિવિધ સેવાઓ ઉપરાંત છે, જેમાં તેની એપ દ્વારા ઈ-કેટરિંગ પેમેન્ટ અને રિઝર્વ ટ્રેન ટિકિટ બુકિંગનો સમાવેશ થાય છે. નવી સુવિધા સમગ્ર દેશમાં કેશલેસ ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના કંપનીના પ્રયાસોને અનુરૂપ છે.
આ રીતે કરો ATVM પર નવી ડિજિટલ પેમેન્ટ સુવિધાનો ઉપયોગ
- તમારા નજીકના રેલવે સ્ટેશન પર સ્થિત ATVM પર ટિકિટ બુકિંગ માટે રૂટ પસંદ કરો અથવા રિચાર્જ માટે સ્માર્ટ કાર્ડ નંબર દાખલ કરો.
- પેમેન્ટ વિકલ્પ તરીકે Paytm પસંદ કરો.
- વ્યવહાર સરળતાથી પૂર્ણ કરવા માટે QR કોડ સ્કેન કરો.
- પસંદગીના આધારે ભૌતિક ટિકિટ જનરેટ કરવામાં આવશે અથવા સ્માર્ટ કાર્ડ રિચાર્જ કરવામાં આવશે.
આ પણ વાંચો : સાડી પ્રત્યેના તેમના અનન્ય પ્રેમને કારણે આજે આ બંને બહેનોએ રૂ.50 કરોડથી પણ મોટી બ્રાન્ડ બનાવી