Multibagger Stock : આ સ્ટોકમાં માત્ર 15 હજારનું રોકાણ કરનાર આજે કરોડપતિ બન્યા, શું છે તે તમારા પોર્ટફોલિયોમાં?
નાણાકીય વર્ષ 2023 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં હેવેલ્સ ઈન્ડિયા લિમિટેડનો નફો 3.47% વધીને 242.43 કરોડ થયો છે. અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. 234.3 કરોડ હતો.
છેલ્લા બે દાયકામાં રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન(Multibagger Returns) આપનાર સ્ટોક્સમાં હેવેલ્સ ઈન્ડિયા(Havells India Stock)નો સમાવેશ થાય છે. વર્ષ 2001 થી આ મલ્ટિબેગર સ્ટોકે(Multibagger Stock) રોકાણકારોને 72,926.46 ટકાનું વળતર આપ્યું છે. હેવેલ્સ ઇન્ડિયાના શેર 23 માર્ચ 2001ના રોજ રૂ. 1.89 પર લિસ્ટ થયા હતા. 6 સપ્ટેમ્બર 2022 ના રોજ હેવેલ્સના શેર NSE પર રૂ. 1,380.20 પર બંધ થયા હતા. નાણાકીય વર્ષ 2023 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીની આવકમાં 62 ટકાનો વધારો થયો છે. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 86.35 હજાર કરોડ છે અને તે લાર્જ-કેપ કંપની છે.
1958 માં શરૂ થયેલ કંપની ઘરેલું ઉપકરણો, લાઇટિંગ સાધનો, LED લાઇટિંગ, પંખા, મોડ્યુલર સ્વીચો અને વાયરિંગ એસેસરીઝ, વોટર હીટર સહિત ઘરેલું અને ઔદ્યોગિક ઉપયોગ માટે ઉત્પાદનોની શ્રેણીનું ઉત્પાદન કરે છે. છેલ્લા એક મહિનામાં હેવેલ્સ ઈન્ડિયાના શેરમાં 5.82 ટકાનો વધારો થયો છે. એ જ રીતે છેલ્લા 6 મહિનામાં આ શેરે રોકાણકારોને 28 ટકા વળતર આપ્યું છે. હેવેલ્સના શેરમાં 1 વર્ષમાં 4.42 ટકાનો ઘટાડો થયો છે.
15 હજારનું રોકાણ કરનારા રોકાણકારો પણ કરોડપતિ બની ગયા
અત્યાર સુધીમાં હેવેલ્સ ઇન્ડિયાના શેર્સે તેની લિસ્ટિંગ પછી રોકાણકારોને 72,926.46 ટકા વળતર આપ્યું છે. મતલબ કે જો કોઈ રોકાણકારે હેવેલ્સ ઈન્ડિયાના શેરમાં 23 માર્ચ 2001ના રોજ 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને તેને અત્યાર સુધી જાળવી રાખ્યું હતું તો આજે તેનું રોકાણ મૂલ્ય 7.29 કરોડ રૂપિયા થઈ ગયું છે.
એટલું જ નહીં, જો કોઈ રોકાણકારે 23 માર્ચ 2021ના રોજ માત્ર 15 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે કરોડપતિ બની ગયો હશે અને તેના 15 હજાર રૂપિયા 1.09 કરોડ રૂપિયા બની ગયા છે. છેલ્લા 5 વર્ષમાં આ શેરે 182 ટકા વળતર આપ્યું છે. જો કોઈ રોકાણકારે 5 વર્ષ પહેલા હેવેલ્સ ઈન્ડિયાના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તે આજે 3.82 લાખ રૂપિયાનો માલિક બન્યા છે.
આવકમાં 62% નો વધારો
નાણાકીય વર્ષ 2023 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં હેવેલ્સ ઈન્ડિયા લિમિટેડનો નફો 3.47% વધીને 242.43 કરોડ થયો છે. અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. 234.3 કરોડ હતો. એ જ રીતે, વાર્ષિક ધોરણે કંપનીની આવક પણ પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 2,598.2 કરોડની સરખામણીએ 62.8% વધીને રૂ. 4,230.1 કરોડ થઈ છે.
Disclaimer: અહેવાલમાં જણાવેલ સ્ટોક બ્રોકરેજ હાઉસની સલાહ પર આધારિત છે. રોકાણ પહેલા આપના રોકાણ સલાહકારની સલાહ અવશ્ય લેવી. રોકાણ દ્વારા થતા કોઈપણ નફા કે નુકસાન માટે અમારી જવાબદાર રહેશે નહીં.