AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani Net Worth : મુકેશ અંબાણીની સંપત્તિમાં 4,95,28,20,00,000 રૂપિયાનો ઘટાડો, ધનકુબેરોની યાદીમાં Top-10 માંથી બહાર ફેંકાયા

Mukesh Ambani Net Worth : એક મીડિયા રિપોર્ટમાં ઓશો કૃષ્ણ- વરિષ્ઠ વિશ્લેષક, ટેકનિકલ અને ડેરિવેટિવ્ઝ રિસર્ચ એન્જલ વનએ કહ્યું હતું કે  ‘રિલાયન્સ લાંબા સમયથી કરેક્શનના તબક્કામાં છે અને 2,300 રૂપિયાના મહત્વના ક્ષેત્રની નજીક રોમિંગ કરી રહી છે.

Mukesh Ambani Net Worth : મુકેશ અંબાણીની સંપત્તિમાં 4,95,28,20,00,000 રૂપિયાનો ઘટાડો, ધનકુબેરોની યાદીમાં Top-10 માંથી બહાર ફેંકાયા
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2023 | 8:30 AM
Share

Mukesh Ambani Net Worth : છેલ્લા બે મહિનાથી વેપાર જગતમાં ગૌતમ અદાણી અને અદાણી ગ્રુપની ચર્ચા ચાલી રહી છે. અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની સંપત્તિ અડધાથી વધુ ઘટી હતી. અદાણીના શેરમાં 85 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. અદાણીના સંકટ વચ્ચે જો તમે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને ભૂલી ગયા હોય તો એક નજર આ તરફ કરી જરૂરી બને છે. છેલ્લા કેટલાક દિવસોથી મુકેશ અંબાણીની કંપની રિલાયન્સના શેરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. શેરમાં ઘટાડાની અસર મુકેશ અંબાણીની સંપત્તિ પર પડી છે.

મુકેશ અંબાણીની સંપત્તિમાં મોટો ઘટાડો

શેરમાં ઘટાડાને કારણે મુકેશ અંબાણીની નેટવર્થમાં મોટો ઘટાડો થયો છે. ફોર્બ્સના બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર મુકેશ અંબાણી 13માં નંબર પર પહોંચી ગયા છે. આ લિસ્ટમાં અત્યાર સુધી 8માં નંબરે રહેલા અંબાણી 13માં નંબર પર આવી ગયા છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ $85 બિલિયનથી ઘટીને $79.3 બિલિયન થઈ ગઈ છે. શુક્રવારે તેમની કુલ સંપત્તિમાં $579 મિલિયનનો ઘટાડો થયો છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં મુકેશ અંબાણી 8મા નંબરથી 13મા નંબર પર આવી ગયા છે. તેમની નેટવર્થમાં લગભગ $6 બિલિયન એટલે કે 4,95,28,20,00,000 રૂપિયાનો ઘટાડો થયો છે. બીજી તરફ, હિંડનબર્ગના હુમલાથી હચમચી ગયેલા ગૌતમ અદાણી ધીમે ધીમે પાછા આવી રહ્યા છે. આજે તેમની કુલ સંપત્તિ $48.3 બિલિયન સુધી પહોંચી ગઈ છે. ફોર્બ્સના બિલિયોનેર ઈન્ડેક્સમાં તે 37મા નંબરથી 24મા નંબરે પહોંચી ગયો છે.

મુકેશ અંબાણીની સંપત્તિ કેમ ઘટી?

રિલાયન્સના શેરમાં ભારે ઘટાડા બાદ મુકેશ અંબાણીને મોટો ઝટકો લાગ્યો છે. તાજેતરમાં રિલાયન્સનો શેર 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો. રિલાયન્સનો શેર ઘટીને રૂ.2202.20ના સ્તરે પહોંચી ગયો હતો. એક વર્ષમાં રિલાયન્સના શેરમાં 13 ટકાનો ઘટાડો થયો છે. કંપનીનું માર્કેટ કેપ ઘટીને 15 લાખ કરોડ થઈ ગયું છે. શેરમાં ઘટાડાની સાથે જ Jioના સસ્તા પ્લાનની મજબૂરીને કારણે કંપનીની પ્રતિ યુઝર રેવન્યુ પર ઘણું દબાણ છે. તેની અસર કંપનીના શેર પર પડી છે.

નિષ્ણાંતોનું અનુમાન

એક મીડિયા રિપોર્ટમાં ઓશો કૃષ્ણ- વરિષ્ઠ વિશ્લેષક, ટેકનિકલ અને ડેરિવેટિવ્ઝ રિસર્ચ એન્જલ વનએ કહ્યું હતું કે  ‘રિલાયન્સ લાંબા સમયથી કરેક્શનના તબક્કામાં છે અને 2,300 રૂપિયાના મહત્વના ક્ષેત્રની નજીક રોમિંગ કરી રહી છે. જિગર એસ પટેલ ટેકનિકલ રિસર્ચ એનાલિસ્ટ, આનંદ રાઠી શેર્સ એન્ડ સ્ટોક બ્રોકર્સે કહ્યું ‘ડેઇલી રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (RSI) હાલમાં 30 થી 55ના સ્તરે સતત ટ્રાવેલ કરી રહ્યો છે. આ આગામી સમયમાં બજારમાં ઘટાડાના સંકેતો છે. તાજેતરમાં RILના શેરે રૂ. 2,300નો મહત્વનો સપોર્ટ તોડ્યો હતો જે ચિંતાનો વિષય છે.

g clip-path="url(#clip0_868_265)">