Mankind Pharma IPO : બીજા દિવસે પણ સંપૂર્ણ ન ભરાયો IPO, એકજ દિવસમાં GMP માં 50 રૂપિયાનો ઘટાડો
Mankind Pharma IPO : આ IPOના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. થોડા દિવસો પહેલા તે રૂ. 71ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો. અને મંગળવારે તે રૂ. 90ના પ્રીમિયમ પર હતું. જ્યારે હવે તે ઘટીને રૂ.38ના પ્રીમિયમ પર આવી ગયું છે.

Mankind Pharma IPO : મેનફોર્સ કોન્ડોમ અને પ્રેગ્નેન્સી ટેસ્ટ કીટ જેવા ઉત્પાદનોનું વિશાળ માર્કેટ ધરાવતી કંપની બનાવતી મેનકાઇન્ડ ફાર્માના IPOમાં સબ્સ્ક્રિપ્શનના બે દિવસ પૂર્ણ થઈ ગયા છે. આ ઇસ્યુ બીજા દિવસે પણ સંપૂર્ણ સબસ્ક્રાઇબ થયો નથી. યોજનાએ બુધવારે સાંજ સુધીમાં 87 ટકા સબસ્ક્રિપ્શન મેળવ્યું છે. પહેલા દિવસે કંપનીનો IPO માત્ર 14 ટકા જ સબસ્ક્રાઈબ થઈ શક્યા હતા. તેને 2,45,19,352 શેર માટે બિડ મળી છે જ્યારે 2,80,41,192 શેર ઓફર હેઠળ છે. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) અને નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII)નો હિસ્સો સંપૂર્ણ રીતે ભરાઈ ગયો છે. બીજી તરફ રિટેલ રોકાણકારો માટે આરક્ષિત હિસ્સો અત્યાર સુધીમાં માત્ર 25 ટકા સબસ્ક્રાઇબ થયો છે.
24 એપ્રિલે કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 1297.9 કરોડ એકત્ર કર્યા છે. ત્યારબાદ કંપનીએ ઓફરનું કદ 4 કરોડ શેરથી ઘટાડીને 2.8 કરોડ ઈક્વિટી શેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કંપનીએ આ ઈસ્યુ માટે શેર દીઠ રૂ. 1026-1080ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ IPO ને અત્યાર સુધી વિવિધ કેટેગરીમાં કેટલું સબસ્ક્રિપ્શન મળ્યું છે. રોકાણકારો આ IPOમાં આજે 27 એપ્રિલ સુધી રોકાણ કરી શકે છે.
આ પણ વાંચો : Gold Price Today : આજે અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ 62,175 રૂપિયા,રોકાણ કરવું જોઈએ કે વેચાણ? જાણો નિષ્ણાંતોનું મંતવ્ય
અલગ-અલગ કેટેગરીમાં કેટલું સબ્સ્ક્રિપશન મળ્યું
- ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) – 1.86 ગણા
- બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) – 1.02 ગણા
- રિટેલ રોકાણકારો (RII) – 25 ટકા
- કુલ – 87 ટકા
(સોર્સ – BSE, એપ્રિલ 26, 2023, સાંજે 5:00:00 અપડેટ મુજબ )
ગ્રે માર્કેટમાં ઘટાડો
આ IPOના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. થોડા દિવસો પહેલા તે રૂ. 71ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો. અને મંગળવારે તે રૂ. 90ના પ્રીમિયમ પર હતું. જ્યારે હવે તે ઘટીને રૂ.38ના પ્રીમિયમ પર આવી ગયું છે. મતલબ કે આ ઈસ્યુ રૂ.1118ની કિંમતે લિસ્ટ થઈ શકે છે. તે મુજબ રોકાણકારોને 3.55 ટકાનો નફો મળશે.
ઘણા નિષ્ણાતો કહે છે કે ઇશ્યૂનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ઓફરના કદની તુલનામાં ઓછું છે. નિષ્ણાતો કહે છે કે મોંઘા વેલ્યુએશન, ઊંચા દેવું અને બિઝનેસ માટે મળેલી રકમનો બિનઉપયોગને કારણે આગળ જતાં ગ્રે માર્કેટ પ્રીમિયમમાં ઘટાડો થશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…