Gold Price Today : આજે અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ 62,175 રૂપિયા,રોકાણ કરવું જોઈએ કે વેચાણ? જાણો નિષ્ણાંતોનું મંતવ્ય
સોનાના ભાવમાં વધારાને કારણે દેશમાં ચાંદીના ઘરેણાંની માંગ વધી રહી છે. જેના કારણે ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ચાંદીની ભેટની વસ્તુઓની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટ્રેન્ડી ચાંદીની વસ્તુઓની ફેશન ઝડપથી વધી છે.
બુલિયન માર્કેટમાં ડૉલરની નબળાઈના કારણે સોનામાં તેજી જોવા મળી રહી છે. આ જ કારણ છે કે બજારમાં સોનાના ભાવમાં વધારો થયો છે. એમસીએક્સ પર સોનું લગભગ રૂપિયા 37 મોંઘું છે અને રૂ. 60000 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ચાંદીના ભાવમાં નરમાશ ચાલુ છે. MCX ચાંદી રૂ. 90ના ઘટાડા સાથે રૂ. 74,900 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી છે.જોકે નાના ભાવમાં વધારાને કારણે દેશમાં ચાંદીના ઘરેણાંની માંગ વધી રહી છે. જેના કારણે ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્થાનિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઉથલપાથલનું કારણ આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટ હતું.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 2000 ડોલરને પાર પહોંચી ગઈ છે. ડૉલર ઇન્ડેક્સમાં નરમાઈથી સોનાના ભાવને સમર્થન મળી રહ્યું છે. આ જ કારણ હતું કે ગઈકાલે કોમેક્સ પર સોનું $10 વધીને $2000 પ્રતિ ઔંસને પાર પહોંચી ગયું હતું. તે જ સમયે, ચાંદીના ભાવ મામૂલી ઘટાડા સાથે $25.26 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યાં છે. વૈશ્વિક કોમોડિટી બજારની નજર મે મહિનામાં યોજાનારી US FEDની બેઠક પર છે જેમાં વ્યાજદર નક્કી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે Fed છેલ્લા 15 મહિનામાં 10મી વખત રેટ વધારી શકે છે.
આ પણ વાંચો : સોનું નહીં ચાંદી તમારી ચમક વધારશે, 1 વર્ષમાં 1 લાખને પાર પહોંચવાનો અંદાજ, જાણો નિષ્ણાંતોનો અભિપ્રાય
નિષ્ણાંત શું કહી રહ્યા છે?
સોનાના ભાવમાં નીચલા સ્તરેથી તેજી જોવા મળી રહી છે. તેજી ચાલુ રહેશે? આના પર, કોમોડિટી માર્કેટના નિષ્ણાત અને IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તા અનુસાર, MCX પર સોનાનો જૂન કોન્ટ્રાક્ટ 60200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે જ્યારે, MCX પર ચાંદીમાં વેચવાલીનો અભિપ્રાય છે. તેણે મે કોન્ટ્રાક્ટ માટે રૂ. 75500નો ટાર્ગેટ આપ્યો છે.
ચાંદીના દાગીનાની માંગમાં વધારો
સોનાના ભાવમાં વધારાને કારણે દેશમાં ચાંદીના ઘરેણાંની માંગ વધી રહી છે. જેના કારણે ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ચાંદીની ભેટની વસ્તુઓની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટ્રેન્ડી ચાંદીની વસ્તુઓની ફેશન ઝડપથી વધી છે. લગ્ન અને અન્ય મોટા ફંક્શન્સ ઉપરાંત જન્મદિવસ અને અન્ય પ્રસંગોએ ચાંદીની ભેટ આપવાનું ચલણ વધ્યું છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…