Mankind Pharma IPO Allotment Status : શું તમે આ ઇસ્યુમાં રોકાણ કર્યું છે? આ રીતે જાણો તમને શેર મળશે કે રિફંડ
Mankind Pharma IPO Allotment Status : ઇસ્યુમાં રોકાણકારોને શેરની ફાળવણી કરવામાં આવી રહી છે. આ ફાર્માસ્યુટિકલ કંપનીનો IPO સબસ્ક્રિપ્શનના છેલ્લા દિવસે 15.32 ગણો ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો. IPOનો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) ભાગ 4916% સબસ્ક્રાઇબ થયો હતો.

IPO Allotment Status : આજે 3 મેના રોજ Mankind Pharma IPOમાં રોકાણકારોને શેરની ફાળવણી કરવામાં આવી રહી છે. આ ફાર્માસ્યુટિકલ કંપનીનો IPO સબસ્ક્રિપ્શનના છેલ્લા દિવસે 15.32 ગણો ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો. IPOનો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) ભાગ 4916% સબસ્ક્રાઇબ થયો હતો. તે જ સમયે રિટેલ રોકાણકારો (RII) નો હિસ્સો અંડરસબ્સ્ક્રાઇબ રહ્યો હતો. તે માત્ર 0.92 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો. આ સિવાય નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) નો હિસ્સો 380% સબસ્ક્રાઇબ થયો હતો. આ IPO 25 એપ્રિલે ખુલ્યો હતો અને 27 એપ્રિલે બંધ થયો હતો.
ગ્રે માર્કેટ પ્રીમિયમ
મેનકાઇન્ડ ફાર્માનું લેટેસ્ટ GMP રૂપિયા 92નું પ્રીમિયમ રહેવાનો અંદાજ આપી રહ્યું છે. આ સૂચવે છે કે સ્ટોક એક્સચેન્જોમાં સારો દેખાવ કરશે. IPOમાં પ્રાઇસ બેન્ડ રૂપિયા 1026 થી 1080 રૂપિયા રાખવામાં આવી હતી.
આ પણ વાંચો: Morgan Stanley બીજા રાઉન્ડમાં વધુ 3,000 કર્મચારીઓની કરશે છટણી: અહેવાલ
આજે શેર ફાળવણી કરવામાં આવી રહી છે
મેનકાઇન્ડ ફાર્મા આજે 3 મે 2023ના રોજ શેરની ફાળવણી માટેની યાદીને અંતિમ સ્વરૂપ આપી રહી છે. જે રોકાણકારોને શેરની ફાળવણી નહીં મળે તેમને 4 મેથી રિફંડ મળવાનું શરૂ થશે. જે રોકાણકારોને શેર ફાળવવામાં આવ્યા છે તેમના ડીમેટ ખાતામાં શેર 5 મેના રોજ જમા કરવામાં આવશે. મેનકાઇન્ડ ફાર્માના શેર 8 મે 2023ના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે.
BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો
- સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ પર જવું પડશે.
- અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
- હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
- તમારો એપ્લિકેશન નંબર લખો.
- પાન નંબર દાખલ કરો
- હવે Search પર ક્લિક કરો.
- હવે આખી વિગત તમને જોવા મળશે.
રજીસ્ટ્રાર ની વેબસાઈટ ઉપર શેરની ફાળવણી તપાસવાની પ્રક્રિયા
- Kfin Technologies Limited ના વેબ પોર્ટલની મુલાકાત લો
- IPO નું નામ ડ્રોપબોક્સમાં દેખાશે તેના પર ક્લિક કરો
- તમારે ત્રણમાંથી એક મોડલ પસંદ કરવાનું રહેશે. 1. એપ્લિકેશન નંબર 2. ડીમેટ એકાઉન્ટ નંબર 3. PAN ID
- એપ્લિકેશન પ્રકારમાં ASBA અને NON-ASBA પૈકી એક પસંદ કરો
- કેપ્ચા દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો. હવે તમે તમારી ફાળવણીની સ્થિતિ જોશો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…