AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીનની ટેલિકોમ કંપની Huawei પર સરકારની મોટી કાર્યવાહી, ટેક્સ ચોરીના આરોપમાં IT વિભાગના દરોડા

સરકારે Huaweiને 5G સેવાઓના પરીક્ષણથી દૂર રાખી છે. જો કે ટેલિકોમ ઓપરેટરોને તેમના નેટવર્કને જાળવી રાખવા માટે તેમના જૂના કરારો હેઠળ Huawei અને ZTE પાસેથી ટેલિકોમ ગિયર મેળવવાની મંજૂરી આપવામાં આવી છે

ચીનની ટેલિકોમ કંપની Huawei પર સરકારની મોટી કાર્યવાહી, ટેક્સ ચોરીના આરોપમાં IT વિભાગના દરોડા
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 9:44 PM
Share

આવકવેરા વિભાગે (Income Tax Department)  કરચોરીની તપાસના ભાગરૂપે દેશમાં ચીનની ટેલિકોમ કંપની હુઓવઈની (Huawei) અનેક ઓફિસો પર દરોડા પાડ્યા છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે આ માહિતી આપી છે. મંગળવારે, દિલ્હી, ગુરુગ્રામ (હરિયાણા) અને બેંગ્લોરમાં કંપનીના પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે અધિકારીઓએ કંપની, તેના ભારતીય વ્યવસાય અને વિદેશી વ્યવહારો સામે કરચોરીની તપાસના ભાગરૂપે નાણાકીય દસ્તાવેજો, ખાતાવહી અને કંપનીના રેકોર્ડ્સનો ચેક કર્યા હતા. તેમણે કહ્યું કે કેટલાક રેકોર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

કંપનીએ કહ્યું કે ભારતમાં તેની કામગીરી કાયદાનું પાલન કરી રહી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમને આવકવેરા ટીમના અમારા કાર્યાલયમાં આગમન અને કેટલાક કર્મચારીઓની પૂછપરછ વિશે જાણ કરવામાં આવી છે. Huaweiને વિશ્વાસ છે કે ભારતમાં અમારી કામગીરી તમામ કાયદા અને નિયમોનું પાલન કરે છે. વધુ માહિતી માટે અમે સંબંધિત સરકારી વિભાગોનો સંપર્ક કરીશું અને નિયમો અનુસાર સંપૂર્ણ સહકાર આપીશું અને યોગ્ય પ્રક્રિયાને અનુસરીશું.

Huawei 5G સેવાઓના પરીક્ષણમાંથી બાકાત

સરકારે Huaweiને 5G સેવાઓના પરીક્ષણથી દૂર રાખી છે. જો કે ટેલિકોમ ઓપરેટરોને તેમના નેટવર્કને જાળવી રાખવા માટે તેમના જૂના કરારો હેઠળ Huawei અને ZTE પાસેથી ટેલિકોમ ગિયર મેળવવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ ટેલિકોમ સેક્ટર પર નેશનલ સિક્યુરિટી ડાયરેક્ટિવ મુજબ કોઈપણ નવા વેપાર કરારમાં પ્રવેશતા પહેલા સરકારની મંજૂરીની જરૂર પડશે.

ગયા વર્ષે આ ચીની કંપનીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી

ગયા વર્ષે આવકવેરા વિભાગે Xiaomi અને Oppo જેવી ચાઈનીઝ મોબાઈલ કોમ્યુનિકેશન્સ અને હેન્ડસેટ ઉત્પાદકો અને તેમની સાથે સંકળાયેલ વ્યક્તિઓ સામે તપાસ કરી હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય કર કાયદા અને નિયમોના ઉલ્લંઘનને કારણે 6,500 કરોડથી વધુની કથિત બિનહિસાબી આવક શોધી કાઢવામાં આવી હતી.

આ સપ્તાહની શરૂઆતમાં માહિતી અને ટેકનોલોજી મંત્રાલયે સુરક્ષા અને ગોપનીયતાની ચિંતાઓને ટાંકીને Tencent Xriver, Nice Video Baidu, Viva Video Editor અને ગેમિંગ એપ ફ્રી ફાયર સહિતની ચાઈનીઝ લિંક્સવાળી 54 વધુ એપ્સને બ્લોક કરી હતી. પૂર્વી લદ્દાખમાં લશ્કરી ગતિરોધ પછી ભારતમાં કાર્યરત ચીની સમર્થિત કંપનીઓ અથવા સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ભારતમાં મોબાઈલ એપ્સ દ્વારા ત્વરિત લોન આપતી ચાઈનીઝ-નિયંત્રિત કંપનીઓ અને નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ (NBFCs) પર દરોડા પાડ્યા હતા અને તેમની સંપત્તિ જપ્ત કરી હતી.

આ પણ વાંચો :  Jet Fuel Price Hike: બે મહિનામાં ચોથી વખત જેટ ફ્યુઅલના ભાવ વધ્યા, એટીએફના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">