દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને મળ્યો આસામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, સીએમ સરમાએ ‘આસામ વૈભવ’ આપીને કર્યા સન્માનિત
રતન ટાટા 24 જાન્યુઆરીના રોજ ગુવાહાટીના શ્રીમંત શંકરદેવ કલાક્ષેત્રમાં આયોજિત સત્તાવાર એવોર્ડ સમારોહમાં અંગત કારણોસર હાજરી આપી શક્યા ન હતા.
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ (Assam CM Himanta Biswa Sarma) બુધવારે દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને સર્વોચ્ચ રાજ્ય નાગરિક પુરસ્કાર ‘આસામ વૈભવ’ (Asom Baibhav) અર્પણ કર્યો. તમને જણાવી દઈએ કે રતન ટાટા 24 જાન્યુઆરીએ ગુવાહાટીના શ્રીમંત શંકરદેવ કલાક્ષેત્રમાં આયોજિત સત્તાવાર એવોર્ડ સમારોહમાં અંગત કારણોસર હાજરી આપી શક્યા ન હતા. જણાવી દઈએ કે રતન ટાટાએ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાને પત્ર લખીને પોતાની અસમર્થતા વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું, ‘હું વર્ષ 2021 માટે આસામ વૈભવ એવોર્ડ પ્રદાન કરવાના આસામ સરકારના નિર્ણયની ખૂબ પ્રશંસા કરું છું અને ઊંડાણપુર્વક પ્રભાવિત છું. હું તમારી અંગત પ્રતિબદ્ધતાનો ચાહક રહ્યો છું. આસામી લોકોના ભલા માટે તમારા તરફથી આ એવોર્ડ મેળવવો એ અસાધારણ સન્માનની વાત છે.
Assam CM Himanta Biswa Sarma presents Asom Baibhav – the highest state civilian award – to industrialist Ratan Tata.
Due to personal reasons, Ratan Tata couldn't attend the official award ceremony held at Srimanta Sankaradev Kalakshetra, Guwahati on 24th January. pic.twitter.com/y0Du5QHPt1
— ANI (@ANI) February 16, 2022
આસામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે ‘આસામ વૈભવ’
નોંધનીય છે કે આસામ દિવસના અવસર પર સીએમ સરમાએ ઉદ્યોગપતિ રતન ટાટાને સૌથી પ્રતિષ્ઠિત ‘આસામ વૈભવ’ એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી. તેમણે નવી દિલ્હીમાં કહ્યું હતું કે ‘તેની જાહેરાત કરતાં આનંદ થાય છે કે, આસામ સરકારે આસામમાં કેન્સરની સંભાળને આગળ વધારવામાં અસાધારણ યોગદાન બદલ રતન ટાટાને તેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘આસામ વૈભવ’ એનાયત કરવાનો નિર્ણય લીધો છે.
5ને આસામ સૌરભ એવોર્ડ, 13ને આસામ ગૌરવ એવોર્ડ
સીએમ સરમાએ નોંધપાત્ર કામગીરી કરવા બદલ સમાજના વિવિધ વર્ગના 19 લોકોને ત્રણ એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. જેમાં 19 લોકોના નામની જાહેરાત કરવામાં આવી હતી. પાંચ લોકોને આસામ સૌરભ એવોર્ડ જ્યારે 13 લોકોને આસામ ગૌરવ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેઓને આસામ સૌરભ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમાં ઓલિમ્પિકમાં મેડલ જીતનારી બોક્સર લવલિના બોરગોહનનું નામ પણ સામેલ છે.
બોર્ગોહેને ટોક્યો ઓલિમ્પિક્સ 2021માં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બોક્સર વિજેન્દર કુમાર (2008) અને એમસી મેરી કોમ (2012) પછી બોક્સિંગમાં ભારત માટે ઓલિમ્પિક મેડલ જીતનારી તે ત્રીજી ભારતીય છે.