LICએ વ્યાજથી 2,911 કરોડ રૂપિયાની કમાણી કરી, 21 હજાર કરોડનું રૂપિયાનું કોઈ નથી દાવેદાર
30 સપ્ટેમ્બર 2021 સુધીમાં ગ્રાહકો દ્વારા લગભગ 21,538.93 કરોડ રૂપિયાનો દાવો કરવામાં આવ્યો ન હતો. આ જ કારણ છે કે ભારતીય જીવન વીમા નિગમને દાવા વગરની થાપણો પર 2,911.08 કરોડનું વ્યાજ મળ્યું છે.
કોરોનાને કારણે લોકો વિમા બાબતે વધારે જાગૃત થયા છે અને છેલ્લા બે વર્ષમાં વિમા પોલિસીની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. પરંતુ અહીં વાત છે અનક્લેમ્ડ વિમા વિશે. ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation of India)એ અનકલેમ્ડ નાણામાંથી ખાસી કમાણી કરી છે. લોકસભાના એક સવાલના એક જવાબમાં માહિતી આપી કે એલઆઈસી (LIC) પાસે હાલના સમયમાં 21 હજાર કરોડની બિનવારસી જમા રકમ પડી છે.
30 સપ્ટેમ્બર 2021 સુધીમાં ગ્રાહકો દ્વારા લગભગ 21,538.93 કરોડ રૂપિયાનો દાવો કરવામાં આવ્યો ન હતો. આ જ કારણ છે કે ભારતીય જીવન વીમા નિગમને દાવા વગરની થાપણો પર 2,911.08 કરોડનું વ્યાજ મળ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર માર્ચ 2021 સુધીમાં અનકલેમ્ડ પોલીસી ફંડ રૂ. 18,495 કરોડ અને માર્ચ 2020ના અંતે રૂ. 16,052.65 કરોડ હતું. તે જ સમયે, માર્ચ, 2019ના અંત સુધી આ રકમ 13,843.70 કરોડ રૂપિયા હતી.
LIC દાવો ન કરેલી રકમની વિગતો જાળવી રાખે છે
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર દરેક વીમા કંપનીએ પોતાની વેબસાઈટ પર 1,000 રૂપિયા કે તેથી વધુની દાવા વગરની રકમની વિગતો મૂકવી પડશે. વેબસાઈટને પોલિસીધારકો અથવા લાભાર્થીઓને દાવો ન કરેલી રકમની ચકાસણીની સુવિધા પણ પૂરી પાડવાની જરૂર છે. દાવો ન કરેલી રકમ વિશેની તમામ માહિતી કંપનીએ પોતાની પાસે રાખવી પડે છે.
જો તમે દાવો ન કરો તો તમામ પૈસા અહીં ટ્રાન્સફર થઈ જશે
એલઆઈસીના નિયમો મુજબ પોલિસીધારકોએ કાર્યકાળ પૂર્ણ થયા પછી 10 વર્ષ સુધી તેમને ક્લેમનો દાવો કરવાનો હોય છે. જો આ સમયગાળા દરમિયાન વીમાધારક પૈસા માટે દાવો ન કરે તો આ તમામ નાણાં એલઆઈસીમાં જમા થઈ જાય છે. આ પછી રકમ વરિષ્ઠ નાગરિક ભંડોળ (SCWF)માં ટ્રાન્સફર કરવામાં આવે છે. વરિષ્ઠ નાગરિક કલ્યાણ નિધિ વર્ષ 2016માં બનાવવામાં આવી હતી.
આ પણ વાંચો :Surat : કોર્સ પૂરો કરવાના ચક્કરમાં સુરતની મોટાભાગની શાળાઓમાં ધોરણ 12 સાયન્સનો અભ્યાસ પણ શરૂ