Gold Price Today : આજે અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ 55305 રૂપિયા સુધી ઉછળ્યો, જાણો શું છે તમારા શહેરની સ્થિતિ
નોંધનીય છે કે ગત નાણાકીય વર્ષ 2021-22માં દેશમાં સોનાની આયાત 33.34 ટકા વધીને 46.14 અબજ ડોલર થઈ હતી જેના કારણે દેશની ચાલુ ખાતાની ખાધ (CAD) પર અસર થવાની ધારણા છે. સત્તાવાર માહિતી અનુસાર નાણાકીય વર્ષ 2020-21માં ભારતની સોનાની આયાત 34.62 અબજ ડોલર રહી હતી.

ભારતીય બુલિયન માર્કેટમાં આજે પ્રથમ કારોબારી દિવસે એટલે કે સોમવારે સોના(Gold Price Today) અને ચાંદીના ભાવ(Silver Price Today)માં વધારો થયો છે. દિલ્હી બુલિયન માર્કેટમાં આજે સોનાના ભાવમાં 542 રૂપિયાનો વધારો થયો હતો જ્યારે ચાંદીના ભાવમાં આજે 993 રૂપિયાનો વધારો થયો હતો. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી છે.દિલ્હી બુલિયન માર્કેટમાં સોમવારે સોનાનો ભાવ 542 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉછળીને બંધ થયો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું રૂ. 52,919 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવ રૂ. 993 વધીને રૂ. 69,932 પર બંધ થયા હતા. છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદી રૂ. 68,939 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.
એક નજર આજના સોનાના ભાવ ઉપર |
|
| MCX GOLD : 53500.00 508.00 (0.96%) – 19:17 વાગે | |
| ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે | |
| Ahmedavad | 55305 |
| Rajkot | 55320 |
| (Source : aaravbullion) | |
| દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે | |
| Chennai | 55060 |
| Mumbai | 54380 |
| Delhi | 54380 |
| Kolkata | 54380 |
| (Source : goodreturns) | |
| વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર | |
| Dubai | 49921 |
| USA | 49219 |
| Australia | 49271 |
| China | 49029 |
| (Source : goldpriceindia) | |
સોનાના લેટેસ્ટ ભાવ કેવી રીતે જાણી શકાય?
તમને જણાવી દઈએ કે આ રેટ તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
FY22માં સોનાની આયાત 33.34 ટકા વધી છે
નોંધનીય છે કે ગત નાણાકીય વર્ષ 2021-22માં દેશમાં સોનાની આયાત 33.34 ટકા વધીને 46.14 અબજ ડોલર થઈ હતી જેના કારણે દેશની ચાલુ ખાતાની ખાધ (CAD) પર અસર થવાની ધારણા છે. સત્તાવાર માહિતી અનુસાર નાણાકીય વર્ષ 2020-21માં ભારતની સોનાની આયાત 34.62 અબજ ડોલર રહી હતી. ભારતમાં સોનાની આયાત મુખ્યત્વે જ્વેલરી ઉદ્યોગની માંગને પહોંચી વળવા માટે કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2021-22માં જેમ્સ અને જ્વેલરીની નિકાસ લગભગ 50 ટકા વધીને 39 અબજ ડોલર થઈ છે.