સોનું નહીં ચાંદી તમારી ચમક વધારશે, 1 વર્ષમાં 1 લાખને પાર પહોંચવાનો અંદાજ, જાણો નિષ્ણાંતોનો અભિપ્રાય

વિશ્વની સૌથી મોટી બેંકોમાંની એક સિટીગ્રુપે સિલ્વર માટે આઉટલુક વધાર્યો છે. સિટીગ્રુપના જણાવ્યા અનુસાર આગામી એક વર્ષમાં ચાંદીની કિંમત $27 પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે. જ્યારે અગાઉ આ આઉટલૂક $25 પ્રતિ ઔંસ હતું.

સોનું નહીં ચાંદી તમારી ચમક વધારશે, 1 વર્ષમાં 1 લાખને પાર પહોંચવાનો અંદાજ, જાણો નિષ્ણાંતોનો અભિપ્રાય
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2023 | 8:37 AM

આ વર્ષે સોનાની સાથે ચાંદીએ પણ પોતાની ચમક ફેલાવી છે. બંનેમાં આ વર્ષે 10 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે અને જો છેલ્લા એક વર્ષની વાત કરીએ તો 20 ટકાનું વળતર જોવા મળ્યું છે. હવે સવાલ આગામી એક વર્ષનો છે. આમાં પણ સોનું તમને વધુ કમાણી આપશે કે ચાંદી? સાથે જ આગામી એક વર્ષમાં ચાંદી કયા સ્તરે પહોંચી શકે છે? નિષ્ણાતોએ આ પ્રશ્નોના જવાબમાં અભિપ્રાય આપ્યા છે. તેમના મતે આગામી એક વર્ષમાં સોનું નહીં ચાંદી રોકાણકારોના ચહેરા પણ ચમક લાવશે.એક અંદાજ મુજબ આગામી 12 મહિનામાં ચાંદીની કિંમત એક લાખના સ્તરને પાર કરી શકે છે. આનો અર્થ એ છે કે ચાંદી આગામી એક વર્ષમાં વર્તમાન સ્તરથી 33 થી 35 ટકા વળતર આપી શકે છે, જ્યારે સોનામાં આગામી એક વર્ષમાં 13 થી 15 ટકા વળતર મળવાની ધારણા છે.

સોના ચાંદીના ગુણોત્તરમાં ઘટાડો

નિષ્ણાતોના મતે રેશિયોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં બે કિંમતી ધાતુઓ વચ્ચેનો ગુણોત્તર 80 છે જે ઐતિહાસિક રીતે 65-75 વચ્ચે જોવામાં આવ્યો છે. આ ગુણોત્તર ઘટવાની શક્યતા વધુ બની રહી છે. જેના કારણે આગામી એક વર્ષમાં ચાંદીના ભાવમાં વધુ વધારો જોવા મળી શકે છે અને તે એક લાખ રૂપિયાના સ્તરને ટેકો આપી શકે છે.

ઔદ્યોગિક માંગમાં વધારો

ચાંદીની માંગ સમગ્ર વિશ્વમાં ઔદ્યોગિક છે. કોવિડ પછી ઉદ્યોગ ખુલ્યો છે અને તેની માંગમાં પણ તેજી જોવા મળી છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં EV ઉત્પાદનમાં વધારો થયો છે, દેશમાં પણ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થાપવામાં આવ્યા છે. સોલાર પેનલ પ્લાન્ટમાં વધારો થયો છે અને ભારત જેવા દેશોમાં 5G નેટવર્ક વિસ્તરી રહ્યું છે. આ તમામ કામોમાં ચાંદીનો ઉપયોગ ખૂબ જ વધારે છે. આગામી દિવસોમાં જે રીતે તેમનું કામ વધશે તે રીતે ચાંદીની માંગ પણ વધશે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

 ચાંદીના દાગીનાની માંગમાં વધારો

સોનાના ભાવમાં વધારાને કારણે દેશમાં  ચાંદીના ઘરેણાંની માંગ વધી રહી છે. જેના કારણે ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ચાંદીની ભેટની વસ્તુઓની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટ્રેન્ડી ચાંદીની વસ્તુઓની ફેશન ઝડપથી વધી છે. લગ્ન અને અન્ય મોટા ફંક્શન્સ ઉપરાંત જન્મદિવસ અને અન્ય પ્રસંગોએ ચાંદીની ભેટ આપવાનું ચલણ વધ્યું છે.

ચાંદીના ભાવ 27 ડોલર સુધી આવી શકે છે

વિશ્વની સૌથી મોટી બેંકોમાંની એક સિટીગ્રુપે સિલ્વર માટે આઉટલુક વધાર્યો છે. સિટીગ્રુપના જણાવ્યા અનુસાર આગામી એક વર્ષમાં ચાંદીની કિંમત $27 પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે. જ્યારે અગાઉ આ આઉટલૂક $25 પ્રતિ ઔંસ હતું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">