AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગૌતમ અદાણીની કંપનીનો નફો ચોથા ક્વાર્ટરમાં 26% ઘટ્યો પણ આવકમાં થયો વધારો

સ્ટોક એક્સચેન્જોને મોકલવામાં આવેલી માહિતીમાં, અદાણી વિલ્મરે જણાવ્યું હતું કે ગયા નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં તેની કુલ આવક વધીને રૂ. 15,022.94 કરોડ થઈ છે

ગૌતમ અદાણીની કંપનીનો નફો ચોથા ક્વાર્ટરમાં 26% ઘટ્યો પણ આવકમાં થયો વધારો
Gautam Adani
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 11:01 AM
Share

ખાદ્ય તેલ ક્ષેત્રની અગ્રણી કંપની અદાણી વિલ્મર લિમિટેડ (Adani Wilmar) નો માર્ચમાં પૂરા થયેલા છેલ્લા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં એકીકૃત ચોખ્ખો નફો 26 ટકા ઘટીને રૂ. 234.29 કરોડ થયો છે. કંપનીએ સોમવારે આ જાણકારી આપી હતી. કંપનીએ વધુમાં કહ્યું છે કે ટેક્સ પર થતા ખર્ચમાં વધારો થવાને કારણે તેનો નફો ઘટ્યો છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં કંપનીએ રૂ. 315 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. સ્ટોક એક્સચેન્જોને મોકલવામાં આવેલી માહિતીમાં અદાણી વિલ્મરે જણાવ્યું હતું કે ગયા નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં તેની કુલ આવક વધીને રૂ. 15,022.94 કરોડ થઈ છે જે 2020-21ના સમાન સમયગાળામાં રૂ. 10,698.51 કરોડ હતી. પાછલા નાણાકીય વર્ષ દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો વધીને રૂ. 803.73 કરોડ થયો છે જે અગાઉના નાણાકીય વર્ષમાં રૂ. 728.51 કરોડ હતો.

કંપનીએ IPO દ્વારા રૂ. 3,600 કરોડ એકત્ર કર્યા હતા

નાણાકીય વર્ષ દરમિયાન કંપનીની કુલ આવક રૂ. 37,194.69 કરોડથી વધીને રૂ. 54,385.89 કરોડ થઈ છે. તાજેતરમાં કંપનીએ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા રૂ. 3,600 કરોડ એકત્ર કર્યા હતા અને શેર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થયા હતા.

અદાણી વિલ્મર એ અદાણી ગ્રુપ અને વિલ્મર ગ્રુપનું સંયુક્ત સાહસ છે. ભારતના ખાદ્ય તેલ બજારમાં અદાણી વિલ્મરનો હિસ્સો 19 ટકા છે. અદાણી વિલ્મર વૈશ્વિક બજારમાં પણ પ્રવેશ ધરાવે છે. વિલ્મર આ સંયુક્ત સાહસમાં 44 ટકા હિસ્સો ધરાવે છે. અદાણી વિલ્મર સપ્લાયર્સ સાથે મજબૂત સંબંધ છે. પોર્ટ બિઝનેસના કારણે કંપનીને સપ્લાય ચેઇનમાં પણ ફાયદો થાય છે.

અદાણી ગ્રુપની કંપનીઓ છેલ્લા કેટલાક સમયથી આશ્ચર્યચકિત  કરી રહી છે. રોકાણકારો સમૃદ્ધ થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા અદાણી પાવરનું માર્કેટ કેપ 1 લાખ કરોડને પાર કરી ગયું હતું અને ત્યારબાદ અદાણી વિલ્મરનું માર્કેટ કેપ પણ 1 લાખ કરોડને પાર કરી ગયું હતું. જેપી મોર્ગનનું કહેવું છે કે મધ્યમ ગાળામાં કુકિંગ ઓઈલ સેગમેન્ટમાં અદાણી વિલ્મરના વોલ્યુમમાં 6-8 ટકાની વૃદ્ધિ શક્ય છે. દક્ષિણ, પશ્ચિમ અને ગ્રામીણ બજારોમાં અદાણી વિલ્મરનું સપ્લાય નેટવર્ક ખૂબ જ મજબૂત છે, જેના કારણે તેનો સ્ટોક અત્યારે તેજીમાં રહેશે.

આ પણ વાંચો : દેશમાં ACનું વેચાણ રેકોર્ડ સ્તરે પહોંચ્યું, ગરમીના કારણે માગમાં ઉછાળો

આ પણ વાંચો : Electricity Crisis : દેશમાં કોલસાના અભાવે સર્જાયું વીજળી સંકટ, જાણો તમારા ખિસ્સાને કેવી રીતે કરશે અસર

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">