વિદેશી રોકાણકારો ફરી ભારતીય બજાર તરફ વળ્યાં, ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ખરીદ્યા 14 હજાર કરોડના શેર

જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે ડૉલર ઇન્ડેક્સ ગયા મહિને 109ની ઊંચી સપાટીથી ઘટીને 106 પર આવી ગયો છે

વિદેશી રોકાણકારો ફરી ભારતીય બજાર તરફ વળ્યાં, ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ખરીદ્યા 14 હજાર કરોડના શેર
Increased investment by foreign investors
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2022 | 7:07 AM

ડૉલર ઇન્ડેક્સ(Dollar Index)માં નરમાશ વચ્ચે વિદેશી રોકાણકારો(Foreign investors)એ ભારતીય ઇક્વિટી પર તેમનો સકારાત્મક દૃષ્ટિકોણ ચાલુ રાખ્યો હતો. તેમણે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં રૂ. 14,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. અગાઉ જુલાઈમાં પણ વિદેશી રોકાણકારો ખરીદદાર રહ્યા હતા. ડિપોઝિટરી ડેટા અનુસાર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ જુલાઈમાં આશરે રૂ. 5,000 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું. આ રીતે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં FPIsનું કુલ રોકાણ જુલાઈ મહિનાના સમગ્ર રોકાણ કરતાં વધુ રહ્યું છે. ભારતીય શેરબજારમાં વૃદ્ધિનો ટ્રેન્ડ યથાવત છે જેના કારણે ફરી એકવાર વિદેશી રોકાણકારો દ્વારા રોકાણમાં વધારો થયો હોવાનું અનુમાન છે.

સતત નવ મહિના ઉપાડ કર્યો હતો

FPIsએ સતત નવ મહિનાના જંગી નેટ આઉટફ્લો પછી જુલાઈમાં ખરીદી કરી હતી. આ પહેલા ગયા વર્ષે ઓક્ટોબરથી તેની સતત વેચવાલી હતી. ઑક્ટોબર 2021 અને જૂન 2022 ની વચ્ચે તેણે ભારતીય ઇક્વિટી માર્કેટમાં 2.46 લાખ કરોડ રૂપિયાનું વેચાણ કર્યું હતું.

યસ સિક્યોરિટીઝના સંસ્થાકીય ઇક્વિટીઝના મુખ્ય વિશ્લેષક હિતેશ જૈને જણાવ્યું હતું કે, ઓગસ્ટ દરમિયાન FPI નાણાપ્રવાહ હકારાત્મક રહેવાની ધારણા છે કારણ કે રૂપિયા માટે સૌથી ખરાબ સ્થિતિ પૂરી થઈ ગઈ છે અને ક્રૂડ પણ ઘટી રહ્યું છે. FPI વ્યૂહરચનામાં ફેરફારને કારણે તાજેતરમાં બજારમાં જોરદાર રેલી જોવા મળી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

નિષ્ણાતોનું અનુમાન

જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે ડૉલર ઇન્ડેક્સ ગયા મહિને 109ની ઊંચી સપાટીથી ઘટીને 106 પર આવી ગયો છે જે FPI ના પ્રવાહ માટેનું મુખ્ય પરિબળ છે. તેમણે કહ્યું કે આ ટ્રેન્ડ ચાલુ રહી શકે છે. એફપીઆઈ કેપિટલ ગુડ્સ, એફએમસીજી, કન્સ્ટ્રક્શન અને પાવર જેવા સેક્ટરમાં રોકાણ કરી રહ્યા છે.

આ ઉપરાંત, FPIs એ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ડેટ માર્કેટમાં રૂ. 230 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે.

આ સિવાય તમને જણાવી દઈએ કે સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 8ની માર્કેટ મૂડી (MCap) ગયા સપ્તાહે સામૂહિક રીતે 1,91,622.95 કરોડ રૂપિયા વધી છે. બજાજ ફાઇનાન્સ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) સૌથી વધુ નફાકારક રહ્યા છે. ગયા અઠવાડિયે, 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 1,498.02 પોઈન્ટ અથવા 2.67 ટકા વધ્યો છે. સેન્સેક્સ કંપનીઓમાં બજાજ ફાઇનાન્સનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 57,673.19 કરોડ વધીને રૂ. 4,36,447.88 કરોડ થયું છે.

છેલ્લા સપ્તાહનો કારોબાર  કેવો રહ્યો ?

શેરબજારમાં વૃદ્ધિનો ટ્રેન્ડ યથાવત છે, ફરી એકવાર વિદેશી રોકાણકારો દ્વારા રોકાણમાં વધારો થયો છે. ડોલર સામે રૂપિયામાં મજબૂતી, ક્રૂડ ઓઈલમાં ઘટાડા સાથે કંપનીઓના સારા પરિણામના સંકેતો સુધર્યા છે, જેના કારણે રોકાણકારો હવે બજારમાં ખરીદી કરી રહ્યા છે. અને આ જ કારણસર આ સપ્તાહે શેરબજારમાં તેજી જારી રહી હતી. સપ્તાહની શરૂઆતમાં બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. જો કે, પાછળથી તેના ઉતાર-ચઢાવ આવ્યા. જોકે સપ્તાહના અંતે બજાર નફા સાથે બંધ થયું હતું.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">