Dividend Stocks : આ સ્મોલકેપ કંપનીએ 500% ડિવિડન્ડ જાહેર કર્યું, ત્રિમાસિક પરિણામો પછી સ્ટોક 15% ઉછળ્યો

Dividend Stocks : BSE સાથે શેર કરેલી માહિતી અનુસાર વેન્ડટ ઈન્ડિયાએ રૂ. 10ની ફેસ વેલ્યુના આધારે 500 ટકા એટલે કે રૂ. 50 પ્રતિ શેરનું અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. AGM એટલે કે શેરધારકોની વાર્ષિક સામાન્ય સભા 21 જુલાઈ 2023 ના રોજ નક્કી કરવામાં આવી છે.

Dividend Stocks : આ સ્મોલકેપ કંપનીએ 500% ડિવિડન્ડ જાહેર કર્યું, ત્રિમાસિક પરિણામો પછી સ્ટોક 15% ઉછળ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2023 | 6:29 AM

Dividend Stocks : વેન્ડ ઈન્ડિયા એ મલ્ટિબેગર સ્મોલકેપ કંપની છે જે ગ્રાઇન્ડીંગ સેક્ટરમાં માર્કેટ લીડર છે. ચોથા ક્વાર્ટરના પરિણામોની સાથે કંપનીએ 500 ટકાના બમ્પર ડિવિડન્ડની જાહેરાત કરી છે. ત્રિમાસિક પરિણામ આવ્યા બાદ આ શેરમાં લગભગ 15 ટકાનો વધારો નોંધાયો હતો અને તે રૂપિયા 9188 ના સ્તરે બંધ રહ્યો હતો. શુક્રવારે આ શેર ટ્રેડિંગ દરમિયાન રૂ.9359ના સ્તરે પહોંચ્યો હતો, જે 52 સપ્તાહની નવી ઊંચી સપાટી છે. કંપનીનું માર્કેટ કેપ 1850 કરોડ રૂપિયા છે. સ્ટોક પરફોર્મન્સની વાત કરીએ તો આ શેરે એક સપ્તાહમાં 7%, એક મહિનામાં 11%, 6 મહિનામાં 17%, આ વર્ષે અત્યાર સુધીમાં 22%, એક વર્ષમાં 44% અને ત્રણ વર્ષમાં 347% રિટર્ન આપ્યું છે.

શેર દીઠ રૂપિયા 50નું ડિવિડન્ડ

BSE સાથે શેર કરેલી માહિતી અનુસાર વેન્ડટ ઈન્ડિયાએ રૂ. 10ની ફેસ વેલ્યુના આધારે 500 ટકા એટલે કે રૂ. 50 પ્રતિ શેરનું અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. AGM એટલે કે શેરધારકોની વાર્ષિક સામાન્ય સભા 21 જુલાઈ 2023 ના રોજ નક્કી કરવામાં આવી છે. આ બેઠકમાં અંતિમ ડિવિડન્ડને મંજૂરી મળવાની બાકી છે.

FY2023માં કુલ રૂપિયા 125નું ડિવિડન્ડ આપ્યું

નાણાકીય વર્ષ 2022-23 માટે કંપની તરફથી આ ત્રીજું ડિવિડન્ડ છે. 45 રૂપિયાનું પ્રથમ ડિવિડન્ડ જુલાઈ 2022માં આપવામાં આવ્યું હતું. તે પછી, જાન્યુઆરી 2023 માં પ્રતિ શેર 30 રૂપિયા અને હવે પ્રતિ શેર 50 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. FY2023 માં, કંપનીએ શેર દીઠ રૂ. 125 ના કુલ ડિવિડન્ડનું વિતરણ કર્યું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

Q4 પરિણામ કેવું હતું?

ચોથા ક્વાર્ટરમાં કુલ વેચાણ રૂ. 57.15 કરોડ રહ્યું હતું. વાર્ષિક ધોરણે, તેણે 21 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. ચોખ્ખો નફો 71 ટકાના ઉછાળા સાથે રૂ. 12.79 કરોડ થયો હતો. નાણાકીય વર્ષ 2022-23માં, કંપનીનું એકીકૃત ધોરણે કુલ વેચાણ વાર્ષિક ધોરણે 17 ટકાના ઉછાળા સાથે રૂ. 207.61 કરોડ હતું. વાર્ષિક ધોરણે નફામાં 48 ટકાનો ઉછાળો નોંધાયો હતો અને તે 40 કરોડ રૂપિયા રહ્યો હતો.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર જાણકારી પુરી પાડવાનો પ્રયાસ છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">