Dividend Stocks : ફાઇનાન્સ સેક્ટરનો આ સ્ટોક 220% ડિવિડન્ડ આપશે, જાહેરાત બાદ શેરમાં ઉછાળો આવ્યો
Dividend Stocks : મુથુટ ફાઇનાન્સના શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી રૂ. 1384 છે, જે ગયા વર્ષે 8 એપ્રિલે બની હતી. જ્યારે શેર 16 માર્ચ, 2023ના રોજ 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો. રૂ. 10ની ફેસ વેલ્યુ સાથેના આ શેરનું માર્કેટ કેપ રૂ. 40,399.74 કરોડ છે. NBFC સેક્ટરનો આ શેર 5 એપ્રિલે રૂ. 989ના ભાવે બંધ થયો હતો. જો કે શેરમાં લગભગ 3 ટકાની મજબૂતી છે.

Dividend Stocks : RBI MPC ની બેઠક બાદ બેંકિંગ અને નાણાકીય સહિત રિયલ્ટી શેરોમાં જોરદાર મજબૂતી જોવા મળી રહી છે. આ સાથે શેરબજારમાં પણ તેજી પાછી આવી છે. આ સાથે વધુ એક સારા સમાચાર પણ આવ્યા છે. ફાઇનાન્સ સેક્ટરના શેર મુથૂટ ફાઇનાન્સે તેના શેરધારકોને 220 ટકા મજબૂત ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. કંપનીનો શેર BSE પર લગભગ 3 ટકાની મજબૂતાઈ સાથે 1000 રૂપિયાને પાર પહોંચી બંધ થયો હતો. કંપનીના શેરની 42 સપતાહની ઉપલી સપાટી 1384 રૂપિયા છે જયારે આ સમયગાળાનું સૌથું નીચું સ્તર 911 રૂપિયા છે.
220% ડિવિડન્ડ જાહેરકરાયું
એક્સચેન્જ ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું હતું કે તે રૂ. 10ની ફેસ વેલ્યુ પર શેર દીઠ રૂ. 22નું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવશે. તમને જણાવી દઈએ કે કંપનીએ 6 એપ્રિલે મુથૂટ ફાઈનાન્સની બોર્ડ મીટિંગ મળી હતી. આ બેઠકમાં ડિવિડન્ડ માટેની એક્સ-ડેટ 18 એપ્રિલ 2023 નક્કી કરવામાં આવી છે. જો તમારી પાસે મુથુટ ફાઇનાન્સના શેર્સ છે તો ડિવિડન્ડની રકમ 30 દિવસ પહેલા પ્રાપ્ત થશે. અગાઉ કંપનીએ ગયા વર્ષે એપ્રિલમાં જ રૂ. 20નું ડિવિડન્ડ મંજૂર કર્યું હતું.
આ પણ વાંચો : શાપૂરજી પલોનજી ગ્રુપની ટાટાની ‘ગુડવિલ’ પર 14000 કરોડ એકત્ર કરવાની યોજના, શેરહોલ્ડિંગને ગીરવે મુકવામાં આવશે
લાંબા ગાળામાં સ્ટોક નિરાશ થયો છે
NSE પર મુથુટ ફાઇનાન્સનો શેર ગુરુવારે મજબૂત ટ્રેડિંગ કરી બંધ રહ્યો છે. છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં શેરે 4 ટકાથી વધુ વળતર આપ્યું છે. જ્યારે 6 મહિનાના સમયગાળામાં સ્ટોક નિરાશ થયો છે. કારણ કે સ્ટોક લગભગ 4 ટકા ઘટ્યો છે. એક વર્ષના સમયગાળામાં સ્ટોકનું પ્રદર્શન વધુ ખરાબ છે. 1 વર્ષમાં મુથૂટ ફાઇનાન્સનો શેર 26 ટકાથી વધુ ઘટ્યો છે.
ડિવિડન્ડની જાહેરાત પછી સ્ટોકમાં તેજી
મુથુટ ફાઇનાન્સના શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી રૂ. 1384 છે, જે ગયા વર્ષે 8 એપ્રિલે બની હતી. જ્યારે શેર 16 માર્ચ, 2023ના રોજ 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો. રૂ. 10ની ફેસ વેલ્યુ સાથેના આ શેરનું માર્કેટ કેપ રૂ. 40,399.74 કરોડ છે. NBFC સેક્ટરનો આ શેર 5 એપ્રિલે રૂ. 989ના ભાવે બંધ થયો હતો. જો કે શેરમાં લગભગ 3 ટકાની મજબૂતી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…