CBIએ ચિત્રા રામકૃષ્ણ અને આનંદ સુબ્રમણ્યમ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી, જાણો શું છે NSE SCAM

NSE CEO રવિ નારાયણને રાજીનામું આપવું પડ્યું અને થોડા મહિનાઓ પછી 13 એપ્રિલ 2013ના રોજ NSEની કમાન ઔપચારિક રીતે ચિત્રા રામકૃષ્ણને સોંપવામાં આવી હતી. આજે 59 વર્ષીય રામકૃષ્ણ એક વિચિત્ર કૌભાંડના કેન્દ્રમાં છે

CBIએ ચિત્રા રામકૃષ્ણ અને આનંદ સુબ્રમણ્યમ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી, જાણો શું છે NSE SCAM
NSE MD Chitra Ramkrishna - File PhotoImage Credit source: coutresy- irshadgul
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 6:40 AM

CBIએ ગુરુવારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર ચિત્રા રામકૃષ્ણ(Chitra Ramakrishna) વિરુદ્ધ ચાર્જશીટ (Chargesheet) દાખલ કરી છે. આ સાથે CBI એ એક્સચેન્જના પૂર્વ ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર આનંદ સુબ્રમણ્યમ સામે પણ ચાર્જશીટ દાખલ કરી છે. ANI અનુસાર કો-લોકેશન કૌભાંડ કેસમાં આ બંને વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ કો-લોકેશન કેસમાં વર્ષ 2018માં FIR નોંધવામાં આવી હતી. દેશના મોટા નેશનલ સ્ટોક એક્સચેન્જના શેર ખરીદ-વેચાણના કેન્દ્રના કેટલાક દલાલોને આવી સુવિધા આપવામાં આવી હતી જેથી તેઓને બાકીની સરખામણીમાં શેરની કિંમતો વિશે માહિતી મળી શકે. તેનો ફાયદો ઉઠાવીને તેઓ ભારે નફો કમાતા હતા. તેઓને અંદરના અંદરના લોકોની મદદથી સર્વરનું એક્સેસ કરીને સીધો પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આ સિવાય તમને જણાવી દઈએ કે ભારતના ટોચના શેરબજાર NSEના તત્કાલિન CEO ચિત્રા રામકૃષ્ણએ આઠ વર્ષ પહેલા PTI ને કહ્યું હતું કે ટેક્નોલોજી એક એવો સિંહ છે જેના પર દરેક વ્યક્તિ સવાર છે. તે સમયે તે પોતે નેશનલ સ્ટોક એક્સચેન્જની ટોચની પોસ્ટ પર સિંહની સવારી કરી રહી હતી.

NSE એ 100 વર્ષ જૂના BSE (Bombay Stock Exchange) ને 1994 માં લોન્ચ કર્યાના એક વર્ષમાં ભારતના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ તરીકે પાછળ છોડી દીધું હતું. NSEના અત્યાધુનિક અલ્ગોરિધમિક આધારિત સુપરફાસ્ટ ટ્રેડિંગમાં ટેકનિકલ ખામીએ રામકૃષ્ણને સ્ટોક ટ્રેડિંગની પુરૂષ પ્રભુત્વવાળી દુનિયામાં NSEના ટોચના સ્થાને પહોંચવાની મંજૂરી આપી હતી. NSEમાં 5 ઓક્ટોબર, 2012ની સવારે આ ટેકનિકલ ખામીને કારણે રોકાણકારોના લગભગ 10 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

NSE CEO રવિ નારાયણને રાજીનામું આપવું પડ્યું અને થોડા મહિનાઓ પછી 13 એપ્રિલ 2013ના રોજ NSEની કમાન ઔપચારિક રીતે ચિત્રા રામકૃષ્ણને સોંપવામાં આવી હતી. આજે 59 વર્ષીય રામકૃષ્ણ એક વિચિત્ર કૌભાંડના કેન્દ્રમાં છે જ્યારે સેબીની તપાસમાં ખુલાસો થયો કે એક્સચેન્જના મુખ્ય વ્યવસાયિક નિર્ણયો લેવા માટે તેમને એક રહસ્યમય હિમાલયન યોગી દ્વારા સૂચના આપવામાં આવી હતી.

NSE કેસમાં માર્કેટ્સ રેગ્યુલેટર સેબીના 190 પાનાના આદેશમાં અન્ય બાબતોની સાથે જણાવ્યું હતું કે NSEના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ચિત્રા રામકૃષ્ણ હિમાલયના પર્વતોમાં રહેતા આધ્યાત્મિક ગુરુથી પ્રભાવિત હતા. આ કેસ કંપનીની કામગીરીમાં થયેલી ક્ષતિઓ સાથે પણ સંબંધિત છે જેના કારણે આનંદ સુબ્રમણ્યમની મુખ્ય વ્યૂહાત્મક સલાહકાર તરીકે નિમણૂક થઈ હતી અને ગ્રૂપ ઓપરેટિંગ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટરના સલાહકાર તરીકે તેમની પુનઃનિયુક્તિ થઈ હતી.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર થયા, આ રીતે ચેક કરો તમારા શહેરમાં ઇંધણની કિંમત

આ પણ વાંચો : ઈ-વાહનમાં આગ લાગવાના બનાવો અંગે સરકાર સખ્ત, કસૂરવાર કંપનીઓ સામે લેવાશે પગલાં\

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">