AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NSE Scam: NSEના પુર્વ CEO ચિત્રા રામકૃષ્ણએ ધરપકડ બાદ સીબીઆઈ પાસે કરી આ બે માંગ

સીબીઆઈએ ચિત્રા રામકૃષ્ણાની પૂછપરછ દરમિયાન સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL) ના ફોરેન્સિક સાયકોલોજિસ્ટની સેવાઓ પણ લીધી હતી.

NSE Scam: NSEના પુર્વ CEO ચિત્રા રામકૃષ્ણએ ધરપકડ બાદ સીબીઆઈ પાસે કરી આ બે માંગ
Former NSE CEO Chitra Ramakrishna
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 7:46 AM
Share

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ચિત્રા રામકૃષ્ણને (Chitra Ramakrishna) સાત દિવસ માટે CBI કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. કો-લોકેશન કૌભાંડ  (Co- Location Scam) કેસમાં સીબીઆઈ દ્વારા રવિવારે રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા શનિવારે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. સીબીઆઈએ ફેબ્રુઆરીમાં તેમની ત્રણ દિવસ પૂછપરછ કરી હતી. તેણે 24 અને 25 ફેબ્રુઆરીએ તેમના ઘરે તપાસ પણ કરી હતી.

અધિકારીઓએ કહ્યું કે તેઓ સાચો જવાબ આપી રહ્યા નથી. સીબીઆઈ સુબ્રમણ્યમની પૂછપરછ કરીને તેના દ્વારા એકત્ર કરાયેલા પુરાવાને ચકાસવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ, દિલ્હીની એક કોર્ટે NSEના ભૂતપૂર્વ ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર આનંદ સુબ્રમણ્યમની CBI કસ્ટડી 9 માર્ચ સુધી લંબાવી છે. આ કેસમાં તેની 25 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી.

CBI પાસે કરી આ બે ડીમાન્ડ

આ દરમિયાન સીબીઆઈના સૂત્રોએ બિઝનેસ ટુડે ટીવીને જણાવ્યું છે કે તેમની ધરપકડ બાદ રામકૃષ્ણએ ભગવદ ગીતાની નકલ માંગી હતી. સૂત્રોનું કહેવું છે કે, પ્રારંભિક પૂછપરછ દરમિયાન તેઓ મૌન રહ્યા હતા. પૂછપરછ દરમિયાન તેમને NSE પરના પોતાના નિર્ણયો યાદ કરવામાં પણ તકલીફ પડી રહી હતી. અને છેતરપિંડીના પુરાવાનો સામનો થવા પર તેમણે ‘મેન્ટલ બ્લોક’નો ઉલ્લેખ કર્યો. જોકે, એનએસઈના પુર્વ સીઈઓ સીબીઆઈને સીધા જવાબ આપી રહ્યા ન હતા. જોકે, લાંબી પૂછપરછ બાદ સીબીઆઈએ ચિત્રા રામકૃષ્ણની ધરપકડ કરી હતી. સીબીઆઈએ ચિત્રા રામકૃષ્ણાની પૂછપરછ દરમિયાન સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL) ના ફોરેન્સિક સાયકોલોજિસ્ટની સેવાઓ પણ લીધી હતી.

શું છે પુરો મામલો ?

પસંદ કરેલા બ્રોકરોને NSE કો-લોકેશન કૌભાંડમાં અયોગ્ય રીતે ફાયદો પહોચાડવામાં આવ્યો હતો. શેર ખરીદ-વેચાણના કેન્દ્ર એવા દેશના મુખ્ય નેશનલ સ્ટોક એક્સચેન્જના કેટલાક બ્રોકરોને આવી સુવિધા આપવામાં આવી હતી, જેથી તેઓને બાકીના લોકો કરતાં વહેલી તકે શેરની કિંમતો વિશે માહિતી મળી શકે. જેનો ફાયદો ઉઠાવીને તેઓ ભારે નફો કમાતા હતા. તેની તપાસમાં બહાર આવ્યું છે કે  ઓપીજી સિક્યોરિટીઝ નામની બ્રોકરેજ ફર્મને ફાયદો પહોંચાડવા માટે તેને કો-લોકેશન ફેસિલીટીઝની ઍક્સેસ આપવામાં આવી હતી. આ સુવિધામાં હાજર બ્રોકર્સ બાકીના લોકો કરતા ઘણો વહેલો તમામ ડેટા મેળવી લે છે.

આ  પણ વાંચો :  Tax Saving FDs: ફિક્સ ડિપોઝીટ માટે કઈ બેંકો વધુ સારી ડીલ ઓફર કરી રહી છે? જાણો

Follow Us
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
g clip-path="url(#clip0_868_265)">