AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SEBIએ BSE અને NSE ને ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ, જાણો શું છે સમગ્ર મામલો?

KSBL એ આઠ બેંકો/નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs) પાસેથી ગીરવે મુકેલી સિક્યોરિટીઝ દ્વારા રૂ. 851.43 કરોડ એકત્ર કર્યા હતા.

SEBIએ BSE અને NSE ને ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ, જાણો શું છે સમગ્ર મામલો?
Bombay Stock Exchange - BSE
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 8:55 AM
Share

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા  (Securities and Exchange Board of India – SEBI) એ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર કરોડોનો દંડ(Penalty on BSE-NSE) ફટકાર્યો છે.  કાર્વી સ્ટોક બ્રોકિંગ લિમિટેડ (KSBL) તેના ગ્રાહકોની રૂ. 2,300 કરોડની સિક્યોરિટીઝના દુરુપયોગને પકડવામાં બેદરકારી દાખવવામાં આવી હતી જેના કારણે સેબીએ BSE  અને NSE પર દંડ ફટકાર્યો છે. KSBL એ સિક્યોરિટીઝ માત્ર એક જ ડીમેટ ખાતા દ્વારા ગીરવે મુકી હતી. સિક્યોરિટીઝ ગીરવે મૂકીને એકત્ર કરાયેલા નાણાનો ઉપયોગ KSBL દ્વારા પોતાના અને તેના જૂથની સંસ્થાઓ માટે કરવામાં આવ્યો હતો.

 કેટલો દંડ ફટકારાયો?

તમને જણાવી દઈએ કે સેબીએ આ સંબંધમાં બે અલગ-અલગ આદેશ જારી કર્યા છે. BSE પર 3 કરોડ રૂપિયા અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર 2 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

જાણો શું છે સમગ્ર મામલો?

કેસ KSBL દ્વારા રૂ. 2,300 કરોડની સિક્યોરિટીઝના ગેરઉપયોગથી સંબંધિત છે. આ સિક્યોરિટીઝ 95,000 થી વધુ ગ્રાહકો સાથે સંકળાયેલી હતી. KSBL એ આ સિક્યોરિટીઝ માત્ર એક જ ડીમેટ ખાતા દ્વારા ગીરવે મુકી હતી. સિક્યોરિટીઝ ગીરવે મૂકીને એકત્ર કરાયેલા નાણાનો ઉપયોગ KSBL દ્વારા પોતાના અને તેના જૂથની સંસ્થાઓ માટે કરવામાં આવ્યો હતો.

8 બેંકોમાંથી રૂપિયા મેળવ્યા હતા

KSBL એ આઠ બેંકો/નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs) પાસેથી ગીરવે મુકેલી સિક્યોરિટીઝ દ્વારા રૂ. 851.43 કરોડ એકત્ર કર્યા હતા.

આ આદેશ જારી કરાયો

મંગળવારે એક્સ્ચેન્જ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર “એમાં કોઈ શંકા નથી કે  KSBL એ  ગ્રાહકોની સિક્યોરિટીઝને અનધિકૃત રીતે ગીરવે મુકી હતી. આવી સ્થિતિમાં તે પોતે જ નુકસાન માટે જવાબદાર હતી. તેણે સિક્યોરિટીઝ ગીરવે મુકી જે તેની પાસે ન હતી. આના પરિણામે રોકાણકારો તેમજ KSBL ને ધિરાણ આપતી બેંકો અને NBFC ને નુકસાન થયું.

KSBL BSE અને NSE  નો મેમ્બર છે

SEBIએ જણાવ્યું હતું કે KSBL BSE અને NSEના સભ્ય હોવાને કારણે એક્સચેન્જોની નિયમનકારી દેખરેખ હેઠળ હતું. બંને એક્સચેન્જો KSBL દ્વારા ભંડોળના ગેરઉપયોગને શોધવામાં ‘બેદરકારી’ માટે જવાબદાર છે.

આ પણ વાંચો : Sri Lanka Economic Crisis : શ્રીલંકાને પાસે ડીઝલ ખરીદવા માટે પૈસા નથી, સરકારી તીજોરીમાં વિદેશી મુદ્રા તળિયા ઝાટક

આ પણ વાંચો :  રિલાયન્સ કેપિટલની ડેટ રિઝોલ્યુશન પ્રક્રિયાને લઈને એડમિનિસ્ટ્રેટર અને ધિરાણકર્તાઓ વચ્ચે મતભેદ, જાણો શું છે સમગ્ર મામલો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">