AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airox Technologies IPO: Fabindia અને Joyalukkas પછી Aerox Technologies એ પણ IPO નો વિચાર પડતો મુક્યો

Airox Technologies IPO: કંપનીના પ્રમોટર્સ ભરતકુમાર જયસ્વાલ અને આશિમા સંજય જયસ્વાલ IPO દ્વારા ઓફર ફોર સેલ દ્વારા તેમનો હિસ્સો વેચવાની તૈયારી કરી રહ્યા હતા. SEBI માં સબમિટ અપડેટ મુજબ IPO લાવવા માટે ફાઇલ કરાયેલ ડ્રાફ્ટ ઑફર દસ્તાવેજો 28 ફેબ્રુઆરી 2023 ના રોજ જ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.

Airox Technologies IPO: Fabindia અને Joyalukkas પછી Aerox Technologies એ પણ IPO નો વિચાર પડતો મુક્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2023 | 7:38 AM
Share

Airox Technologies IPO: સ્ટોક એક્સચેન્જોમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે અન્ય એક કંપનીએ IPO એટલેકે ઇન્શિયલ પબ્લિક ઑફરિંગ લાવવાનો નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત કરી છે. મેડિકલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની Airox Technologies એ તેનો IPO પાછો ખેંચી લીધો છે. કંપની આઈપીઓ દ્વારા રૂપિયા 750 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી હતી.30 સપ્ટેમ્બર 2022ના રોજ Airox Technologies એ સૂચિત IPO લાવવા માટે સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે શેરબજારના નિયમનકાર SEBI પાસે પ્રારંભિક દસ્તાવેજ ફાઈલ કર્યો હતો.

કંપનીના પ્રમોટર્સ ભરતકુમાર જયસ્વાલ અને આશિમા સંજય જયસ્વાલ IPO દ્વારા ઓફર ફોર સેલ દ્વારા તેમનો હિસ્સો વેચવાની તૈયારી કરી રહ્યા હતા. SEBI માં સબમિટ અપડેટ મુજબ IPO લાવવા માટે ફાઇલ કરાયેલ ડ્રાફ્ટ ઑફર દસ્તાવેજો 28 ફેબ્રુઆરી 2023 ના રોજ જ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. જોકે  IPO પાછો ખેંચવાના કારણો જાહેર કરવામાં આવ્યા નથી. ઔરંગાબાદ સ્થિત Airox Technologies PSA ઓક્સિજન જનરેટરનું ઉત્પાદન કરતી કંપની છે અને 2022 FY સુધીમાં કંપની PSA મેડિકલ ઓક્સિજન માર્કેટમાં 50 થી 55 ટકા હિસ્સો ધરાવે છે.

કંપનીએ માર્ચ 2022 સુધીમાં 872 PSA ઓક્સિજન જનરેટર ઇન્સ્ટોલ અને કમિશન કર્યા છે. PSA ઓક્સિજન જનરેટર એવા સાધનો છે જે હવામાંથી નાઇટ્રોજન ગેસને દૂર કરીને ઓક્સિજન ઉત્પન્ન કરે છે. આ મશીનો ઓછા ખર્ચે ઓક્સિજન પ્રદાન કરવામાં મદદ કરે છે.

જ્વેલરી કંપનીએ IPO લાવવાનો વિચાર માંડી વાળ્યો

આ સિવાય જ્વેલરી કંપની Joyalukkas India એવી બીજી કંપની છે જેણે IPO લાવવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. ફેબિન્ડિયાએ અગાઉ IPO દ્વારા $482.43 મિલિયન અથવા રૂ. 4000 કરોડ એકત્ર કરવાનું નક્કી કર્યું હતું. તેથી જોયાલુક્કાસ ઈન્ડિયા આઈપીઓ દ્વારા રૂ. 2,300 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી હતી. કંપનીએ ગયા વર્ષે સેબીમાં IPOનો DRHP ફાઇલ કર્યો હતો.

ટાટા ગ્રુપ આપશે કમાણીની તક

ટાટા ગ્રૂપની Financial Services Company ટાટા કેપિટલ 2025માં IPO લાવવાની તૈયારી કરી રહી છે. તે પહેલા કંપની તેની સહયોગી કંપનીઓને એકીકૃત કરવામાં વ્યસ્ત છે. તે ટાટા કેપિટલ ગ્રુપની ત્રણ કંપનીઓની હોલ્ડિંગ કંપની છે. ટાટા કેપિટલ ફાઇનાન્સેલ સર્વિસિસ, ટાટા કેપિટલ હાઉસિંગ ફાઇનાન્સ અને ટાટા ક્લીનટેક કેપિટલનો સમાવેશ થાય છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">