AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani Wilmar IPO: તમારા ખાતામાં શેર જમા થશે કે પૈસા? જાણો આ રીતે

અદાણી વિલ્મરે તેના IPO માટે પ્રાઇસ બેન્ડ (Adani Wilmar IPO Price Band) રૂ. 218 થી 230ન નક્કી કર્યું હતું. તેનું GMP રૂ. 257 છે.

Adani Wilmar IPO: તમારા ખાતામાં શેર જમા થશે કે પૈસા? જાણો આ રીતે
Gautam Adani (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 11:43 AM
Share

Adani Wilmar IPO: જો તમે પણ અદાણી વિલ્મર IPO માટે એલોટમેન્ટ ભર્યું હોય તો તમે જાણી શકો છો કે તમારા ખાતામાં શેર આવ્યા છે કે તમને તમારા પૈસા પાછા મળવાના છે. કંપની આ IPO દ્વારા 3600 કરોડ રૂપિયા એકત્ર કરશે. આ ઈશ્યુ 18 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. તમે BSEની અધિકૃત વેબસાઇટ અથવા રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તમારા શેરની ફાળવણી ચકાસી શકો છો.

બજારના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, અદાણી વિલ્મર આઈપીઓ ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) માં વધારો થયો છે. જણાવી દઈએ કે આ IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આ ઈશ્યુ  18 ગણો સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યો છે.

અદાણી વિલ્મર IPO સબસ્ક્રિપ્શન ગયા ગુરુવારે ખુલ્યું હતું . કંપનીએ IPO પહેલા એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 940 કરોડ મેળવ્યા હતા. કંપનીએ IPO માટે રૂ. 218 થી રૂ. 23ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી.

અદાણી IPO નું GMP

અદાણી વિલ્મરે તેના IPO માટે પ્રાઇસ બેન્ડ (Adani Wilmar IPO Price Band) રૂ. 218 થી 230ન નક્કી કર્યું હતું. તેનું GMP રૂ. 257 છે. કંપનીનો શેર રૂ. 257ના ભાવે લિસ્ટ થવાની ધારણા છે. આ કંપનીની ઈશ્યુ પ્રાઇસ કરતાં 11.74% નો વધારે છે.

અદાણી ગ્રુપની સાતમી કંપની

લિસ્ટિંગ બાદ ભારતીય શેરબજારમાં લિસ્ટ થનારી અદાણી ગ્રૂપની તે સાતમી કંપની હશે. હાલમાં અદાણી ગ્રુપની છ કંપનીઓ અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર,અદાણી ટોટલ ગેસ અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિસ્ટેડ છે.

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો

  • સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ પર જવું પડશે.
  • અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
  •  હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
  •  તમારો એપ્લિકેશન નંબર લખો.
  • પાન નંબર દાખલ કરો
  •  હવે Search પર ક્લિક કરો.
  •  હવે આખી વિગત તમને જોવા મળશે.

રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તપાસો

  • KFintech પ્રાઇવેટ લિમિટેડ આ ઈશ્યુના રજિસ્ટ્રાર છે.
  • આ IPO માટે, રજિસ્ટ્રારની વેબસાઇટ પર જવું પડશે. લિંક: https://www.linkintime.co.in/ipo/public-issues.html
  • ડ્રોપડાઉનમાં કંપનીનું નામ લખો.
  • આ પછી બોક્સમાં PAN નંબર, એપ્લિકેશન નંબર અથવા ડિપોઝિટરી/ક્લાયન્ટ ID દાખલ કરો
  •  કેપ્ચા દાખલ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો. પછી તમને તમારું સ્ટેટસ ખબર પડશે.

આ પણ વાંચો : Stock Update : ટોચની 10 કંપનીઓ પૈકી 8 ના શેરમાં ઘટાડો, જાણો ક્યાં શેરમાં કેટલું થયું નુકસાન

આ પણ વાંચો :  TATA Group ના શેરને અચાનક લાગી પાંખ, 20 દિવસના ઘટાડા બાદ અચાનક શેર અપર સર્કિટ કેમ નોંધાવવા લાગ્યો? જાણો સંપૂર્ણ વિગત અહેવાલમાં

g clip-path="url(#clip0_868_265)">