Adani Group : અદાણીને ક્લિનચીટ મળી, શું છે સમગ્ર મામલો? શેરના ભાવમાં ઉછાળો આવી શકે છે
Adani Group : સુપ્રીમ કોર્ટે અદાણી પાવર મહારાષ્ટ્ર લિમિટેડ સામે કસ્ટમ વિભાગની અપીલ ફગાવી દીધી છે. આ સાથે ગૌતમ અદાણીની કંપની અદાણી પાવર મહારાષ્ટ્ર ઈસ્ટર્ન પાવર ટ્રાન્સમિશન એટલે કે MEGPTCL અને અદાણી પાવર રાજસ્થાન સામેની અપીલ પણ ફગાવી દેવામાં આવી છે.
Adani Group : અદાણી ગ્રુપની કંપની અદાણી પાવરને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. અદાણી પાવરે માહિતી આપી છે કે સુપ્રીમ કોર્ટે અદાણી પાવર મહારાષ્ટ્ર લિમિટેડ સામે કસ્ટમ વિભાગની અપીલ ફગાવી દીધી છે. આ સાથે ગૌતમ અદાણીની કંપની અદાણી પાવર મહારાષ્ટ્ર ઈસ્ટર્ન પાવર ટ્રાન્સમિશન એટલે કે MEGPTCL અને અદાણી પાવર રાજસ્થાન સામેની અપીલ પણ ફગાવી દેવામાં આવી છે. વાસ્તવમાં આ અરજી કસ્ટમ્સ એક્સાઈઝ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ દ્વારા જાહેર કરાયેલા આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી જેમાં ટ્રિબ્યુનલે 3 પેટાકંપનીઓ વિરુદ્ધ રેવન્યુ ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ દ્વારા કરવામાં આવેલા ઓવર-ઈનવોઈસિંગના આરોપ સાથે સંબંધિત કેસોની અપીલને ફગાવી દીધી હતી.
ટ્રિબ્યુનલના નિર્ણય પછી નવેમ્બર 2022 અને જાન્યુઆરી 2023માં ડીઆરઆઈ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા જ્યાં ટ્રિબ્યુનલ દ્વારા 3 કંપનીઓ અદાણી પાવર મહારાષ્ટ્ર, અદાણી પાવર રાજસ્થાન અને મહારાષ્ટ્ર ઈસ્ટર્ન ગ્રીડ પાવર ટ્રાન્સમિશન કંપની લિમિટેડને આપવામાં આવેલી રાહત સામે અપીલ કરી હતી. હવે ટ્રિબ્યુનલના આરોપો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલી આ અપીલ પણ ફગાવી દેવામાં આવી છે.
આ પણ વાંચો : Global Market : આજે ભારતીય શેરબજાર તેજીમાં ખુલી શકે છે, જાણો અમેરિકા અને એશિયાના બજારોના કેવા મળ્યા સંકેત
સુપ્રીમ કોર્ટને તપાસમાં જાણવા મળ્યું છે કે અદાણી પાવરે CERC એટલે કે સેન્ટ્રલ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા નિર્ધારિત પ્રતિ મેગાવોટ કિંમતની મર્યાદા કરતાં ઓછી બોલી લગાવી છે. વાસ્તવમાં, કસ્ટમ્સ વિભાગે આક્ષેપ કર્યો હતો કે અદાણી પાવરે કેપિટલ ગુડ્સની આયાતનું મૂલ્યાંકન વધારી દીધું છે. જો કે તપાસમાં બિડની કિંમત નિયત મર્યાદા કરતા ઓછી હોવાનું જાણવા મળ્યું હતું.
27 માર્ચે અદાણી પાવરનો શેર લાલ નિશાનમાં બંધ થયો હતો. શેર 9.60 રૂપિયા અથવા 4.98%ના ઘટાડા સાથે 183.00 રૂપિયાના સ્તરે બંધ થયો હતો શેરનું 42 સપ્તાહનું ઉપલું સ્તર 432.50 અને નીચલી સપાટી 132.40 રૂપિયા છે. આ અહેવાલ બાદ શેરમાં ઉછાળો આવી શકે છે.
ગત સપ્તાહે અદાણી પાવરે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સપોર્ટ પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડનો 100 ટકા હિસ્સો અદાણી કોનેક્સ પ્રાઇવેટ લિમિટેડ (ACX) ને રૂ. 1,556.5 કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્યમાં વેચ્યો છે. અદાણી પાવરે ગત ગુરુવારે શેરબજારને આપેલી નોટિસમાં જણાવ્યું હતું કે સૂચિત ટ્રાન્ઝેક્શન સાથે સંકળાયેલા પક્ષકારોએ શેર ખરીદીનો કરાર કર્યો છે અને ટ્રાન્ઝેક્શન પૂર્ણ કર્યું છે. નવેમ્બરની શરૂઆતમાં, અદાણી પાવરે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સપોર્ટ પ્રોપર્ટીઝમાં 100 ટકા હિસ્સો અદાણી કોનેક્સ પ્રા.ને વેચ્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…