STOCK MARKET : શેરબજારમાં શરૂઆતી કારોબારમાં તેજી દેખાઈ, SENSEX 49000 ને પાર

સારા વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ(sensex) અને નિફ્ટી(nifty) પ્રારંભિક તેજી દર્શાવી રહ્યા છે. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 49,260.21 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 14,474.05 સુધી ઉપલું સ્તર નોંધાવી ચુક્યા છે.

STOCK MARKET : શેરબજારમાં શરૂઆતી કારોબારમાં તેજી દેખાઈ, SENSEX 49000 ને પાર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 11, 2021 | 10:11 AM

સારા વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ(sensex) અને નિફ્ટી(nifty) પ્રારંભિક તેજી દર્શાવી રહ્યા છે. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 49,260.21 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 14,474.05 સુધી ઉપલું સ્તર નોંધાવી ચુક્યા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.7 ટકાની ઊપર મજબૂતી જોવા મળી રહી છે.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં મજબૂતી દેખાય રહી છે, નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં પણ વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ પણ સારી સ્થિતિમાં કારોબાર કરી રહ્યો છે.

TCSના મજબૂત ત્રિમાસિક પરિણામોને પગલે બજારમાં રેકોર્ડ વધારો થયો છે. આજે સેન્સેક્સ પ્રથમ વખત 49 હજારની ઉપર ખુલ્યો છે. ઇન્ડેક્સના ઈન્ફોસિસ આજે વૃદ્ધિના સ્તરે મોખરે છે. શેર ૩.58% થી વધુની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે. આ ઉપરાંત ટીસીએસ પણ 1.60% ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ નિફ્ટી ઈન્ડેક્સ લીલા નિશાન ઉપર છે. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ રૂ 196.93 લાખ કરોડને વટાવી ગઈ છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ભારતીય શેરબજારની પ્રારંભિક સત્રમાં સ્થિતિ ( સવારે ૯.૫૦ વાગે) બજાર          સૂચકઆંક                 વૃદ્ધિ સેન્સેક્સ    49,155.49      +372.98 (0.76%) નિફટી       14,446.20      +98.95 (0.69%)

શેરબજારમાં પ્રારંભિક સત્રમાં આ મુજબનો ઉતાર – ચઢાવ જોવા મળ્યો હતો.

SENSEX Open   49,252.31 High   49,260.21 Low    49,015.22

NIFTY Open   14,474.05 High   14,474.05 Low     14,401.65

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">