AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમે Zomato જેવું સ્ટાર્ટ અપ શરૂ કરવાનું વિચારી રહ્યા છો? તો જાણો કંપનીએ માત્ર 1 રૂપિયાની આવકથી કેવી રીતે કર્યો કરોડો રૂપિયાનો નફો

ચાલુ નાણાકીય વર્ષ 2023-24 ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો 36 કરોડ રૂપિયા છે. વર્ષ 2022-23ના સમાન ક્વાર્ટરમાં કંપનીએ 251 કરોડ રૂપિયાની ખોટ કરી હતી. આ સમયગાળા દરમિયાન તેની આવક 2,848 કરોડ રૂપિયા રહી છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 1,661 કરોડ રૂપિયા રહી હતી.

તમે Zomato જેવું સ્ટાર્ટ અપ શરૂ કરવાનું વિચારી રહ્યા છો? તો જાણો કંપનીએ માત્ર 1 રૂપિયાની આવકથી કેવી રીતે કર્યો કરોડો રૂપિયાનો નફો
Zomato
| Updated on: Dec 17, 2023 | 1:06 PM
Share

Zomato ઓનલાઈન ઓર્ડર દ્વારા ફૂડ પાર્સલની ડિલિવરી કરે છે. લોકો તેના દ્વારા ફૂડ ઓર્ડર કરે છે તો તેઓને 50 થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ફૂડ ડિલિવરી પર આટલું વધારે ડિસ્કાઉન્ટ આપવા છતા પણ Zomato કેવી રીતે રૂપિયા કમાય છે? જો તમે પણ સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગો છો, તો તમે Zomatoના બિઝનેસ મોડલને સમજવાનો પ્રયાસ કર્યો જ હશે.

માત્ર 1 રૂપિયાની બચત દ્વારા પ્રોફિટ કરવાનું શરૂ કર્યું

Zomatoના ફાઉન્ડર અને CEO દીપેન્દ્ર ગોયલે કંપનીની આવકનું રહસ્ય જણાવ્યું હતું. Zomato શેરબજારમાં લિસ્ટેડ કંપની છે. કંપનીના શેરના ભાવ ઘણા લાંબા સમય સુધી નીચા રહ્યા રહ્યા હતા, પરંતુ જ્યારે કંપનીએ નફો કરવાનું શરૂ કર્યું, તેના શેર ફરી એકવાર ઉપર આવવા લાગ્યા છે. કંપનીએ માત્ર 1 રૂપિયાની બચત દ્વારા પ્રોફિટ કરવાનું શરૂ કર્યું છે. કંપનીના CEO એ તેની કહાની શેર કરી છે.

કમિશન, પ્લેટફોર્મ ચાર્જ અને ડિલિવરી ફી દ્વારા થાય છે આવક

દીપેન્દ્ર ગોયલે સોશિયલ મીડિયા પર પોડકાસ્ટમાં ઝોમેટોના મોડલની વિગતો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ઝોમેટોની આવક રેસ્ટોરન્ટ્સમાંથી કમિશન, ગ્રાહકો પાસેથી પ્લેટફોર્મ ચાર્જ અને ડિલિવરી ફી દ્વારા થાય છે. ઝોમેટોએ ડિલિવરી બોય, રિફંડ, પ્લેટફોર્મ રનિંગ કોસ્ટ પર રૂપિયા ખર્ચવા પડે છે. તેથી ઝોમેટોમાંથી ખર્ચ થતા રૂપિયા કરતા આવક વધારે હોવી જોઈએ.

કંપનીને થાય છે 1 કે 2 રૂપિયાની આવક

લોકો દ્વારા ઝોમેટો પર એવરેજ 300-400 રૂપિયાનો ઓર્ડર આવે છે. તેના પર કંપનીને કમિશન પેઠે અંદાજે 80 રૂપિયા મળે છે. ગ્રાહક ચાર્જ અને ડિલિવરી ચાર્જની સાથે લગભગ 20 થી 30 રૂપિયા મળે છે. એટલે કુલ 100 રૂપિયાની આવક થાય છે. ડિલિવરી બોય પાછળ 60-70 રૂપિયાનો ખર્ચ થાય છે. આ ઉપરાંત રિફંડ, કસ્ટમર કેર, ટેક ટીમ, ઓફિસ, પેમેન્ટ ગેટવે અને પગાર વગેરે પર રૂપિયા ખર્ચવામાં આવે છે. આ બધા જ ખર્ચ બાદ કરતા કંપની પાસે 1 કે 2 રૂપિયાની આવક બાકી રહે છે અને તે ઝોમેટોનો નફો છે.

આ પણ વાંચો : સસ્તા ભાવે મળશે સોનું, સરકાર સોમવારથી બજાર કરતા ઓછા ભાવમાં શરૂ કરશે સોનાનું વેચાણ

Zomato ના નાણાકીય આંકડા વિશે વાત કરીએ તો ચાલુ નાણાકીય વર્ષ 2023-24 ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો 36 કરોડ રૂપિયા છે. વર્ષ 2022-23ના સમાન ક્વાર્ટરમાં કંપનીએ 251 કરોડ રૂપિયાની ખોટ કરી હતી. આ સમયગાળા દરમિયાન તેની આવક 2,848 કરોડ રૂપિયા રહી છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 1,661 કરોડ રૂપિયા રહી હતી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">