AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ કંપનીના IPO નું શેરબજારમાં થયું ધમાકેદાર લિસ્ટિંગ, પહેલા જ દિવસે લાગી અપર સર્કિટ, રોકાણકારોના રૂપિયા થયા ડબલ

કંપનીના શેર BSE પર 90 ટકાના પ્રીમિયમ સાથે 190 રૂપિયા પર લિસ્ટ થયા છે. કંપનીએ IPO માટે શેર દીઠ 100 રૂપિયાનો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો હતો. જે રોકાણકારોને આઈપીઓ દ્વારા શેર લાગ્યા હતા તેઓને 99.50 રૂપિયા સુધીનો નફો કર્યો છે. તમને જણાવી દઈએ કે કંપનીનું લિસ્ટિંગ BSE પર થયું છે.

આ કંપનીના IPO નું શેરબજારમાં થયું ધમાકેદાર લિસ્ટિંગ, પહેલા જ દિવસે લાગી અપર સર્કિટ, રોકાણકારોના રૂપિયા થયા ડબલ
IPO News
| Updated on: Jan 29, 2024 | 8:11 PM
Share

ક્વાલીટેક લેબ્સ કંપનીના શેરનું આજે 29 જાન્યુઆરીના રોજ જોરદાર લિસ્ટિંગ થયું છે. કંપનીના શેર BSE પર 90 ટકાના પ્રીમિયમ સાથે 190 રૂપિયા પર લિસ્ટ થયા છે. કંપનીએ IPO માટે શેર દીઠ 100 રૂપિયાનો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો હતો. જે રોકાણકારોને આઈપીઓ દ્વારા શેર લાગ્યા હતા તેઓને 99.50 રૂપિયા સુધીનો નફો કર્યો છે. તમને જણાવી દઈએ કે, ક્વાલીટેક લેબ્સ કંપનીનું લિસ્ટિંગ BSE પર થયું છે.

પહેલા દિવસે જ શેરના ભાવમાં લાગી અપર સર્કિટ

ક્વાલીટેક લેબ્સનું શેરબજારમાં લિસ્ટિંગ થયું ત્યારબાદ થોડા સમયમાં કંપનીના શેરમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો છે. જે બાદ BSE પર કંપનીના શેરના ભાવ 199.50 રૂપિયાના સ્તરે પહોંચી ગયા હતા. આજે પહેલા દિવસે જ શેરના ભાવમાં અપર સર્કિટ લાગી છે.

18 જાન્યુઆરીએ ખુલ્યો હતો IPO

ક્વાલીટેક લેબ્સનો IPO 18 જાન્યુઆરીએ રોકાણકારો માટે ખોલવામાં આવ્યો હતો. 23 જાન્યુઆરી સુધી રિટેલ રોકાણકાર તેમાં દાવ લગાવી શકતા હતા. સબ્સ્ક્રિપ્શન ઓપનિંગના આ 3 દિવસ દરમિયાન IPO 65 થી વધુ ગણો સબસ્ક્રાઇબ થયો હતો. તમને જણાવી દઈએ કે, છેલ્લા દિવસે કંપનીનો આઈપીઓ સૌથી વધારે 58.95 ગણો સબસ્ક્રાઈબ થયો હતો.

IPO માં 1200 શેરનો એક લોટ

કંપનીના IPO માં 1200 જેટલા શેરનો એક લોટ હતો. જેના કારણે રોકાણકારોએ ઓછામાં ઓછા 1,20,000 રૂપિયાનો દાવ લગાવવાનો હતો. તમને જણાવી દઈએ કે IPO સંપૂર્ણ રીતે ફ્રેશ ઈશ્યુ પર આધારિત હતો. રોકાણકારોને 19.64 લાખ નવા શેર જાહેર કરવામાં આવ્યા છે. IPOનું કદ 19.64 કરોડ રૂપિયા હતું.

આ પણ વાંચો : સરકારી કંપની IFCI એ રોકાણકારોને આપ્યું મલ્ટીબેગર રિટર્ન, માત્ર એક મહિનામાં રૂપિયા ડબલ

IPO પહેલા પ્રમોટરોનું કુલ હોલ્ડિંગ 99.99 ટકા હતું. IPO બાદ હિસ્સો ઘટીને 73.35 ટકા પર આવી ગયો છે. કંપનીના પ્રમોટર્સ આલોક કુમાર અગ્રવાલ, અંતર્યામી નાયક, કમલ ગ્રોવર અને TIC સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
g clip-path="url(#clip0_868_265)">