બુલેટ બનાવતી કંપનીના શેરમાં થશે 35 ટકાનો વધારો! બ્રોકરેજ હાઉસે આપી શેર ખરીદવાની સલાહ
કંપનીના શેરમાં વધારો વૈશ્વિક બ્રોકરેજ હાઉસ UBS દ્વારા રેટિંગ અપગ્રેડ કર્યા બાદ આવ્યો છે. યુબીએસએ આઈશર મોટર્સના શેર ખરીદવાની સલાહ આપી છે. બ્રોકરેજ હાઉસે કંપનીના શેરનું રેટિંગ બાય કરવા માટે અપગ્રેડ કર્યું છે. આઈશર મોટર્સ રોયલ એનફિલ્ડ અને અન્ય કોમર્શિયલ વાહનોનું ઉત્પાદન કરે છે.
આજે 20 માર્ચના રોજ આઈશર મોટર્સના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. કંપનીનો શેર 5 ટકાથી વધુના વધારા સાથે 3938.60 રૂપિયાના સ્તર પર પહોંચી ગયા છે. આઈશર મોટર્સના શેરમાં આ વધારો વૈશ્વિક બ્રોકરેજ હાઉસ UBS દ્વારા રેટિંગ અપગ્રેડ કર્યા બાદ આવ્યો છે. યુબીએસએ આઈશર મોટર્સના શેર ખરીદવાની સલાહ આપી છે. બ્રોકરેજ હાઉસે કંપનીના શેરનું રેટિંગ બાય કરવા માટે અપગ્રેડ કર્યું છે. આઈશર મોટર્સ રોયલ એનફિલ્ડ અને અન્ય કોમર્શિયલ વાહનોનું ઉત્પાદન કરે છે.
બ્રોકરેજ હાઉસે આપ્યો 5000 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઈસ
બ્રોકરેજ હાઉસ UBS એ તેના નવા લોન્ચ અને સ્પર્ધકોના નબળા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કંપનીનું રેટિંગ અપગ્રેડ કર્યું છે. યુબીએસે આઇશર મોટર્સના શેર માટે 5000 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઈસ આપ્યો છે. ગઈકાલે 19 માર્ચના બંધ ભાવથી કંપનીના શેર અંદાજે 35 ટકા વધી શકે છે. રિપોર્ટ અનુસાર રોયલ એનફિલ્ડના વૃદ્ધિના અંદાજને કારણે બ્રોકરેજ હાઉસ કંપનીની બિઝનેસ સંભાવનાઓ વિશે ઉત્સાહી છે.
નવા લોન્ચથી વેગ મળશે
બ્રોકરેજ હાઉસ માને છે કે, રોયલ એનફિલ્ડનું આગામી 450cc પ્લેટફોર્મ લોન્ચ સ્પર્ધા અને વૃદ્ધિ સંબંધિત ચિંતાઓને દૂર કરશે. UBS અનુસાર આઈશર મોટર્સના રોયલ એનફિલ્ડના સ્થાનિક વોલ્યુમમાં નાણાકીય વર્ષ 2024 અને 2026 વચ્ચે 10 ટકાની CAGR વૃદ્ધિ જોવા મળી શકે છે અને ઉદ્યોગનો વિકાસ 6 થી 7 ટકાની વચ્ચે રહી શકે છે. યુબીએસના જણાવ્યા અનુસાર, અન્ય કંપનીઓ આઈશર મોટર્સના વર્ચસ્વને પડકારવા માટે બજારમાં પ્રવેશી, પરંતુ ગ્રાહકો પર અસર કરી શકી નથી.
આ પણ વાંચો : શેરબજારના રોકાણકારોને સસ્તા ભાવે મળશે શેર ખરીદવાની તક, આવનારા 10 દિવસમાં સ્ટોક માર્કેટમાં આવી શકે છે મોટો ઘટાડો
કંપનીના શેર 4 વર્ષમાં 200 ટકાથી વધુ વધ્યા
છેલ્લા 4 વર્ષમાં આઈશર મોટર્સના શેરમાં 200 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. 3 એપ્રિલ, 2020ના રોજ કંપનીના શેર 1266.70 રૂપિયાના સ્તર પર હતા. આઇશર મોટર્સના શેર 20 માર્ચ 2024ના રોજ 3938.60 રૂપિયા પર પહોંચ્યા છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 4201.70 રૂપિયા છે અને કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર 2835.95 રૂપિયા છે.
નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.