AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફિમેલ કોન્ડોમ બનાવતી આ કંપનીએ આપ્યું 700 ટકાનું બમ્પર રિટર્ન, રોકાણકારો થયા માલામાલ!

શેરબજાર પાસે ઉપલબ્ધ ડેટા મૂજબ મિનર્વા વેન્ચર્સ ફંડે ક્યુપિડ લિમિટેડના 75,000 શેર 1193.15 રૂપિયાના ભાવે લીધા છે. ક્યુપિડ લિમિટેડ એક અગ્રણી ભારતીય કંપની છે જે પુરુષ અને સ્ત્રી માટેના કોન્ડોમ, લુબ્રિકન્ટ જેલી અને EVD કીટનું ઉત્પાદન કરે છે.

ફિમેલ કોન્ડોમ બનાવતી આ કંપનીએ આપ્યું 700 ટકાનું બમ્પર રિટર્ન, રોકાણકારો થયા માલામાલ!
CUPID
| Updated on: Jan 06, 2024 | 2:05 PM
Share

આજે 4 જાન્યુઆરીના રોજ સવારે શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારે તેજી જોવા મળી અને ક્યુપિડ લિમિટેડના શેરમાં 4.35 ટકાનો વધારો થયો હતો. ક્યુપિડ લિમિટેડના શેર ગુરુવારે 59.65 રૂપિયાના વધારા સાથે 1252.80 પર બંધ થયા હતા. આજે શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગી હતી. 1660 કરોડ રૂપિયાનું માર્કેટ કેપ ધરાવતી ક્યુપિડ લિમિટેડના શેરનું 52 વીક હાઈ લેવલ 1252 રૂપિયા છે અને 52 વીક લો લેવલ 239 રૂપિયા છે.

રોકાણકારોને 700 ટકાનું બમ્પર રિટર્ન મળ્યું

ક્યુપિડ લિમિટેડના શેરે છેલ્લા 5 દિવસમાં રોકાણકારોને 11 ટકાનું રિટર્ન આપ્યું છે. જો છેલ્લા 1 મહિનાની વાત કરીએ તો શેર 44 ટકા રિટર્ન આપ્યું છે. છેલ્લા 6 મહિનામાં ક્યુપિડ લિમિટેડના શેરમાં 245 રૂપિયા સાથે 404 ટકાનું જંગી વળતર આપ્યું છે. 4 જાન્યુઆરી 2019ના રોજ ક્યુપિડ લિમિટેડના શેર 157 રૂપિયાના સ્તર પર હતા. તે મૂજબ ગણતરી કરીએ તો રોકાણકારોને 700 ટકાનું બમ્પર રિટર્ન મળ્યું છે.

ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 48 કરોડ મેલ કોન્ડોમ

શેરબજાર પાસે ઉપલબ્ધ ડેટા મૂજબ મિનર્વા વેન્ચર્સ ફંડે ક્યુપિડ લિમિટેડના 75,000 શેર 1193.15 રૂપિયાના ભાવે લીધા છે. ક્યુપિડ લિમિટેડની સ્થાપના વર્ષ 1993 માં થઈ હતી. ક્યુપિડ લિમિટેડ એક અગ્રણી ભારતીય કંપની છે જે પુરુષ અને સ્ત્રી માટેના કોન્ડોમ, લુબ્રિકન્ટ જેલી અને EVD કીટનું ઉત્પાદન કરે છે. કંપનીની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 48 કરોડ મેલ કોન્ડોમ, 5.02 કરોડ ફિમેલ કોન્ડોમ અને 21 કરોડ લુબ્રિકન્ટ જેલી સેચેટ્સનું ઉત્પાદન કરવાની છે.

મેલ અને ફિમેલ કોન્ડોમનો મોટો ઓર્ડર મળ્યો

જૂનમાં ક્યુપિડ લિમિટેડે જાહેરાત કરી હતી કે, તેઓને મેલ અને ફિમેલ કોન્ડોમનો મોટો ઓર્ડર મળ્યો છે. લિવર મેન્યુફેક્ચરિંગ ગ્રુપ લિમિટેડ તરફથી 18 કરોડ રૂપિયાનો આ ઓર્ડર મળ્યો છે. ક્યુપિડ લિમિટેડને આ આંતરરાષ્ટ્રીય કંપની પાસેથી 18 કરોડ રૂપિયાનો મેલ અને ફિમેલ કોન્ડોમનો ઓર્ડર મળ્યો છે અને તે માર્ચ 2024 સુધીમાં પૂર્ણ કરવાનો છે.

આ પણ વાંચો : IPO ભરતા લોકોને થશે વધારે કમાણી! રતન ટાટાની એક કંપનીનો આવી રહ્યો છે આઈપીઓ

ક્યુપિડ લિમિટેડના CMD ઓમ પ્રકાશ ગર્ગના જણાવ્યા અનુસાર આ રિપીટ ઓર્ડર છે અને કંપની તેના માટે ઉત્સાહિત છે. એપ્રિલ 2023 સુધી ક્યુપિડ લિમિટેડની ઓર્ડર બુક 177 કરોડ રૂપિયા હતી. નવો ઓર્ડર મળ્યા બાદ ક્યુપિડ લિમિટેડની ઓર્ડર બુક 195 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">