IPO ભરતા લોકોને થશે વધારે કમાણી! રતન ટાટાની એક કંપનીનો આવી રહ્યો છે આઈપીઓ
ટાટા ગ્રૂપની દિગ્ગજ કંપની ટાટા પ્લે IPO લાવવાની તૈયારી કરી રહી છે. આ IPOની ખાસ વાત એ છે કે આ પોતાના પ્રકારનો પહેલો IPO હશે. સામાન્ય રીતે કંપનીઓ જ્યારે IPO લોન્ચ કરે છે, ત્યારે તેઓ માર્કેટ રેગ્યુલેટર SEBI પાસે ડ્રાફ્ટ ફાઇલ કરે છે જેમાં કંપની અને IPO સંબંધિત ઘણી બધી વિગતો હોય છે.

ટાટા પ્લેએ ગોપનીય દસ્તાવેજો ફાઇલ કર્યા છે. એટલે કે, કોઈપણ માહિતી જાહેર ડોમેનમાં ઉપલબ્ધ રહેશે નહી. યુ.એસ., યુકે અને કેનેડામાં આ પ્રકારે ઓફર ડોક્યુમેન્ટ્સને રિવ્યુ માટે રેગ્યુલેટરી ઓથોરિટી પાસે ફાઇલ કરવાની પ્રથા છે, પરંતુ ભારતમાં આ પ્રકારનો આ પહેલો કેસ છે.

ટાટા ગ્રુપ તેની કંપની ટાટા પ્લેમાં અંદાજે 20 ટકા હિસ્સો પાછો ખરીદવા માટે સિંગાપોરની ટેમાસેક હોલ્ડિંગ્સ PTE સાથે વાતચીત કરી હતી. આ ડીલ અંગેના સમાચાર એવા સમયે આવ્યા જ્યારે ટાટા પ્લે પોતાનો IPO લોન્ચ કરવાનું વિચારી રહી છે. આ માટે સેબીની મંજૂરી ઘણા સમય પહેલા મળી છે.

મીડિયા અહેવાલ અનુસાર, ટાટા ગ્રુપ અને સિંગાપોરની ટેમાસેક આ ડીલ માટે ચર્ચાના અંતિમ તબક્કામાં છે. ટાટા પ્લે એ ટાટા ગ્રુપ અને વોલ્ટ ડિઝની કંપનીની ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી ફોક્સ ઇન્કનું સંયુક્ત સાહસ છે.

ટાટા પ્લે સેટ-ટોપ બોક્સ દ્વારા પે ટેલિવિઝન ચેનલ અને તેની એપ્લિકેશન દ્વારા OTT વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ પ્રોવાઈડ કરે છે. ભારતમાં ટાટા પ્લેના 23 મિલિયન કનેક્શન્સ છે.