AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Star Health IPO: રોકાણકારોના ઠંડા પ્રતિસાદ બાદ જાણો ગ્રે માર્કેટમાં શું છે સ્થિતિ? શેરની ફાળવણી આ રીતે તપાસો

કંપની આ IPO દ્વારા રૂ. 7,249ના લક્ષ્યાંક સામે માત્ર રૂ. 6410 કરોડ એકત્ર કરવામાં સફળ રહી છે. આ ઓફરમાં રૂ. 2000 કરોડનો નવો ઈશ્યુ સામેલ છે. જ્યારે કંપનીના પ્રમોટર્સ અને વર્તમાન શેરધારકો ઓફર ફોર સેલ દ્વારા 58,324,225 શેર વેચશે.

Star Health IPO: રોકાણકારોના ઠંડા પ્રતિસાદ બાદ જાણો ગ્રે માર્કેટમાં શું છે સ્થિતિ? શેરની ફાળવણી આ રીતે તપાસો
Star Health IPO
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 8:07 AM
Share

રાકેશ ઝુનઝુનવાલા(Rakesh Jhunjhunwala) એ રોકાણ કરેલા સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપનીના આઈપીઓ(Star Health and Allied Insurance IPO)ને રોકાણકારો તરફથી ઠંડો પ્રતિસાદ મળ્યો હતો. આ IPO 100% સબસ્ક્રાઇબ પણ થયો ન હતો. આ IPO માત્ર 79 ટકા સબસ્ક્રાઇબ થયો છે. કંપનીને તેના 4.49 કરોડ ઇક્વિટી શેરની સામે માત્ર 3.56 કરોડ ઇક્વિટી શેર માટે બિડ મળી હતી.

કંપનીએ તેના IPOની કિંમત શેર દીઠ રૂ. 870-900ની વચ્ચે રાખી હતી. કંપનીનો ઈશ્યુ 30 નવેમ્બરે ખુલ્યો હતો અને 2 ડિસેમ્બરે બંધ થયો હતો. શેરની ફાળવણી આજે 7 ડિસેમ્બર, 2021ના રોજ ફાઇનલ થવાની શક્યતા છે. જો તમને શેરની ફાળવણી કરવામાં આવે તો 9 ડિસેમ્બર 2021ના રોજ ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવશે. આ IPOના રજિસ્ટ્રાર KFintech પ્રાઇવેટ લિમિટેડ છે.

ઘટતી કિંમત બજારના જાણકારોના મતે આજે ગ્રે માર્કેટમાં સ્ટાર હેલ્થનો શેર 60 રૂપિયા વધુ તૂટ્યો હતો. તમને જણાવી દઈએ કે કંપની આગામી શુક્રવાર 10 ડિસેમ્બરના રોજ સ્ટોક એક્સચેન્જમાં BSE અને NSE પર લિસ્ટેડ થવાની યોજના ધરાવે છે. મીડિયામાં એવા અહેવાલો પણ આવ્યા છે કે ઓફરને નબળો પ્રતિસાદ મળ્યા પછી તે આ IPOના OFS ના હિસ્સાને ઘટાડી શકે છે.

કંપની આ IPO દ્વારા રૂ. 7,249ના લક્ષ્યાંક સામે માત્ર રૂ. 6410 કરોડ એકત્ર કરવામાં સફળ રહી છે. આ ઓફરમાં રૂ. 2000 કરોડનો નવો ઈશ્યુ સામેલ છે. જ્યારે કંપનીના પ્રમોટર્સ અને વર્તમાન શેરધારકો ઓફર ફોર સેલ દ્વારા 58,324,225 શેર વેચશે.  કંપનીએ સોમવારે કહ્યું કે તેણે આ IPOમાં એન્કર રોકાણકારો પાસેથી રૂ. 3217 કરોડ એકત્ર કર્યા છે.

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો

  • સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ પર જવું પડશે.
  • અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
  • હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
  • તમારો એપ્લિકેશન નંબર લખો.
  • પાન નંબર દાખલ કરો
  • હવે Search પર ક્લિક કરો.
  • હવે આખી વિગત તમને જોવા મળશે.

રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તપાસો

  • KFintech પ્રાઇવેટ લિમિટેડ આ ઈશ્યુના રજિસ્ટ્રાર છે.
  • આ IPO માટે, રજિસ્ટ્રારની વેબસાઇટ પર જવું પડશે.
  • લિંક: https://kcas.kfintech.com/ipostatus/
  • ડ્રોપડાઉનમાં કંપનીનું નામ લખો.
  • આ પછી બોક્સમાં PAN નંબર, એપ્લિકેશન નંબર અથવા ડિપોઝિટરી/ક્લાયન્ટ ID દાખલ કરો
  • કેપ્ચા દાખલ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો. પછી તમને તમારું સ્ટેટસ ખબર પડશે.

આ પણ વાંચો :  ડોલર સામે રૂપિયામાં 30 પૈસા નબળો પડયો, જાણો સામાન્ય માણસ પર શું પડશે અસર

આ પણ વાંચો : Petrol Diesel Price Today: આંતરરાષ્ટ્રીય બજારમાં સતત બીજા દિવસે ક્રૂડમાં ઉછાળો, જાણો આજે તમારા શહેરમાં ઇંધણના રેટ શું છે?

Follow Us
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
કચ્છમાં નકલી સોનાની લાલચે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
કચ્છમાં નકલી સોનાની લાલચે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">