AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડોલર સામે રૂપિયામાં 30 પૈસા નબળો પડયો, જાણો સામાન્ય માણસ પર શું પડશે અસર

રૂપિયાની નબળાઈને કારણે વિદેશી રોકાણકારો સરકારી દેવાના સાધનોમાં રોકાણ ઘટાડે છે. આ રીતે કુલ વિદેશી રોકાણમાં ઘટાડો નોંધાયો છે.

ડોલર સામે રૂપિયામાં 30 પૈસા નબળો પડયો, જાણો સામાન્ય માણસ પર શું પડશે અસર
dollar reached at 8 week high
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 7:57 AM
Share

શેરબજાર(Share Market)માં ઘટાડા વચ્ચે સોમવારે ડોલર(Dollor) સામે રૂપિયા(Rupee)માં 30 પૈસાની નબળાઈ જોવા મળી હતી. ડોલર સામે રૂપિયો 75.42 ના સ્તર પર બંધ થયો હતો. આ આઠ સપ્તાહનું સૌથી નીચું સ્તર છે. કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને કારણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે.

આ સિવાય આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ક્રૂડ ઓઇલની કિંમતો વધી રહી છે. હાલમાં ક્રૂડની કિંમતમાં 2.70 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત 71.77 ડોલર પ્રતિ બેરલ ચાલી રહી છે. સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે સેન્સેક્સ 949 પોઈન્ટ (-1.65%) ના ઘટાડા સાથે 56,747 ના સ્તરે બંધ થયો હતો. ડૉલર ઇન્ડેક્સ હાલમાં 96.177 ના સ્તરે લીલા નિશાન ઉપર છે. છેલ્લા સાત સપ્તાહથી ડોલર ઈન્ડેક્સ સતત વધી રહ્યો છે.

મોંઘવારીની ચિંતામાં વધારો જો ડોલર સામે રૂપિયો નબળો પડે તો મોંઘવારી વધુ મજબૂત બને છે. મોંઘવારી વધે તો લોકોનું જીવન મુશ્કેલ બની જાય છે. જ્યારે ચીજવસ્તુઓની કિંમત વધે છે ત્યારે લોકોની ખરીદશક્તિ ઘટી જાય છે. આ સિવાય રૂપિયાના અવમૂલ્યનથી આયાત બિલમાં વધારો થાય છે. આયાત બિલમાં વધારાને કારણે દેશની રાજકોષીય ખાધ વધે છે.

વિદેશી રોકાણકારોનું રોકાણ ઘટ્યું જે લોકો વિદેશમાં અભ્યાસ કરે છે તેમના ખર્ચમાં વધારો થાય છે. આ સિવાય વિદેશ યાત્રા પણ મોંઘી થાય છે. રૂપિયાની નબળાઈને કારણે વિદેશી રોકાણકારો સરકારી દેવાના સાધનોમાં રોકાણ ઘટાડે છે. આ રીતે કુલ વિદેશી રોકાણમાં ઘટાડો નોંધાયો છે.

શુક્રવારે વિદેશી રોકાણકારોએ 3356 કરોડનું વેચાણ કર્યું  BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 949.32 પોઈન્ટ ના ઘટાડા સાથે 56,747.14 ના સ્તર પર બંધ થયા છે. શેરબજારના ડેટા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારો મૂડીબજારમાં ચોખ્ખા વેચાણકર્તા હતા. શુક્રવારે તેમણે રૂ. 3,356.17 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

MPCની બેઠક ઉપર નજર ભારતીય રિઝર્વ બેંકની ત્રણ દિવસીય દ્વિ-માસિક નાણાકીય સમીક્ષા બેઠક સોમવારે શરૂ થઈ છે. એવું માનવામાં આવે છે કે વાયરસના નવા વેરિએન્ટને કારણે સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે મધ્યસ્થ બેંક પોલિસી રેટ મોરચે યથાવત્ યથાવત જાળવી રાખશે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની આગેવાની હેઠળની MPC બેઠકના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જો રિઝર્વ બેંક બુધવારે નીતિગત વ્યાજ દરો યથાવત રાખે છે તો તે સતત નવમી વખત હશે કે દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. રિઝર્વ બેંકે છેલ્લે 22 મે 2020ના રોજ દરોમાં ફેરફાર કર્યો હતો.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today: આંતરરાષ્ટ્રીય બજારમાં સતત બીજા દિવસે ક્રૂડમાં ઉછાળો, જાણો આજે તમારા શહેરમાં ઇંધણના રેટ શું છે?

આ પણ વાંચો : આ IT કંપનીએ અચાનક 900 કર્મચારીઓને ઘરનો રસ્તો બતાવી દીધો, Zoom Call પર જણાવ્યું કારણ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">