Sovereign Gold Bond : આજે છેલ્લો દિવસ! સોનામાં સસ્તી કિંમતે રોકાણ સાથે વ્યાજનો લાભ આપતી યોજના આજે બંધ થશે

સરકારે આરબીઆઈ સાથે પરામર્શ કરીને, ઓનલાઈન અરજી કરનારા અને ડિજિટલ પેમેન્ટ કરનારા ગ્રાહકોને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું છે.  કોઈ પણ વ્યક્તિ ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા ચેક અથવા ઈલેક્ટ્રોનિક બેંકિંગ દ્વારા ચૂકવણી કરવાનું પસંદ કરી શકે છે.

Sovereign Gold Bond : આજે છેલ્લો દિવસ! સોનામાં સસ્તી કિંમતે રોકાણ સાથે વ્યાજનો લાભ આપતી યોજના આજે બંધ થશે
Gold
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 10:02 AM

શું તમે સોનામાં રોકાણ કરવા યોજના બનાવી રહ્યા છો? ખુલ્લા બજાર કરતા સસ્તું સોનુ ખરીદવા માટે તમારી પાસે છે તક. જોકે આજે સરકારની આયોજનનો લાભ લેવાનો છેલ્લો દિવસ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ ચાલુ નાણાકીય વર્ષ માટે સોવરેન ગોલ્ડ બોન્ડની (Sovereign Gold Bond) આઠમી સિરીઝ શરૂ કરી છે. આ માટેના સબ્સ્ક્રિપ્શન માટે 3 ડિસેમ્બરછેલ્લો દિવસ છે.

ગોલ્ડ બોન્ડ્સ માટે ઇશ્યૂ પ્રાઇસ 4,791 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. સોનુ ખરીદવા ઓનલાઇન અથવા ડિજિટલ પેમેન્ટ કરવા પર 50 રૂપિયા પ્રતિ ગ્રામ છૂટ અલગથી આપવામાં આવશે. આ રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડ્સની ઇશ્યૂ કિંમત 4,741 રૂપિયા પ્રતિ ગ્રામ હશે.

SGB ના શું છે લાભ? સોવરેન ગોલ્ડ બોન્ડ પર દર અડધા વર્ષે 2.50 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. બોન્ડ પરના વ્યાજમાંથી આવક આવકવેરા કાયદા હેઠળ કરપાત્ર છે. આ બોન્ડના ડોક્યુમેન્ટ અને ડીમેટ ફોર્મેટ બંને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સેકન્ડરી માર્કેટમાં વેપાર કરી શકાય છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે વ્યક્તિગત રોકાણકારોને SGB રિડીમ કરવા પર મળેલી મૂડી પર કેપિટલ ગેઇન્સ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. દરમિયાન RBI ની SGB યોજના 2021-22 ની છઠ્ઠી શ્રેણી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લી છે. કોઈપણ રોકાણકાર આજની સમયમર્યાદામાં રોકાણ કરી શકે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

SGB ​​માં રોકાણ કરવાના ફાયદા

  • ખાતરીપૂર્વકનું વળતર- સોવરેન ગોલ્ડ બોન્ડના રોકાણકારોને દર વર્ષે 2.5%ના દરે વ્યાજ મળશે. આ વ્યાજ અર્ધવાર્ષિક ધોરણે મળશે.
  • કેપિટલ ગેઈન્સ ટેક્સમાંથી મુક્તિ: રિડેમ્પશન પર કોઈ કેપિટલ ગેઈન ટેક્સ લાગશે નહીં.
  • લોન સુવિધા: લોન માટે કોલેટરલ તરીકે ઉપયોગ કરી શકાય છે.
  • સ્ટોરેજની કોઈ સમસ્યા નથી: સુરક્ષિત, ભૌતિક સોનાની જેમ સ્ટોરેજની કોઈ સમસ્યા નથી.
  • લિક્વીડીટી: એક્સચેન્જો પર વેપાર કરી શકાય છે.
  • GST, મેકિંગ ચાર્જિસમાંથી મુક્તિ: ભૌતિક સોનાથી વિપરીત, ત્યાં કોઈ GST અને મેકિંગ ચાર્જ નથી.

ઓનલાઇન ખરીદી પર 50 રૂપિયા પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ સરકારે આરબીઆઈ સાથે પરામર્શ કરીને, ઓનલાઈન અરજી કરનારા અને ડિજિટલ પેમેન્ટ કરનારા ગ્રાહકોને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું છે.  કોઈ પણ વ્યક્તિ ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા ચેક અથવા ઈલેક્ટ્રોનિક બેંકિંગ દ્વારા ચૂકવણી કરવાનું પસંદ કરી શકે છે.

આ પણ વાંચો :  સસ્તું સોનું ખરીદવાની તક, હવે RBIના નવા પોર્ટલ પરથી પણ ખરીદી શકાશે Sovereign Gold Bond

આ પણ વાંચો :  ઓટો સેક્ટરમાં ચિંતાનો માહોલ? Hero Motocorp નો શેર 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો તો Maruti ના વેચાણમાં પણ ઘટાડો

g clip-path="url(#clip0_868_265)">