ઓટો સેક્ટરમાં ચિંતાનો માહોલ? Hero Motocorp નો શેર 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો તો Maruti ના વેચાણમાં પણ ઘટાડો

કંપની એવું પણ માને છે કે કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઇન્ડેક્સ મજબૂત થવાથી અને લગ્નની સિઝનમાં પણ વેચાણમાં વધારો જોવા મળશે. આ સિવાય કોમોડિટીના ભાવમાં થોડી નરમાઈના સંકેત દેખાઈ રહ્યા છે.

ઓટો સેક્ટરમાં ચિંતાનો માહોલ? Hero Motocorp નો શેર 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો તો Maruti ના વેચાણમાં પણ ઘટાડો
Hero MotoCorp
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 8:12 AM

હીરો મોટોકોર્પ (Hero MotoCorp)નો શેર 2 ડિસેમ્બર, ગુરુવારે 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો. તેનો સ્ટોક આજે રૂ. 2408ની નીચી સપાટીએ દેખાયો હતો. કંપનીના શેર ઘટવા પાછળનું કારણ કંપની દ્વારા નવેમ્બરમાં રજૂ કરવામાં આવેલા નબળા વેચાણના આંકડા માનવામાં આવે છે.

Hero MotoCorpએ નવેમ્બર 2021માં 3 લાખ 49 હજાર 393 યુનિટ્સનું વેચાણ કર્યું છે. જ્યારે નવેમ્બર 2020માં કંપનીએ 5 લાખ 91 હજાર 91 યુનિટ વેચ્યા હતા. આ સમયગાળા દરમિયાન કંપનીના વેચાણમાં વાર્ષિક ધોરણે 40.89 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

કેટલી બાઇક અને કેટલા સ્કૂટર વેચાયા નવેમ્બર 2021માં કંપનીએ 3 લાખ 29 હજાર 185 મોટરસાઈકલ વેચી છે જ્યારે નવેમ્બર 2020માં કંપનીએ 5 લાખ 41 હજાર 437 મોટરસાઈકલ વેચી છે. એ જ રીતે નવેમ્બર 2021માં કંપનીએ 20 હજાર 208 સ્કૂટર વેચ્યા છે જ્યારે નવેમ્બર 2020માં કંપનીએ 49 હજાર 654 સ્કૂટર વેચ્યા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

સ્થાનિક બજારમાં કંપનીએ નવેમ્બર 2021માં 3 લાખ 28 હજાર 862 વાહનોનું વેચાણ કર્યું છે, જ્યારે નવેમ્બર 2020માં સ્થાનિક બજારમાં કંપનીએ 5 લાખ 75 હજાર 957 વાહનોનું વેચાણ કર્યું છે. જોકે, નવેમ્બર 2021માં કંપનીની નિકાસમાં વધારો થયો છે. આ સમયગાળામાં કંપનીએ 20,531 યુનિટની નિકાસ કરી છે જ્યારે નવેમ્બર 2020 માં કંપનીએ 15,134 યુનિટની નિકાસ કરી છે.

તહેવારોની સિઝનમાં માંગ નબળી રહી દેશોમાં ચોમાસું મોડું આવવાને કારણે પાકની લણણીમાં વિલંબ થવાને કારણે તહેવારોની સિઝનમાં માંગમાં નબળાઈ જોવા મળી હતી. અર્થતંત્રની ધીમે ધીમે શરૂઆત અને કૃષિ પ્રવૃત્તિઓના હકારાત્મક સંકેતો સાથે કંપની આગળના ચોથા ક્વાર્ટરમાં મજબૂત માંગની અપેક્ષા રાખે છે.

કંપની એવું પણ માને છે કે કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઇન્ડેક્સ મજબૂત થવાથી અને લગ્નની સિઝનમાં પણ વેચાણમાં વધારો જોવા મળશે. આ સિવાય કોમોડિટીના ભાવમાં થોડી નરમાઈના સંકેત દેખાઈ રહ્યા છે. આ સાથે, ઇંધણની કિંમતો પર લાગુ થતી એક્સાઇઝ ડ્યુટી પણ ઘટી રહી છે અને સરકાર વિકાસ યોજનાઓ પર તેના ખર્ચમાં વધારો કરી રહી છે જેને ધ્યાનમાં રાખીને 2-વ્હીલર ઉદ્યોગમાં ગતિ જોવા મળશે. કંપનીએ કહ્યું છે કે તેનો ઇલેક્ટ્રિક વ્હીકલ પ્રોજેક્ટ પ્લાન મુજબ કામ કરી રહ્યો છે. આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં તેનું ઉત્પાદન એકમ ઈલેક્ટ્રિક વાહનો બનાવવા માટે તૈયાર થઈ રહ્યું છે.

મારુતિ સુઝુકીનું વેચાણ ઘટ્યું નવેમ્બર મહિનામાં મારુતિ સુઝુકીના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. કંપનીએ ઈલેક્ટ્રોનિક કમ્પોનન્ટની અછતનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે કંપનીએ નવેમ્બરમાં 1,39,184 વાહનોનું વેચાણ કર્યું હતું, જે એક વર્ષ અગાઉ 1,53,223 એકમોનું વેચાણ થયું હતું. નવેમ્બર 2021ના વેચાણના આંકડામાં 1,13,017 વાહનોના સ્થાનિક વેચાણ અને 4,774 વાહનોના અન્ય OEM વેચાણનો સમાવેશ થાય છે. નવેમ્બર 2020 માં, કુલ સ્થાનિક પેસેન્જર વાહનોનું વેચાણ 135,775 થી ઘટીને 109,726 વાહનો થઈ ગયું.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : તમારા વાહનનું ઇંધણ સસ્તું થવાના મળી રહ્યા છે સંકેત, જાણો આજે 1 લીટર પેટ્રોલ – ડીઝલનો ભાવ શું છે?

આ પણ વાંચો : સસ્તું સોનું ખરીદવાની તક, હવે RBIના નવા પોર્ટલ પરથી પણ ખરીદી શકાશે Sovereign Gold Bond

g clip-path="url(#clip0_868_265)">