AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sovereign Gold Bond : આજથી 5 દિવસ સરકાર સસ્તી કિંમતે સોનું વેચશે, જાણો કિંમત અને ખરીદીની રીત

વર્તમાન નાણાકીય વર્ષમાં, સોવરિન ગોલ્ડ બોન્ડ(Sovereign Gold Bond)નો પ્રથમ હપ્તો આજથી એટલે કે સોમવારથી શરૂ થઈ રહ્યો છે. લોકો આ સ્કીમમાં 23 જૂન 2023 સુધી રોકાણ કરી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2023-24 શ્રેણીની સેટલમેન્ટ તારીખ 27 જૂન રાખી છે.

Sovereign Gold Bond : આજથી 5  દિવસ સરકાર સસ્તી કિંમતે સોનું વેચશે, જાણો કિંમત અને ખરીદીની રીત
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2023 | 9:12 AM
Share

વર્તમાન નાણાકીય વર્ષમાં, સોવરિન ગોલ્ડ બોન્ડ(Sovereign Gold Bond)નો પ્રથમ હપ્તો આજથી એટલે કે સોમવારથી શરૂ થઈ રહ્યો છે. લોકો આ સ્કીમમાં 23 જૂન 2023 સુધી રોકાણ કરી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2023-24 શ્રેણીની સેટલમેન્ટ તારીખ 27 જૂન રાખી છે. જો તમે આ સ્કીમમાં રોકાણ કરો છો તો તમને દર વર્ષે સોનાના ભાવમાં વધારાના લાભ સાથે દર વર્ષે 2.50% વધારાનું વ્યાજ પણ મળશે. આનો અર્થ એ છે કે આ ગોલ્ડ સ્કીમમાં તમને કોઈ નુકસાન થવાની સંભાવના નથી.

સોવરિન ગોલ્ડ બોન્ડ ઇશ્યૂ પ્રાઇસ

RBI ની 16 જૂન, 2023ની અખબારી યાદી મુજબ સબસ્ક્રિપ્શન કાર્યકાળ દરમિયાન SGB સિરીઝ I ની ઇશ્યૂ કિંમત 5,926 રૂપિયા પ્રતિ ગ્રામ એટલે કે 59,260 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહશે.

કિંમત કેવી રીતે નક્કી કરવામાં આવે છે?

ગોલ્ડ બોન્ડની કિંમત ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવે છે.  ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ પ્રાઇસ 999 શુદ્ધતાના સોનાની સરેરાશ બંધ કિંમતના આધારે નક્કી કરવામાં આવે છે. જો હાલના ગોલ્ડ બોન્ડની ઈસ્યુ પ્રાઈસ વિશે વાત કરીએ તો 14, 15 અને 16 જૂનની સરેરાશ બંધ કિંમત 5,926 રૂપિયા પ્રતિ ગ્રામ પર નક્કી કરાઈ છે. આ જ કારણ છે કે ઇશ્યૂ પ્રાઇસ આ રીતે રાખવામાં આવી છે.

ડિસ્કાઉન્ટ મળશે

ભારત સરકારે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સહયોગથી, ઓનલાઈન અરજી કરનારા અને ડિજિટલ મોડ દ્વારા ચુકવણી કરનારા રોકાણકારોને ઈશ્યુ પ્રાઈસ પર પ્રતિ ગ્રામ રૂ. 50 ની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. આવા રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત 5,876 રૂપિયા પ્રતિ ગ્રામ હશે.

પેમેન્ટના વિકલ્પ

SGB ​​ની ખરીદી માટે ડ્રાફ્ટ ચેક અથવા ઇલેક્ટ્રોનિક બેંકિંગ દ્વારા વધુ રકમ માટે રૂ. 20,000 સુધીની રોકડમાં ચુકવણી કરી શકાય છે.

રોકાણકારો SGB ક્યાંથી ખરીદી શકે છે?

શેડ્યુલ કોમારશોય બેન્ક , સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (SHCIL), ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (CCIL), નિયુક્ત પોસ્ટ ઓફિસો અને માન્ય સ્ટોક એક્સચેન્જો સીધી અથવા એજન્ટો દ્વારા ખરીદી શકે છે.

SGB પર વ્યાજ કેટલું મળે છે ?

રોકાણકારોને નજીવા મૂલ્ય પર વાર્ષિક 2.50 ટકાના નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવશે. જે દર છ મહિને આપવામાં આવશે.

ટેક્સ મુક્તિ કેવી રીતે મેળવવી?

1961 (1961 ના 43) ના આવકવેરા કાયદાની જોગવાઈઓ અનુસાર, સોવરેલ ગોલ્ડ બોન્ડ્સ પરના વ્યાજ પર ટેક્સ લાગશે. સોવરિન ગોલ્ડ બોન્ડના રિડેમ્પશન પર વ્યક્તિને થતા મૂડી લાભો કરમાંથી મુક્તિ આપવામાં આવે છે. SGB ​​ના સ્થાનાંતરણથી ઉદ્ભવતા લાંબા ગાળાના મૂડી લાભો ઇન્ડેક્સેશન લાભ માટે પાત્ર હશે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">