AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Loan: ગોલ્ડ લોન બાદ હવે ચાંદી પર પણ લઈ શકશો લોન, રિઝર્વ બેંકએ જારી કર્યુ સર્ક્યુલર- જાણો સંપૂર્ણ વિગત

હવે બહુ જલદી તમે ચાંદી પર પણ લોન લઈ શકશો, તેના માટે રિઝર્વ બેંકએ નવો સર્કુલર જારી કર્યો છે. રિઝર્વ બેંકે તેના માટેના કેટલાક નિયમ બનાવ્યા છે.

Silver Loan: ગોલ્ડ લોન બાદ હવે ચાંદી પર પણ લઈ શકશો લોન, રિઝર્વ બેંકએ જારી કર્યુ સર્ક્યુલર- જાણો સંપૂર્ણ વિગત
| Updated on: Nov 07, 2025 | 7:23 PM
Share

હવે આપ ન માત્ર ગોલ્ડ લોન પરંતુ ચાંદી પર પણ સોનાની જેમ લોન લઈ શકશો. તેના માટે ભારતીય રિઝર્વ બેંકે એક નવો સર્કુલર જારી કર્યો છે. તેનુ નામ Reserve Bank of India (Lending Against Gold and Silver Collateral) Directions, 2025 છે. જેમા કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે. જે 1 એપ્રિલ 2026 થી લાગુ થશે. આ નિયમોમાં ચાંદી ના બદલે લોન લેવૂ સરળ થઈ જશે.

આ બેંક અને કંપનીઓ આપશે સિલ્વર લોન

  • શહેરી અને ગ્રામીણ સહકારી બેંક
  • NBFC નોન બેંકિંગ ફાઈનાન્શિયલ કંપની અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ

કોણ લઈ શકે છે ચાંદીના બદલે લોન?

રિઝર્વ બેંક એ કેટલાક ખાસ કારણોથી સીધી સોના કે ચાંદી (બુલિયન) ના બદલે લોન પર રોક લગાવી છે. આવુ એટલે કરવામાં આવ્યુ છે જેથી અર્થવ્યવસ્થામાં કોઈ મોટી ગડબડી ન થાય. પરંતુ બેંક અને કંપનીઓ ગ્રાહકોને સોનાના દાગીના, આભૂષણો અને સિક્કા ગિરવે રાખી લોન આપી શકે છે. તેનાથી લોકોને તેમની નાની-મોટી પૈસાની જરૂરતો પૂરી કરવામાં મદદ મળશે.

કેટલું સોનું અને ચાંદી ગીરવે મૂકી શકાય?

રિઝર્વ બેંકના સર્કુલર મુજબ, એક જ ગ્રાહકને આપવામાં આવેલી બધી લોન માટે ગીરવે મૂકેલા દાગીનાનું કુલ વજન નીચેની મર્યાદાઓથી વધુ ન હોવું જોઈએ:

  • સોનાના દાગીના: 1 કિલોગ્રામથી વધુ નહીં.
  • ચાંદીના દાગીના: 10 કિલોગ્રામથી વધુ નહીં.
  • સોનાના સિક્કા: 50 ગ્રામથી વધુ નહીં.
  • ચાંદીના સિક્કા: 500 ગ્રામથી વધુ નહીં.

કેટલી મળશે લોનની રકમ?

લોનની રકમ લોન-ટુ-વેલ્યુ (LTV) ગુણોત્તર પર આધારિત રહેશે. આનો અર્થ એ છે કે તમે તમારા ગીરવે મૂકેલા સોના અથવા ચાંદી સામે કેટલા પૈસા ઉધાર લઈ શકો છો. તે દર્શાવે છે કે તમે દરેક ₹100 કિંમતી ધાતુ માટે કેટલી લોન મેળવી શકો છો.

જો લોનની રકમ ₹2.5 લાખ સુધીની હોય, તો મહત્તમ LTV 85% હશે. આનો અર્થ એ છે કે તમે તમારા સોના અને ચાંદીના મૂલ્યના 85% સુધી લોન મેળવી શકો છો. તેવી જ રીતે, જો લોનની રકમ ₹2.5 લાખ અને ₹5 લાખની વચ્ચે હોય, તો મહત્તમ LTV 80% હશે. જો લોનની રકમ ₹5 લાખથી વધુ હોય, તો મહત્તમ LTV 75% રહેશે.

ગુજરાતના સૌથી અમીર એવા વડોદરા સ્ટેટના મહારાજા પર ભારત સરકારે કેમ લગામ લગાવવાની ફરજ પડી હતી- વાંચો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">