AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai માં સૌથી મોટી Land Deal ના કારણે Shilpa Shetty ના રેસ્ટોરન્ટને તાળા લાગ્યા, જાણીતી ટેક્સટાઇલ મિલ પર આ અસર પડશે

દેશની આર્થિક રાજધાની મુંબઈ(Mumbai)માં સૌથી મોટી લેન્ડ ડીલ(Biggest Land Deal) છે. આ ડીલમાં બોમ્બે ડાઈંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ(Bombay Dyeing and Manufacturing) કંપનીનું હેડક્વાર્ટર વેચાવા જઈ રહ્યું છે તો સાથે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી(Shilpa Shetty)નું પ્રખ્યાત બાસ્ટન રેસ્ટોરન્ટ(Bastion Restaurant) પણ બંધ થશે.

Mumbai માં સૌથી મોટી Land Deal ના કારણે Shilpa Shetty ના રેસ્ટોરન્ટને તાળા લાગ્યા, જાણીતી ટેક્સટાઇલ મિલ પર આ અસર પડશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2023 | 7:12 AM
Share

દેશની આર્થિક રાજધાની મુંબઈ(Mumbai)માં સૌથી મોટી લેન્ડ ડીલ(Biggest Land Deal) છે. આ ડીલમાં બોમ્બે ડાઈંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ(Bombay Dyeing and Manufacturing) કંપનીનું હેડક્વાર્ટર વેચાવા જઈ રહ્યું છે તો સાથે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી(Shilpa Shetty)નું પ્રખ્યાત બાસ્ટન રેસ્ટોરન્ટ(Bastion Restaurant) પણ બંધ થશે. આશ્ચર્ય વચ્ચે આ લેન્ડ ડીલ 1000 કે 2000 કરોડનો નહીં પરંતુ  5200 કરોડમાં ફાઇનલ થઇ રહી છે.

લગભગ 22 એકરની  આ જમીન મુંબઈના વરલી વિસ્તારમાં છે. પૈસાની વાત કરીએ તો મુંબઈમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો જમીનનો  સોદો માનવામાં છે. બોમ્બે ડાઈંગ આ જમીનનો સોદો બે તબક્કામાં પૂર્ણ કરશે. પ્રથમ તબક્કામાં, કંપનીને ગોઈસુ રિયલ્ટી(Goisu Realty) પાસેથી રૂ. 4,675 કરોડ મળશે. બાકીના રૂ. 525 કરોડ બીજા તબક્કામાં બોમ્બે ડાઇંગની કેટલીક શરતો પૂરી કર્યા બાદ પ્રાપ્ત થશે.

શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટ બંધ થશે

બોમ્બે ડાઇંગનું મુખ્યાલય ‘વાડિયા ઇન્ટરનેશનલ સેન્ટર’ આ જમીન પર બનેલ છે. ગયા અઠવાડિયે માલસામાનથી ભરેલી ઘણી ટ્રકોને કંપનીના હેડક્વાર્ટરમાં ખસેડવામાં આવી હતી. કંપનીના ચેરમેન નુસ્લી વાડિયાની ઓફિસ દાદર-નાગોમમાં બોમ્બે ડાઈંગની પ્રોપર્ટીમાં શિફ્ટ કરવામાં આવી છે. તે વાડિયા ગ્રુપના હેડક્વાર્ટરની પાછળ આવેલું છે. શિલ્પા શેટ્ટીની બાસ્ટન રેસ્ટોરન્ટ પણ આ જ બિલ્ડિંગમાં છે જે હવે બંધ થઈ રહયું છે.

વર્ષ 2019માં પણ જાપાનની ગોઈસુ રિયલ્ટીએ MMRDA પાસેથી બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં 12,141 ચોરસ મીટર જમીન લીઝ પર લીધી હતી. આ માટે 2238 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Sovereign Gold Bond : સોવરિન ગોલ્ડ બોન્ડે રોકાણકારોને કર્યા માલામાલ, જાણો છેલ્લા 2.5 વર્ષમાં કેટલું રિટર્ન આપ્યું

અહીં શું આકાર પામશે ?

મહારાષ્ટ્રની મિલની જમીન નીતિ અનુસાર બોમ્બે ડાઈંગે તેની દાદર-નાગોમ મિલની આઠ એકર જમીન બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ને પાર્ક અથવા મનોરંજનની જગ્યા માટે સોંપી છે. જ્યારે મહારાષ્ટ્રની હાઉસિંગ ઓથોરિટી ‘મ્હાડા’ને 8 એકર જમીન આપવામાં આવી છે જ્યાં જાહેર હાઉસિંગ સોસાયટી વિકસાવવાની છે.

BMCના એક અધિકારીએ જણાવ્યું કે આ મિલની જમીન સરકારી એજન્સીઓને સોંપવાના બદલામાં ડેવલપરને 82,000 ચોરસ મીટર વિસ્તાર વિકસાવવાનો અધિકાર મળશે. આ વિસ્તારમાં જે હાઉસિંગ બિલ્ડીંગ બનાવવામાં આવશે તેનો ઉપયોગ મિલ કામદારો માટે પરિવહન આવાસ અને મકાનોના બાંધકામ માટે કરવામાં આવશે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">