AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : શેરબજારમાં Lower Circuit અને Upper Circuit શું હોય છે? જાણો તેનો નિયમો અને જરૂરિયાત

Share Market : મનમાં પ્રશ્ન ઉઠે છે કે આ બે સર્કિટ કહેવા શું માંગે છે? શું લોઅર સર્કિટ એટલે નુકસાન મોટું નુકસાન અને અપર સર્કિટનો અર્થ લાભ હોય છે? આજે અમે અહેવાલમાં રોકાણકારોના મનમાં ઉઠતા સવાલોના જવાબ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

Share Market : શેરબજારમાં Lower Circuit અને Upper Circuit શું હોય છે? જાણો તેનો નિયમો અને જરૂરિયાત
Lower Circuit and Upper Circuit
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2023 | 8:59 AM
Share

અદાણી ગ્રુપ સંદભૅ જ્યારથી hindenburg research report સામે આવ્યો છે ત્યારથી સતત અદાણીના શેર અપર અને લોઅર શકિતને લઇ સમાચારોમાં છવાયેલા રહે છે. જો રોકાણકાર નવા હોય તો મનમાં પ્રશ્ન ઉઠે છે કે આ બે સર્કિટ કહેવા શું માંગે છે? શું લોઅર સર્કિટ એટલે નુકસાન મોટું નુકસાન અને અપર સર્કિટનો અર્થ લાભ હોય છે? આજે અમે અહેવાલમાં રોકાણકારોના મનમાં ઉઠતા સવાલોના જવાબ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સામાન્યરીતે સમજવાનો પ્રયાસ કરીએ તો મોટાભાગના શેરોની માંગ અને પુરવઠાને કારણે શેરનું મૂલ્ય સતત વધતું અને ઘટતું રહે છે. જ્યારે પણ શેરની માંગ વધે છે ત્યારે તેની કિંમત વધે છે અને જ્યારે લોકો શેર વેચવાનું શરૂ કરે છે ત્યારે શેરની કિંમત ઘટવા લાગે છે. કોઈપણ શેરબજારમાં 2 પ્રકારની સર્કિટ હોય છે. પ્રથમ અપર સર્કિટ છે અને બીજી લોઅર સર્કિટ છે. આ સર્કિટ કેટલી ટકાવારી પર ચાર્જ કરવામાં આવશે તે એક્સચેન્જ દ્વારા નક્કી કરવામાં આવે છે.

લોઅર સર્કિટ શું છે?

કેટલીકવાર કંપનીના શેર ઝડપથી ઘટે છે. આવી સ્થિતિમાં તે સ્ટોકમાં ઘણો ઘટાડો થાય ઓ રોકાણકાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે તેથી સર્કિટ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, અચાનક મોટી સંખ્યામાં પનીમાં શેર વેચવાનું શરૂ થાયછે તો તે શેરની કિંમત એક હદ સુધી ઘટી જાય ત્યારે તેનું ટ્રેડિંગ બંધ થઈ જાય છે. મૂલ્યમાં ઘટાડો કરવાની આ મર્યાદાને લોઅર સર્કિટ કહેવામાં આવે છે. લોઅર સર્કિટમાં 3 તબક્કાઓ છે. તે 10 ટકા, 15 ટકા અને 20 ટકા ઘટાડા સાથે નક્કી કરવામાં આવે છે.

અપર સર્કિટ શું છે?

કેટલીકવાર કંપનીમાં રોકાણકારોનો રસ વધે જોવા મળેછે. આવી સ્થિતિમાં તે કંપનીના શેરની કિંમત આકાશને આંબવા લાગે છે. આ કિસ્સામાં અપર સર્કિટની જોગવાઈ છે. શેરની કિંમત ચોક્કસ મર્યાદા સુધી પહોંચતાની સાથે જ તેમાં અપર સર્કિટ લગાવવામાં આવશે અને તેનું ટ્રેડિંગ બંધ થઈ જશે. અપર સર્કિટમાં પણ 3 તબક્કાઓ છે. તેના પર 10 ટકા, 15 ટકા અને 20 ટકા હોય છે.

શેરબજારમાં અપર સર્કિટ અને લોઅર સર્કિટની શરૂઆત જૂન 28, 2001થી કરવામાં આવી હતી. તે જ દિવસે માર્કેટ રેગ્યુલેટર સેબીએ સર્કિટ બ્રેકરની વ્યવસ્થા ઉભી કરી હતી. આ સિસ્ટમનો પ્રથમ વખત ઉપયોગ 17 મે, 2004ના રોજ થયો હતો.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">