Share Market : પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો, તે ઉપર કરો એક નજર
આજે BSE પર 2,648 શેરમાં વેપાર થઈ રહ્યો છે જેમાં 1,869 શેર વધારા સાથે અને 701 ઘટાડા સાથે ટ્રેડિંગ કરી રહ્યા છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ 237.79 લાખ કરોડને પાર કરી ગઈ છે. આ અગાઉના સત્રમાં બુધવારે બજારો સપાટ બંધ થયા હતા.
આજે વીકલી એક્સપાયરીના દિવસે શેરબજાર(Share Market) સારી સ્થિતિમાં ખુલ્યું છે. સેન્સેક્સ(Sensex) 54,641.22 અને નિફ્ટી(Nifty) 16,303.65 પર કારોબાર શરૂ કર્યો હતો. ૧૦ વાગ્યાના અરસામાં સેન્સેક્સ 180 અંક અને નિફ્ટી 50 અંક વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સના 30 શેરમાંથી 17 શેરમાં વધારો થયો છે અને 13 શેર લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે.
સેન્સેક્સમાં પાવર ગ્રીડના શેર લગભગ 3%ના વધારા સાથે વેપાર કરી રહ્યા છે. ટેક મહિન્દ્રા અને એમ એન્ડ એમના શેર 1%થી વધુ ઉપર છે.બજારને AUTO, FMCG અને IT શેરોનો ટેકો મળી રહ્યો છે. આ ત્રણેય સૂચકાંકો અડધા ટકાથી વધુના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.
આજે BSE પર 2,648 શેરમાં વેપાર થઈ રહ્યો છે જેમાં 1,869 શેર વધારા સાથે અને 701 ઘટાડા સાથે ટ્રેડિંગ કરી રહ્યા છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ 237.79 લાખ કરોડને પાર કરી ગઈ છે. આ અગાઉના સત્રમાં બુધવારે બજારો સપાટ બંધ થયા હતા. સેન્સેક્સ 28.73 પોઇન્ટ ઘટીને 54,525.93 અને નિફ્ટી 2 પોઇન્ટના નજીવા વધારા સાથે 16,282.25 પર બંધ થયા હતા.
સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં મજબૂતી દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં સારી સ્થિતિમાં કારોબાર થઈ રહ્યો છે. ફાઈનાન્શિયલ સર્વિસ , પ્રાઈવેટ બેન્ક , રિયલ્ટી , ઑટો , પીએસયુ બેન્ક , એફએમસીજી , આઈટી અને મેટલ વધારા સાથે જોવા મળી રહ્યા છે જ્યારે હેલ્થેકર અને ફાર્મા શેરોમાં ઘટાડો દેખાયો છે.
આજના શરૂઆતી કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો, તે ઉપર કરો એક નજર
લાર્જકેપ વધારો : પાવર ગ્રિડ, આઈટીસી, એમએન્ડએમ, ટાટા મોટર્સ, યુપીએલ, બીપીસીએલ અને કોલ ઈન્ડિયા ઘટાડો : કોટક મહિન્દ્રા બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈશર મોટર્સ, ડિવિઝ લેબ, સન ફાર્મા અને ડૉ.રેડ્ડીઝ
મિડકેપ વધારો : ઑયલ ઈન્ડિયા, આઈઆરસીટીસી, અદાણી ટ્રાન્સફર, જેએસડબ્લ્યુ એનર્જી અને સેલ ઘટાડો : અદાણી ગ્રીન, ન્યુ ઈન્ડિયા એસ્યોર, અદાણી પાવર, ગ્લેન્ડ અને એન્ડયોરન્સ ટેક્નોલૉજી
સ્મૉલકેપ વધારો : નેલ્કો, વક્રાંગી, વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડોકો રેમડિઝ અને અપાર ઈન્ડસ્ટ્રીઝ ઘટાડો : જીઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, જીઈ પાવર ઈન્ડિયા, ન્યુજેન સૉફ્ટવેર, આશિયાના હાઉસિંગ અને બટરફ્લાય
આ પણ વાંચો : Paytm IPO: SEBI એ ચાઈનીસ Ant Group અને Alibabaની કંપનીમાં હિસ્સેદારીની તપાસ હાથ ધરી, જાણો વિગતવાર
આ પણ વાંચો : EPFO : 6 કરોડ લોકોના ખાતામાં પૈસા જમા કરવા જઈ રહી છે સરકાર, આ રીતે ચેક કરો PF BALANCE