Share Market : Sensexની ટોચની 10 કંપનીઓમાંથી સાતની માર્કેટ કેપમાં રૂ. 1.29 લાખ કરોડ વધારો, જાણો Gainer અને Loser Stocks વિશે

સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 765 પોઈન્ટના ભારે ઘટાડા સાથે 57696 ના સ્તર પર બંધ થયો હતો.

Share Market : Sensexની ટોચની 10 કંપનીઓમાંથી સાતની માર્કેટ કેપમાં રૂ. 1.29 લાખ કરોડ વધારો, જાણો Gainer  અને Loser  Stocks  વિશે
stock market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 8:41 AM

સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી સાતની માર્કેટ કેપ ગત સપ્તાહે રૂ 1,29,047.61 કરોડ વધી છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) સૌથી વધુ નફો હાંસલ કર્યો હતો. ગયા અઠવાડિયે બીએસઈનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 589.31 પોઈન્ટ અથવા 1.03 ટકા વધ્યો હતો.

સપ્તાહ દરમિયાન TCS, HDFC બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, HDFC, બજાજ ફાઇનાન્સ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ની માર્કેટકેપમાં વધારો થયો છે. બીજી તરફ આ સમયગાળા દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક અને ભારતી એરટેલના માર્કેટ વેલ્યુએશનમાં ઘટાડો થયો હતો.

TCS ટોપ ગેઈનર રહી  રિપોર્ટિંગ સપ્તાહમાં TCSનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 71,761.59 કરોડ વધીને રૂ. 13,46,325.23 કરોડ થયું હતું. ઈન્ફોસિસનું માર્કેટ વેલ્યુએશન રૂ. 18,693.62 કરોડ વધીને રૂ. 7,29,618.96 કરોડ રહ્યું હતું. એ જ રીતે, બજાજ ફાઇનાન્સનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 16,082.77 કરોડ વધીને રૂ. 4,26,753.27 કરોડ અને HDFC બેન્કનું માર્કેટકેપ રૂ. 12,744.21 કરોડ વધીને રૂ. 8,38,402.80 કરોડ થયું છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

HDFCનું માર્કેટ કેપ વધ્યું સપ્તાહ દરમિયાન HDFCનું માર્કેટ વેલ્યુએશન રૂ. 5,393.86 કરોડ વધીને રૂ. 5,01,562.84 કરોડ થયું હતું. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનું મૂલ્યાંકન રૂ. 2,409.65 કરોડ વધીને રૂ. 4,22,312.62 કરોડ થયું હતું. હિન્દુસ્તાન યુનિલિવરે સપ્તાહ દરમિયાન રૂ. 1,961.91 કરોડનો નફો નોંધાવ્યો હતો અને તેની માર્કેટ કેપ રૂ. 5,50,532.73 કરોડ સુધી પહોંચી હતી.

ભારતી એરટેલની માર્કેટ કેપમાં ઘટાડો ટ્રેન્ડથી વિપરીત ભારતી એરટેલનું માર્કેટ વેલ્યુએશન રૂ. 10,489.77 કરોડ ઘટીને રૂ. 3,94,519.78 કરોડ થયું હતું. ICICI બેન્કની બજાર સ્થિતિ રૂ. 3,686.55 કરોડ ઘટીને રૂ. 4,97,353.36 કરોડ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની બજાર સ્થિતિ રૂ. 2,537.34 કરોડ ઘટીને રૂ. 15,27,572.17 કરોડ થઈ હતી.

ટોપ 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને છે. તે પછી અનુક્રમે TCS, HDFC બેંક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, HDFC, ICICI બેંક, બજાજ ફાઇનાન્સ, SBI અને ભારતી એરટેલનો નંબર આવે છે.

ગત સપ્તાહના કારોબારની સ્થિતિ અગાઉના સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં કોરોનાના નવા વેરિઅન્ટના માર્કેટમાં ગભરાટ જોવા મળ્યો હતો જેના કારણે બજાર તૂટ્યું હતું. આ કારણોસર ગત સપ્તાહની શરૂઆત ખૂબ જ સાવધાની સાથે થઈ હતી અને સપ્તાહના પ્રથમ બે દિવસ બજાર લગભગ સ્થિર રહ્યું હતું. જે બાદ આગામી બે દિવસ એટલે કે ડિસેમ્બરના પહેલા બે દિવસ સુધી માર્કેટમાં વધારો જોવા મળ્યો અને સેન્સેક્સ 57064ના સ્તરથી વધીને 58461ના સ્તરે પહોંચી ગયો. જો કે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 765 પોઈન્ટના ભારે ઘટાડા સાથે 57696 ના સ્તર પર બંધ થયો હતો.

આ પણ વાંચો :  Share Market : માત્ર એક અઠવાડિયામાં મળ્યું 33 ટકાથી વધુ રિટર્ન, જાણો રોકાણકારોએ ક્યાં કરી કમાણી

આ પણ વાંચો : Share Market : ચાલુ સપ્તાહે આ શેર્સ ઉપર રાખજો નજર, કારોબારમાં ઉચિત સમયે લીધેલો નિર્ણય માલામાલ બનાવી શકે છે

g clip-path="url(#clip0_868_265)">