Share Market : પ્રારંભિક કારોબારમાં ઉતાર -ચઢાવની સ્થિતિ, Sensex 58500 નીચે સરક્યો

બુધવારે આરબીઆઈની નાણાકીય નીતિ બાદ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. સેન્ટ્રલ બેંકે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. સેન્સેક્સ 1016 અંક વધીને 58650 ના સ્તર પર બંધ થયો હતો.

Share Market : પ્રારંભિક કારોબારમાં ઉતાર -ચઢાવની સ્થિતિ, Sensex 58500 નીચે સરક્યો
Stock Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 10:20 AM

ભારતીય શેરબજારે(Share Market) તેજીના સિલસિલાને યથાવત રાખતા કારોબારની તેજી સાથે શરૂઆત કરી હતી. ઓમિક્રોનનું જોખમ ઓછું હોવાના અહેવાલોએ બજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ દર્શાવ્યા પણ તે ટક્યા નહિ અને ઉતાર – ચઢાવ દેખાઈ રહ્યો છે. વૈશ્વિક બજારોએ સારી તેજી બતાવતા આજેના કારોબારમાં સેન્સેક્સ(Sensex) 58,831.4 જયારે નિફટી(Nifty)એ 17,524.40 ઉપર કારોબારની શરૂઆત કરી હતી . ગઈકાલના બંધ સ્તર કરતા સેન્સેક્સ 181 અને નિફટી 34અંક ઉપર ખુલ્યા છે. જોકે મજબૂત શરૂઆત બાદ વેચવાલી પણ દેખાઈ હતી અને ઉતાર – ચઢાવની સ્થિતિ નજરે પડી રહી છે.Sensex 58500 નીચે સરક્યો હતો. 

વૈશ્વિક સંકેત સારા ભારતીય શેરબજાર માટે વૈશ્વિક બજારમાંથી આવતા સંકેતો મજબૂત દેખાઈ રહ્યા છે. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં ખરીદી જોવા મળી રહી છે. બુધવારે અમેરિકાના બજારોમાં સતત ત્રીજા દિવસે ખરીદી જોવા મળી હતી. ઓમિક્રોનની ચિંતામાંથી બહાર આવ્યા બાદ રોકાણકારો ફરી એકવાર અર્થતંત્રમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. બુધવારે ડાઉ જોન્સ 35 અંક વધીને 35,754.75 ના સ્તર પર બંધ થયો હતો. નાસ્ડેકમાં 100 પોઈન્ટની મજબૂતી હતી અને તે 15787 ના સ્તરે બંધ થયો છે. બીજી તરફ, S&P 500 એ લગભગ 14 પોઈન્ટનો વધારો નોંધાવ્યો છે. એશિયન બજારોની વાત કરીએ તો, SGX નિફ્ટી, સ્ટ્રેટ ટાઈમ્સ, હેંગસેંગ, કોસ્પી અને તાઈવાન વેઈટેડ વૃદ્ધિ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. નિક્કી 225માં થોડો ઘટાડો છે. શાંઘાઈ કમ્પોઝિટમાં પણ તેજી છે.

F&O હેઠળ NSE પર પ્રતિબંધ આજે એટલે કે 9 ડિસેમ્બરના ટ્રેડિંગમાં NSE પર F&O હેઠળના આ શેરમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. જે સ્ટોકમાં ટ્રેડિંગ પ્રતિબંધ રહેશે તેનું નામ ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

FII અને DII ડેટા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ બુધવારે બજારમાંથી રૂ. 579.27 કરોડ ઉપાડયા હતા. બીજી તરફ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ આ સમયગાળા દરમિયાન બજારમાં રૂ 1735.50 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું.

બુધવારે બજારમાં તેજી રહી હતી બુધવારે આરબીઆઈની નાણાકીય નીતિ બાદ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. સેન્ટ્રલ બેંકે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. સેન્સેક્સ 1016 અંક વધીને 58650 ના સ્તર પર બંધ થયો હતો. તે જ સમયે નિફ્ટીમાં 293 પોઈન્ટનો વધારો થયો છે અને તે 17470 ના સ્તર પર બંધ થયો હતો . ઓમિક્રોન વેરિઅન્ટમાં ખતરામાં ઘટાડો દેખાતાં વિશ્વભરના બજારોમાં તેજી જોવા મળી છે જેની અસર સ્થાનિક બજાર પર દેખાઈ રહી છે. ટોપ ગેઇનર્સમાં ઇન્ફોસિસ, HCLTECH, TECHM, ICICIBANK, TCS, RELIANCE, BHARTIARTL, BAJFINANCE, LT, INDUSINDBK અને SBIનો સમાવેશ થયો હતો.

આ પણ વાંચો : Petrol Diesel Price Today: તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ – ડીઝલ ની કિંમત શું છે ? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચો : Gold Hallmarking : દેશમાં 5 મહિનામાં 4.29 કરોડ સોનાના દાગીના હોલમાર્ક થયા, સવા લાખ જવેલર્સ રજીસ્ટ્રેશન સાથે શુદ્ધતાથી ખાતરી આપી રહ્યા છે

Latest News Updates

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
g clip-path="url(#clip0_868_265)">