Share Market Opening Bell : ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 78094 પર ખુલ્યો

|

Jun 26, 2024 | 9:15 AM

Share Market Opening Bell : મંગળવારની જોરદાર તેજી બાદ શેરબજારની આજે બુધવારે 26 જૂન 2024 ના રોજ ફ્લેટ શરૂઆત થઇ છે. આજે સેન્સેક્સ 40.50 અંક જયારે નિફટી માત્ર 1.80 અંકની નજીવી વૃદ્ધિ સાથે ખુલ્યા હતા.

Share Market Opening Bell : ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 78094 પર ખુલ્યો

Follow us on

Share Market Opening Bell : મંગળવારની જોરદાર તેજી બાદ શેરબજારની આજે બુધવારે 26 જૂન 2024 ના રોજ ફ્લેટ શરૂઆત થઇ છે. આજે સેન્સેક્સ 40.50 અંક જયારે નિફટી માત્ર 1.80 અંકની નજીવી વૃદ્ધિ સાથે ખુલ્યા હતા.

Stock Market Opening (26 June 2024)

  • SENSEX  : 78,094.02  +40.50 
  • NIFTY      : 23,723.10   +1.80 

વૈશ્વિક બજારોના સંકેતો

વૈશ્વિક બજારોની વાત કરીએ તો મંગળવારે અમેરિકન બજાર મિશ્રિત બંધ રહ્યા હતા. S&P 500 ઇન્ડેક્સ અને Nasdaq 3-દિવસના ઘટાડામાંથી રિકવર થયા અને ગઈકાલે લીલા રંગમાં બંધ થયા હતા. તે જ સમયે, સતત 5 દિવસ સુધી ડાઉ જોન્સના ઉછાળામાં બ્રેક લાગી હતી. નબળા રિટેલ આઉટલૂકને કારણે ડાઉ 299 પોઈન્ટ તૂટ્યો હતો. Nvidiaમાં 6.7%નો ઉછાળો જોવા મળ્યો હતો. નાસ્ડેક ગઈકાલે 1.3% વધ્યો હતો. વોલમાર્ટમાં હોમ ડિપોટના શેરમાં 3.5%નો ઘટાડો જોવા મળ્યો હતો. બોન્ડ યીલ્ડ અને બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ સ્થિર રહ્યા હતા.

એશિયાના બજારોની વાત કરીએ તો આજે સિંગાપોરમાં મે મહિનાના મેન્યુફેક્ચરિંગ આઉટપુટના આંકડા જારી થવા જઈ રહ્યા છે. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ અડધા ટકાના ઉછાળા સાથે કામકાજ કરતો જોવા મળ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 0.16%ના વધારા સાથે કામ કરી રહ્યો છે. હોંગકોંગ માર્કેટમાંથી નબળાઈના સંકેત મળી રહ્યા છે.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

FIIs-DII

મંગળવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રોકડ બજારમાં રૂ. 1,176 કરોડના શેરની ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ગઈકાલે રોકડ બજારમાં રૂ. 149 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

છેલ્લાં સત્રનો કારોબાર

ખાનગી ક્ષેત્રની બેંકોના શાનદાર પ્રદર્શનને કારણે બે દિવસની સુસ્તી બાદ મંગળવારે સ્થાનિક શેરબજારે મોટો ઉછાળો નોંધાવ્યો હતો. મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે તેમની નવી ઓલ-ટાઇમ હાઈ પર પહોંચ્યા હતા. એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંકના શેરમાં મજબૂતાઈને કારણે બજારમાં આ વધારો થયો છે.

મંગળવારના ટ્રેડિંગ સેશન દરમિયાન BSEનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 824 પોઈન્ટ અથવા 0.87% વધીને 78,164.71ની નવી ટોચે પહોંચ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 216 પોઈન્ટ અથવા 0.91%ના ઉછાળા સાથે 23,754.15ની ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો.

Stock Market Closing  (25 June 2024)

  • SENSEX  : 78,053.52 +712.45 
  • NIFTY      : 23,721.30  +183.45 

ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 712 પોઈન્ટના વધારા સાથે 78,053.52 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 83.46 પોઈન્ટ મજબૂત થઈને 23,721.30 ના સ્તર પર બંધ થયો. બેન્કિંગ શેરોમાં ખરીદીને કારણે નિફ્ટી બેન્ક પણ 965 પોઈન્ટ અથવા 2% વધીને 52,669.30ની નવી લાઈફ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો.

ડિસ્ક્લેમર : શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Next Article