Share Market Opening Bell : શેરબજારની લીલા નિશાનમાં શરૂઆત, Sensex 76912 પર ખુલ્યો
Share Market Opening Bell : સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજારના ટ્રેડિંગની શરૂઆત લીલા નિશાનમાં થઇ છે. આજે સેન્સેક્સ 0.13 ટકા અને નિફટી 0.28 ટકા તેજી સાથે ખુલ્યા છે.

Share Market Opening Bell : સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજારના ટ્રેડિંગની શરૂઆત લીલા નિશાનમાં થઇ છે. આજે સેન્સેક્સ 0.13 ટકા અને નિફટી 0.28 ટકા તેજી સાથે ખુલ્યા છે. સેન્સેક્સ ની શરૂઆત 76912 જયારે નિફટીનો પ્રારંભ 23464 પર થયો હતો. શેરબજારમાં સેન્સેક્સનું સર્વોચ્ચ સ્તર 77,145.46 છે જે ગુરુવારે નોંધાયું હતું.
આ અગાઉ ગુરુવારે વીકલી એક્સપાયરીના દિવસે શેરબજાર નવી ઊંચાઈએ બંધ થયું હતું. સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 204.33 પોઈન્ટ અથવા 0.26%ના વધારા સાથે 76,810.90 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 75.96 અંક મુજબ 0.33% પોઈન્ટ વધીને 23,398.90 પર પહોંચ્યો હતો.
Stock Market Opening (14 June 2024)
- SENSEX : 76,912.38 +101.48
- NIFTY : 23,464.95 +66.05
વૈશ્વિક બજારોના સંકેત
અમેરિકન માર્કેટમાં S&P 500 ઈન્ડેક્સ અને Nasdaq સતત ચોથા દિવસે રેકોર્ડ સ્તરે બંધ થયા છે. યુ.એસ.માં ટ્રેઝરી યીલ્ડ એપ્રિલ પછીના સૌથી નીચા સ્તરે સરકી ગઈ છે. ગઈ કાલે ડાઉ જોન્સ 65 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. બીજી તરફ S&P 500 ઇન્ડેક્સ લગભગ ચોથા ટકાના વધારા સાથે અને Nasdaq 60 પોઈન્ટના વધારા સાથે વિક્રમી ઊંચાઈએ બંધ રહ્યો હતો. યુરોપિયન બજારો ઘટાડા સાથે બંધ થયા છે. ઓટો શેરોમાં સૌથી વધુ દબાણ જોવા મળ્યું હતું.
એશિયાના બજારોની વાત કરીએ તો આજે અહીં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનની સેન્ટ્રલ બેંક આજે વ્યાજ દરો અંગે નિર્ણય લેશે. એવો અંદાજ છે કે BoJ વ્યાજ દર 0% – 0.1% પર જાળવી રાખશે પરંતુ કેન્દ્રીય બેંક અહીં સરકારી બોન્ડના હોલ્ડિંગને ઘટાડવા અંગે નિર્ણય લઈ શકે છે. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ લગભગ એક ચતુર્થાંશ ટકાના ઘટાડા સાથે કામ કરી રહ્યો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ સપાટ સ્તર પર છે. હેંગસેંગ વાયદામાં પણ નબળાઈના સંકેત દેખાઈ રહ્યા છે.
FIIs-DII ના આંકડા
વિદેશી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ગુરુવારે રોકડ બજારમાં વેચવાલી કરી હતી. ગઈકાલે FII એ કેશ માર્કેટમાં ₹3,033 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. જ્યારે, તે જ દિવસે DII એ પણ ₹554 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.
ડિસ્ક્લેમર : શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.