Share Market Opening Bell : Sensex 80 હજારને પાર ખુલ્યો, નિફટીની પણ વિક્રમી સપાટીએ શરૂઆત

|

Jul 03, 2024 | 9:17 AM

Share Market Opening Bell : ભારતીય શેરબજારની મજબૂત શરૂઆતના પગલે સેન્સેક્સ 80 હજારને પર ખુલ્યો છે. આ સ્તર સૂચકઆકે પહેલીવાર સ્પર્શ્યો છે. નિફટી પણ 24291 ના સ્તરે ખુલ્યો હતો.

Share Market Opening Bell : Sensex 80 હજારને પાર ખુલ્યો, નિફટીની પણ વિક્રમી સપાટીએ શરૂઆત

Follow us on

Share Market Opening Bell : ભારતીય શેરબજારની મજબૂત શરૂઆતના પગલે સેન્સેક્સ 80 હજારને પર ખુલ્યો છે. આ સ્તર સૂચકઆકે પહેલીવાર સ્પર્શ્યો છે. નિફટી પણ 24291 ના સ્તરે ખુલ્યો હતો. બંને મુખ્ય ઇન્ડેક્સમાં કારોબારની શરૂઆત સમયે 0.7 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી

Stock Market Opening (03 July 2024)

  • SENSEX  : 80,013.77 +572.32 
  • NIFTY      : 24,291.75 +167.90 

ગિફ્ટ નિફ્ટીના સંકેત

ગિફ્ટ નિફ્ટી 24,340ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જે નિફ્ટી ફ્યુચર્સના અગાઉના બંધથી લગભગ 140 પૉઇન્ટનું પ્રીમિયમ હતું. ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી માટે આ એક સારો સંકેત છે.

વૈશ્વિક બજારોમાં કારોબાર

ગઈ કાલે અમેરિકન માર્કેટમાં, S&P 500 ઇન્ડેક્સ પ્રથમ વખત 5,500 ની ઉપર બંધ થયો હતો. મોટાભાગના વિશ્લેષકોએ તેમના લક્ષ્યાંકમાં વધારો કર્યો છે. ડાઉ જોન્સ 162 પોઈન્ટના વધારા સાથે, S&P 500 ઈન્ડેક્સ 34 પોઈન્ટના વધારા સાથે અને Nasdaq 150 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો. ટેસ્લામાં 10%નો વધારો જોવા મળ્યો.

Travel Tips : મુંબઈથી 100 કિલોમીટરની અંદર આવેલા છે આ ફરવા લાયક સ્થળો
દૂધ-કેળા સાથે ખાવાથી થાય છે આ 7 ગજબના ફાયદા, જાણો અહીં
Knowledge : ગુજરાતનું આ શહેર દેશનું સૌથી સસ્તું શહેર
ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવે પત્ની સાથે રોમેન્ટિક તસવીરો કરી શેર
તુલસીના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી શરીરમાં થાય છે આ ચમત્કારિક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 08-07-2024

યુએસ માર્કેટમાં આ વધારો ફેડના ચેરમેન જેરોમ પોવેલના નિવેદન બાદ આવ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે FOMCને ફુગાવાને ઘટાડવામાં થોડી સફળતા મળી છે. પરંતુ, દરો ઘટાડતા પહેલા, કેટલાક વધુ ડેટાને ધ્યાનમાં રાખવા પડશે. 10 વર્ષની યુએસ બોન્ડ યીલ્ડ 4.3 બેસિસ પોઈન્ટ ઘટીને 4.44% થઈ છે.

એશિયાના બજારોની વાત કરીએ તો આજે અહીં તેજીનું વલણ છે. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ તેજીમાં છે. તાઈવાનના માર્કેટમાં પણ વધારો જોવા મળી રહી છે.

FIIs – DII ના આંકડા

વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગઈ કાલે રોકડ બજારમાં વેચવાલી કરી હતી. તે જ સમયે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ગઈકાલે રોકડ બજારમાં ખરીદી કરી હતી. મંગળવારે કેશ માર્કેટમાં FII દ્વારા રૂ. 2,000 કરોડનું વેચાણ જોવા મળ્યું હતું. તે જ સમયે, ડીઆઈઆઈએ ગઈકાલે રૂપિયા 648 કરોડના શેરની ખરીદી કરી હતી.

મંગળવારે સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઊંચાઈને સ્પર્શ્યા બાદ સરક્યો હતો

ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો નવી વિક્રમી ઊંચાઈને સ્પર્શ્યા બાદ મંગળવારે નજીવા નીચા બંધ રહ્યા હતા. સેન્સેક્સ 79855.87 અને નિફ્ટી 24,236.35ની સર્વકાલીન ઉચ્ચ સપાટીને સ્પર્શી ગયો. સેન્સેક્સ 34.74 પોઈન્ટ અથવા 0.04% ના ઘટાડા સાથે 79,441.45 પર બંધ થયો જ્યારે નિફ્ટી 50 18.10 પોઈન્ટ અથવા 0.07% ના ઘટાડા સાથે 24,123.85 પર બંધ થયો હતો.

ડિસ્ક્લેમર : શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Published On - 9:15 am, Wed, 3 July 24

Next Article