Share Market Holiday : સતત ત્રણ દિવસ શેરબજારમાં ટ્રેડિંગ થશે નહીં, સોમવારે બકરી ઈદની રજા રહેશે

|

Jun 15, 2024 | 1:00 PM

Share Market Holiday : ભારતીય શેરબજાર આજથી સતત 3 દિવસ બંધ રહેશે. સપ્તાહના અંતે અને નવા સપ્તાહની શરૂઆતમાં શેરબજાર સતત ત્રણ દિવસ બંધ રહેવાનું છે. જૂનમાં સતત 3 દિવસ એટલે કે શનિવાર 15 જૂન, રવિવાર 16 જૂન અને સોમવાર 17 જૂન સુધી ટેડિન્ગ થશે નહીં.

Share Market Holiday : સતત ત્રણ દિવસ શેરબજારમાં ટ્રેડિંગ થશે નહીં, સોમવારે બકરી ઈદની રજા રહેશે

Follow us on

Share Market Holiday : ભારતીય શેરબજાર આજથી સતત 3 દિવસ બંધ રહેશે. સપ્તાહના અંતે અને નવા સપ્તાહની શરૂઆતમાં શેરબજાર સતત ત્રણ દિવસ બંધ રહેવાનું છે. જૂનમાં સતત 3 દિવસ એટલે કે શનિવાર 15 જૂન, રવિવાર 16 જૂન અને સોમવાર 17 જૂન સુધી ટેડિન્ગ થશે નહીં.

વાસ્તવમાં 17 જૂન2024 ના રોજ સોમવારે બકરી ઈદના કારણે શેરબજાર બંધ રહેવાનું છે. આવી સ્થિતિમાં શેરબજાર 15 થી 17 જૂન સુધી સતત 3 દિવસ બંધ રહેવાનું છે. બકરી ઈદની ટ્રેડિંગ રજાઓ પર ઇક્વિટી સેક્ટર, ઇક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટ અને SLB સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. આ સિવાય જાહેર રજાના દિવસે મૂડી બજાર અને ફ્યુચર્સ અને ઓપ્શન્સ સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. સોમવારે BSE /NSE બંધ રહેશે પરંતુ કોમોડિટી બજાર બીજા સત્રમાં સાંજે 5 વાગ્યે ખોલ્યા બાદ રાતે 11.30 સુધી ખુલ્લું રહેશે.

15 થી 17 જૂન સુધી શેરબજાર બંધ રહેશે

જૂન મહિનામાં શેરબજારો BSE (બોમ્બે સ્ટોક એક્સચેન્જ) અને NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ) શનિવાર અને રવિવાર સિવાય વધુ એક દિવસ બંધ રહેશે. શનિવાર અને રવિવાર ઉપરાંત જૂન મહિનામાં શેરબજારની રજા 17મી જૂને બકરીદ પર્વે રહેશે. 17 જૂન સોમવાર છે જ્યારે શેરબજાર સતત ત્રણ દિવસ એટલે કે 15 થી 17 જૂન સુધી બંધ રહેશે.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

જૂનના બીજા પખવાડિયામાં શેરબજારની રજાઓની યાદી

  • જૂન 15: શનિવાર
  • જૂન 16: રવિવાર
  • જૂન 17  2024- બકરી ઈદ
  • જૂન 22: શનિવાર
  • જૂન 23: રવિવાર
  • જૂન 29: શનિવાર
  • જૂન 30: રવિવાર

છેલ્લા કારોબારમાં શેરબજાર લીલા નિશાન પર બંધ થયું

સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ, નિફ્ટી, મિડ અને સ્મોલકેપ ટ્રેડર્સ લીલા નિશાન પર બંધ થવામાં સફળ રહ્યા હતા. ભારતીય બેન્ચમાર્ક 14 જૂને સકારાત્મક નોંધ પર બંધ થયા છે. નિફ્ટી નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સ 181.87 પોઈન્ટ અથવા 0.24 ટકા વધીને 76,992.77 પર પહોંચ્યો હતો. નિફ્ટી 66.70 પોઈન્ટ અથવા 0.29 ટકા વધીને 23,465.60 પર જોવા મળ્યો હતો.

શુક્રવારે 14 જૂને આશરે 2177 શેર વધ્યા હતા જ્યારે 1598 શેર ઘટ્યા હતા તો 106 શેર હતા જે યથાવત રહ્યા હતા. નિફ્ટી પર સારી તેજી બતાવનાર શેરોમાં આઇશર મોટર્સ, એમએન્ડએમ, અદાણી પોર્ટ્સ, શ્રીરામ ફાઇનાન્સ અને ટાઇટન કંપનીનો સમાવેશ થાય છે. બીજી તરફ  ઘટતા શેરોમાં TCS, ટેક મહિન્દ્રા, HCL ટેક્નોલોજીસ, વિપ્રો અને નેસ્લેનો સમાવેશ થાય છે.

ડિસ્ક્લેમર : શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Published On - 12:56 pm, Sat, 15 June 24

Next Article