AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : ભારતીય શેરબજારમાં રોકાણનો FPI એ સર્જ્યો વિક્રમ, જાણો મે મહિનામાં કેટલા રૂપિયાનું કર્યું રોકાણ?

ભારતીય શેરબજાર(Share Market)ની સ્થિતિમાં સુધારો વિદેશી રોકાણકારોના વલણમાં પણ જોવા મળી રહ્યો છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો(FII) છેલ્લા 14 દિવસથી ભારતીય ઈક્વિટીમાં ચોખ્ખા ખરીદદાર બની રહ્યા છે. છેલ્લા 3 વર્ષ દરમિયાન ભારતીય બજારમાં FPI  દ્વારા આ સૌથી લાંબી સતત ખરીદી છે.

Share Market : ભારતીય શેરબજારમાં રોકાણનો FPI એ સર્જ્યો વિક્રમ, જાણો મે મહિનામાં કેટલા રૂપિયાનું કર્યું રોકાણ?
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 8:45 AM
Share

ભારતીય શેરબજાર(Share Market)ની સ્થિતિમાં સુધારો વિદેશી રોકાણકારોના વલણમાં પણ જોવા મળી રહ્યો છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો(FII) છેલ્લા 14 દિવસથી ભારતીય ઈક્વિટીમાં ચોખ્ખા ખરીદદાર બની રહ્યા છે. છેલ્લા 3 વર્ષ દરમિયાન ભારતીય બજારમાં FPI  દ્વારા આ સૌથી લાંબી સતત ખરીદી છે. બજારના સૌથી મોટા રોકાણકારોમાંના એક નિલેશ શાહે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે છેલ્લા 14 દિવસમાં FPIsએ ભારતીય બજારમાં 2.74 બિલિયન ડોલર અથવા લગભગ રૂ. 22,579 કરોડની ચોખ્ખી ખરીદી કરી છે. આ 14 દિવસ દરમિયાન નિફ્ટી50 લગભગ 3 ટકા વધ્યો છે. આ 14 દિવસોના 10 સેશનમાં,નિફ્ટી 50 વધારા સાથે બંધ થયો છે.

મ્યુચ્યુઅલ ફંડની મદદ

કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટના શાહે જણાવ્યું હતું કે ભારતીય બજારમાં વિદેશી રોકાણકારોને આકર્ષવાનું મુખ્ય કારણ મ્યુચ્યુઅલ ફંડ છે. મ્યુચ્યુઅલ ફંડના કારણે FPIsને લાગે છે કે ભારતીય બજારમાંથી બહાર નીકળવું સરળ છે પરંતુ પ્રવેશવું મુશ્કેલ છે.

આ પણ વાંચો : New Parliament House Opening : ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા સરકાર 75 રૂપિયાનો વિશેષ સિક્કો બહાર પાડશે, જાણો ખાસિયત શું રહેશે

RBI ની ફોર્મ્યુલા કામ કરી રહી  છે

એપ્રિલમાં ભારતીય બજારમાં FPIsના વેચાણમાં બ્રેક લાગી છે અને તેઓ ખરીદીના માર્ગ પર પાછા ફર્યા છે. આ માટે ઘણા પરિબળો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. રિઝર્વ બેંકે ગયા વર્ષના મે મહિનાથી વ્યાજ દરોમાં સતત વધારો અટકાવી દીધો છે. દેશમાં છૂટક મોંઘવારી દરમાં થયેલો ઘટાડો સૂચવે છે કે આગામી સમયમાં પણ વ્યાજ દરો સ્થિર રહેશે. આનાથી FPIને પ્રોત્સાહન મળ્યું છે.

આ પરિબળો પણ સાથ આપી રહ્યા છે

આ સિવાય માર્ચ ક્વાર્ટરના પરિણામની સિઝન પણ સેન્ટિમેન્ટને સુધારવામાં મદદ કરી છે. માર્ચ ક્વાર્ટર માટે કંપનીઓના ત્રિમાસિક પરિણામો બજારની અપેક્ષાઓ સાથે સુસંગત છે અને અત્યાર સુધી કોઈ મોટો આંચકો આવ્યો નથી. યુએસ ફેડરલ રિઝર્વે પણ વ્યાજદરમાં વધારો નહીં કરવાનો સંકેત આપ્યો છે. આ તમામ કારણોને લીધે, FPIs ભારતમાં ખરીદદાર બન્યા છે અને તેના કારણે એપ્રિલ મહિનામાં નિફ્ટી લગભગ 5 ટકા સુધી ઉછળી શક્યો હતો.

આ પણ વાંચો : Krishca Strapping Solutions IPO: આ ઈસ્યુએ લિસ્ટિંગ સાથે રોકાણકારોના નાણાં ડબલ કર્યા, ₹54ની ઈશ્યુ પ્રાઇસ સામે ₹113 પર લિસ્ટ થયો

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">