Krishca Strapping Solutions IPO: આ ઈસ્યુએ લિસ્ટિંગ સાથે રોકાણકારોના નાણાં ડબલ કર્યા, ₹54ની ઈશ્યુ પ્રાઇસ સામે ₹113 પર લિસ્ટ થયો

Krishca Strapping Solutions IPO : શેરબજારમાં કેટલાક IPO એવા આવ્યા છે જે લિસ્ટિંગના દિવસે જ રોકાણકારોના નાણાંમાં અનેકગણો વધારો કરી ચુક્યા છે. આવો જ એક IPO ક્રિષ્કા સ્ટ્રેપિંગ સોલ્યુશનનો પણ આવ્યોછે. આ IPOનું બમ્પર લિસ્ટિંગ શુક્રવારે થયું હતું.

Krishca Strapping Solutions IPO: આ ઈસ્યુએ લિસ્ટિંગ સાથે રોકાણકારોના નાણાં ડબલ કર્યા, ₹54ની ઈશ્યુ પ્રાઇસ સામે  ₹113 પર લિસ્ટ થયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 7:49 AM

Krishca Strapping Solutions IPO : શેરબજારમાં કેટલાક IPO એવા આવ્યા છે જે લિસ્ટિંગના દિવસે જ રોકાણકારોના નાણાંમાં અનેકગણો વધારો કરી ચુક્યા છે. આવો જ એક IPO ક્રિષ્કા સ્ટ્રેપિંગ સોલ્યુશનનો પણ આવ્યોછે. આ IPOનું બમ્પર લિસ્ટિંગ શુક્રવારે થયું હતું. ઉલ્લેખનીય છે  કે આ NSE SME IPOની ઇશ્યૂ પ્રાઇસ 54રૂપિયા હતી તે સામે  આ Krishca Strapping Solutions ના સ્ટોકનું લિસ્ટિંગ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લગભગ 113 રૂપિયા પર થયું હતું. આ ઉપરાંત  ટ્રેડિંગ દરમિયાન શેરની કિંમત 118.80 રૂપિયા પર પહોંચી ગઈ હતી.

ઇસ્યુને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો

ક્રિષ્કા સ્ટ્રેપિંગ સોલ્યુશન્સનો IPO 244.92 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. IPO 16 મે 2023 ના રોજ બિડિંગ માટે ખુલ્યો અને 19 મે, 2023 ના રોજ બંધ થયો હતો. IPOની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 51-54 નક્કી કરવામાં આવી હતી. IPOમાં 33,20,000 સુધીના શેરના નવા ઈશ્યુનો સમાવેશ થાય છે. IPO પછી પ્રમોટર અને પ્રમોટર જૂથનું શેરહોલ્ડિંગ 86.34% થી ઘટીને 62.2% થયું છે.

આ પણ વાંચો : New Parliament House Opening: મીઠાથી લઈને વહાણ સુધી, હવે બનાવી નાખ્યુ દેશનું સંસદ ભવન, 862 કરોડની આ છે ટાટાની સ્ટોરી

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

એન્કર ઇન્વેસ્ટર રિસ્પોન્સ કેવો રહ્યો ?

ક્રિષ્કા સ્ટ્રેપિંગ સોલ્યુશન્સે IPO પહેલા એન્કર રોકાણકારો પાસેથી રૂ. 9.04 લાખ એકત્ર કર્યા હતા. જણાવી દઈએ કે કંપનીની આવક 63.41 કરોડ રૂપિયા અને નફો 7.85 કરોડ રૂપિયા છે. કંપનીમાં 50 કર્મચારીઓ છે. કંપની પાસે ચેન્નાઈ ખાતે 18000 MT સ્ટીલ સ્ટ્રેપ્સની ક્ષમતા સાથેનું ઉત્પાદન એકમ છે.

જાણો કંપની વિશે

ક્રિષ્કા સ્ટ્રેપિંગ સોલ્યુશન્સની સ્થાપના 2017 માં કરવામાં આવી હતી. કંપની સ્ટ્રેપિંગ સ્ટીલ, સ્ટીલ સીલ, સ્ટ્રેપિંગ ટૂલ્સ અને અન્ય પેકેજિંગ સોલ્યુશન્સનું ઉત્પાદન કરે છે. સ્પર્ધાત્મક ભાવે ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટ્રેપિંગ સોલ્યુશન્સ પ્રદાન કરવા સાથે, કંપની સ્ટીલ સીલ પર અનન્ય અને કસ્ટમાઇઝ્ડ કલર પ્રિન્ટીંગ પણ હાથ ધરે છે.ક્રિષ્કા સ્ટ્રેપિંગ સોલ્યુશન્સ લિમિટેડ મેન્યુફેક્ચરિંગ કામગીરી ચેન્નાઈમાં થાય છે. વાર્ષિક 18,000 MT સ્ટીલ સ્ટ્રેપ અને 80 મિલિયન સિલ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. કંપનીમાં 50 કર્મચારીઓની ટીમ છે.

આ પણ વાંચો : New Parliament House Opening : ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા સરકાર 75 રૂપિયાનો વિશેષ સિક્કો બહાર પાડશે, જાણો ખાસિયત શું રહેશે

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">