AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market: ધનતેરસે રોકાણકારોને ધનલાભ, શેરબજારમાં સતત બીજા દિવસે વૃદ્ધિ સાથે શરૂઆત

સોમવારે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. નિફ્ટીએ ફરી એકવાર 17900ની સપાટી વટાવી હતી.સેન્સેક્સ પણ 832 પોઈન્ટની મજબૂતી સાથે બંધ થયો હતો.

Share Market: ધનતેરસે રોકાણકારોને ધનલાભ, શેરબજારમાં સતત બીજા દિવસે વૃદ્ધિ સાથે શરૂઆત
Stock Market
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 9:17 AM
Share

આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજાર(Share Market)માં મજબૂત શરૂઆત દેખાઈ રહી છે. આજે દિવાળીના મહાપર્વમાં ધનતેરસ છે. આજના દિવસે રોકાણ અને ધનલાભનું વિશેષ મહત્વ છે. પર્વ અનુસાર શેરબજાર પણ રોકાણકારોને ધનલાભ કરાવી રહ્યું છે. આજે સેન્સેક્સ ગઈકાલના 60,138.46 ના બંધ સ્તર સામે 60,360.61 અંકની સપાટી ઉપર ખુલ્યો હતો. ઇન્ડેક્સ ૦.3 ટકા વૃદ્ધિ સાથે કારોબારને આગળ ધપાવી રહ્યો છે. નિફટીની વાત કરીએતો નિફટી આજે 17,970.90 ઉપર ખુલ્યો હતો જેનું સોમવારનું બંધ સ્તર 17,929.65 હતું

ગ્લોબલ સંકેત પોઝિટિવ આજે પણ ભારતીય શેરબજાર(Share Market) માટે વૈશ્વિક બજારનું સેન્ટિમેન્ટ મજબૂત જોવા મળી રહ્યું છે. મંગળવારના કારોબારમાં મુખ્ય એશિયન બજારો વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યા છે. નવેમ્બરના પ્રથમ દિવસે અમેરિકી બજારો પણ રેકોર્ડ સ્તરે બંધ થયા છે. સોમવારે ડાઉ જોન્સમાં 94 પોઈન્ટનો વધારો થયો હતો અને આ રેકોર્ડ 35,913.84 ના સ્તર પર બંધ થયો હતો. નાસ્ડેક 98 પોઈન્ટ સુધર્યો હતો જ્યારે S&P 500 ઈન્ડેક્સ પણ 8 પોઈન્ટ મજબૂત થઈને બંધ થયો હતો. એશિયન બજારોની વાત કરીએ તો SGX નિફ્ટી, નિક્કી, કોસ્પી સહિતના મોટાભાગના સૂચકાંકો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સ્ટ્રેટ ટાઈમ્સ અને હેંગ સેંગમાં વધારા સાથે ટ્રેડિંગ ચાલી રહ્યું છે. તાઈવાન વેઈટેડ અને કોસ્પી ભગી મજબૂત થયા છે. શાંઘાઈ કમ્પોઝિટ પણ મજબૂત કારોબાર કરી રહ્યું છે.

F&O હેઠળ NSE પર પ્રતિબંધ NSE પર F&O હેઠળ 2 શેરમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. જેમાં પંજાબ નેશનલ બેંક અને એસ્કોર્ટ્સનો સમાવેશ થાય છે.

FII અને DII ડેટા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ સોમવારના કારોબારમાં બજારમાંથી રૂ 202 કરોડ ઉપાડ્યા હતા. બીજી તરફ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ સોમવારે રૂ. 116 કરોડનું રોકાણ કર્યું હતું.

આજે આ કંપનીઓના પરિણામો જાહેર થશે આજે 2 નવેમ્બરે ઘણી નાની મોટી કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો રજૂ કરશે.આ કંપનીઓમાં Bharti Airtel, Bank of India, HPCL, Sun Pharma, Union Bank of India, Dabur India, Easy Trip Planners, Jindal Steel & Power, Laxmi Organic Industries, Minda Corporation, MTAR Tech, NOCIL, PNB Housing Finance, Radico Khaitan, Stove Kraft અને Trentનો સમાવેશ થાય છે.

સોમવારે બજાર મજબૂત સ્થિતિમાં બંધ થયું હતું સોમવારે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. નિફ્ટીએ ફરી એકવાર 17900ની સપાટી વટાવી હતી.સેન્સેક્સ પણ 832 પોઈન્ટની મજબૂતી સાથે બંધ થયો હતો. બેન્ક, ઓટો ફાઇનાન્શિયલ, એફએમસીજી અને ફાર્મા સૂચકાંકો 1 ટકાથી 1.5 ટકા વધ્યા હતા. નિફ્ટી પર આઇટી ઇન્ડેક્સ 2.5 ટકા અને રિયલ્ટી 4 ટકાથી વધુ ઉછળ્યો હતો. મેટલ ઇન્ડેક્સ પણ 3 ટકાના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. સેન્સેક્સ 832 પોઈન્ટ વધીને 60138ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 258 પોઈન્ટના વધારા સાથે 17930 ના સ્તર પર બંધ થયો હતો. ટોપ ગેનર્સમાં INDUSINDBK, BHARTIARTL, HCLTECH, TATASTEEL, TECHM, DRREDDY, SBI, KOTAKBANK, TCS અને SUNPHARMA નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :  GST collection October 2021 : ફરી એકવાર GST Collection 1.30 લાખ કરોડને પાર પહોંચ્યું, અર્થતંત્રમાં મજબૂત રિકવરીના સંકેત

આ પણ વાંચો : Dhanteras 2021: ધનતેરસે સોનું ખરીદવું લાભદાયક નીવડશે કે નહિ? જાણો સોનાના રોકાણકારો માટે નિષ્ણાંતોની શું છે સલાહ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">