Sensex 46,791ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો, BSEની માર્કેટ કેપ રૂ.185.60 લાખ કરોડને પાર

વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક વધારા સાથે કારોબાર શરૂ કર્યો છે.સેન્સેક્સ અને નિફ્ટીની  સારી સ્થિતિમાં નજરે પડી રહ્યા છે. સેન્સેક્સમાં 109 પોઇન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે જયારે નિફટી પણ 32 અંકની વૃદ્ધિ નોંધાવી ચુક્યોછે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 46,791.85સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 13,720.80 સુધી  મહત્તમ સપાટી દેખાડી છે.ભારતીય શેરબજારના બંને ઇન્ડેક્સ ૦.૨ […]

Sensex 46,791ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો, BSEની માર્કેટ કેપ રૂ.185.60 લાખ કરોડને પાર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 17, 2020 | 10:20 AM
વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક વધારા સાથે કારોબાર શરૂ કર્યો છે.સેન્સેક્સ અને નિફ્ટીની  સારી સ્થિતિમાં નજરે પડી રહ્યા છે. સેન્સેક્સમાં 109 પોઇન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે જયારે નિફટી પણ 32 અંકની વૃદ્ધિ નોંધાવી ચુક્યોછે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 46,791.85સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 13,720.80 સુધી  મહત્તમ સપાટી દેખાડી છે.ભારતીય શેરબજારના બંને ઇન્ડેક્સ ૦.૨ ટકાની વૃદ્ધિ દર્જ કરાવી કારોબાર આગળવધારી રહ્યા છે.

The BSE Midcap Index is trading up 0.47 per cent

મિડકેપ શેરોમાં થોડી ખરીદી છે. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૦.47 ટકા વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યો છે. ઇન્ડેક્સમાં ૮૩ અંકની વૃદ્ધિ સાથે ૧૭૯૭૧ નું સ્તર નોંધાયું છે.  સ્મોલકેપ શેર્સ પણ સારી સ્થિતિ જોવા મળી રહ્યા છે. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ 0.57 ટકાના વૃદ્ધિ સાથે ૧૦૧ અંક ઉપર કારોબાર કરી રહ્યા છે. ઓઇલ-ગેસ શેરોમાં પણ રોકાણકારોનો રસ જોવા મળી રહ્યો છે. બીએસઈ ઓઇલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 0.41 ટકાનો સુધારો નોંધાવી રહ્યો છે.

The market cap of companies listed on the BSE is Rs. 185.60 lakh crore

જાહેર ક્ષેત્રની બેંકો અને રિયલ્ટી ક્ષેત્રમાં વેચવાલી નજરે પડી રહી છે. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ રૂ. 185.60 લાખ કરોડને પાર કરી ગઈ છે.  બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ લગભગ 52 અંક એટલે કે 0.11% ની મજબૂતી સાથે 46,720 પોઇન્ટની આસપાસ કારોબાર કરી રહ્યા છે. બીજી તરફ, એનએસઈનો 50 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી આશરે 22 અંક એટલે કે 0.16 ટકાના વધારા સાથે 13,705 ની આસપાસ કારોબાર કરી રહ્યા છે.
ભારતીય શેરબજારની સ્થિતિ ( સવારે 10 વાગે )
બજાર          સૂચકઆંક            વૃદ્ધિ
સેન્સેક્સ    46,775.60     +109.14 
નિફટી      13,715.00    +32.30 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">