SENSEX 350 NIFTY 100 અંક ઉછળ્યા, વૈશ્વિક બજારોની તેજી સાથે ભારતીય શેરબજાર પણ વૃદ્ધિ સાથે ખુલ્યા

સતત બે દિવસના ઘટાડા પછી શેરબજાર(STOCK MARKET) સારા વધારા સાથે ખુલ્યું છે. સેન્સેક્સ(SENSEX) હાલમાં 350 પોઇન્ટનો પ્રારંભીકે ઉછાળો દેખાયો હતો. નિફટી(NIFTY) પણ ૧૦૦ ઉપર ટ્રેડ કરતું નજરે પડ્યું છે.

SENSEX 350  NIFTY 100 અંક ઉછળ્યા, વૈશ્વિક બજારોની તેજી સાથે ભારતીય શેરબજાર પણ વૃદ્ધિ સાથે ખુલ્યા
કારોબારની સારી શરૂઆતના પગલે SENSEX 50,000 ના સ્તરથી ઉપર ટ્રેડ કરી રહ્યો છે.
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 08, 2021 | 9:54 AM

સતત બે દિવસના ઘટાડા પછી શેરબજાર(STOCK MARKET) સારા વધારા સાથે ખુલ્યું છે. સેન્સેક્સ(SENSEX) હાલમાં 350 પોઇન્ટનો પ્રારંભીકે ઉછાળો દેખાયો હતો. નિફટી(NIFTY) પણ ૧૦૦ ઉપર ટ્રેડ કરતું નજરે પડ્યું છે. શરૂઆતી કારોબારમાં બંને ઇન્ડેક્સ ૦.૭ ટકા ઉપર કારોબાર કરતા નજરે પડ્યા છે.

આજના કારોબારની શરૂઆતી સત્રમાં સેન્સેક્સમાં 48,464.91 સુધી ઉપલું સ્તર દેખાયું હતું જયારે નિફટીમાં 14,258.40 સુધી ઉપલી સપાટી નોંધાઈ હતી . સેન્સેક્સમાં તેજીમાં આઇટી ક્ષેત્રના શેર મોખરે રહ્યા છે. ઈન્ફોસીસ, ટીસીએસ અને ટેક મહિન્દ્રાના શેરમાં રોકાણકારોનો વધુ રસ દેખાયો છે.

બજારમાં આજે સારી ખરીદારીના પગલે ઉછાળો આવ્યો છે. બીએસઈની કુલ માર્કેટ કેપ પણ વધીને 194.77 લાખ કરોડ થઈ ગઈ છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

પ્રારંભિક સત્રમાં તેજીના કારણ આ મુજબ રહ્યા હતા

યુ.એસ., યુરોપ અને એશિયાના બજારો સહિત વિશ્વભરના મુખ્ય શેર બજારોમાં તેજી દેખાઈ છે. વિદેશી રોકાણકારો બજારમાં ભારે રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે. જાન્યુઆરી સુધીમાં, વિદેશી રોકાણકારો (FII) એ કુલ 4017 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે. છેલ્લા બે દિવસથી સતત ઘટાડા બાદ બજારમાં રિકવરી જોવા મળી રહ્યો છે. મુખ્ય શેર વધી રહ્યા છે જે બજારમાં તેજીને ટેકો આપી રહી છે.

પ્રારંભિક સત્રમાં શેરબજારની સ્થિતિ ( સવારે ૯.૩૦ વાગે )

બજાર          સૂચકઆંક        વૃદ્ધિ સેન્સેક્સ    48,447.36     +354.04  નિફટી     14,246.60     +109.25 (0.77%)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">