AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBIએ પાછા ખેચ્યા સગર્ભા મહિલા ઉમેદવારો માટે ભરતીના નિયમો, સરકારી બેંકના આ નિયમની થઈ હતી નિંદા

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને સોશિયલ મીડિયા પર ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પછી એસબીઆઈએ તેની માર્ગદર્શિકા પાછી ખેંચી લીધી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ત્રણ મહિનાથી વધુની સગર્ભા સ્ત્રીઓને નિમણૂક માટે અયોગ્ય ગણવામાં આવશે.

SBIએ પાછા ખેચ્યા સગર્ભા મહિલા ઉમેદવારો માટે ભરતીના નિયમો, સરકારી બેંકના આ નિયમની થઈ હતી નિંદા
State Bank of India (SBI) has faced a lot of criticism on social media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 6:24 PM
Share

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને (State Bank of India) સોશિયલ મીડિયા પર ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પછી એસબીઆઈએ તેની માર્ગદર્શિકા પાછી ખેંચી લીધી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ત્રણ મહિનાથી વધુની સગર્ભા સ્ત્રીઓને નિમણૂક માટે અયોગ્ય ગણવામાં આવશે. અગાઉ એસબીઆઈમાં છ મહિના સુધીની ગર્ભવતી મહિલાઓને એસબીઆઈમાં ભરતી માટે યોગ્ય ગણવામાં આવતી હતી. જોકે, તેમને ડૉક્ટરના સર્ટિફિકેટની જરૂર પડતી હતી. પરંતુ 31 ડિસેમ્બરની તારીખવાળા પ્રમાણપત્રમાં બેંકે જાહેરાત કરી હતી કે ત્રણ મહિનાથી વધુ સમયથી ગર્ભવતી મહિલાઓને સેવા માટે અસ્થાયી રૂપે અનફીટ ગણવામાં આવશે. SBIએ કહ્યું કે આવા અરજદારો બાળકોને જન્મ આપ્યાના ચાર મહિનાની અંદર જોડાઈ શકે છે.

દિલ્હી મહિલા આયોગે જાહેર કરી હતી નોટિસ

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે એસબીઆઈના નવા નિયમને ગેરકાયદેસર અને ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે. પેનલે એસબીઆઈને નોટિસ પાઠવી હતી. માલીવાલે નોટિસમાં કહ્યું હતું કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેંક દ્વારા 31 ડિસેમ્બરના રોજ જાહેર કરાયેલા તાજેતરના પરિપત્રમાં, ત્રણ મહિનાથી વધુ સમયની ગર્ભવતી મહિલાઓને સેવામાં જોડાવાથી અટકાવવામાં આવી હતી. નોટિસમાં એવું કહેવામાં આવ્યું હતું કે તેમની પસંદગી નિર્ધારિત પ્રક્રિયા દ્વારા કરવામાં આવી હોવા છતાં આમ કરવામાં આવ્યું હતું.

દિલ્હી મહિલા આયોગે એસબીઆઈના પરિપત્રને સામાજિક સુરક્ષા સંહિતા, 2020 હેઠળ આપવામાં આવતા માતૃત્વના લાભો વિરુદ્ધ ગણાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યુ કે, આ ઉપરાંત આ લિંગના આધારે ભેદભાવ કરે છે. જે ભારતના બંધારણ હેઠળ આપવામાં આવેલા મૂળભૂત અધિકારની વિરુદ્ધ છે.

અમે તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટેટ બેંક દ્વારા સગર્ભા મહિલા ઉમેદવારો માટે ભરતીના નિયમમાં કરવામાં આવેલા ફેરફારોને મંજૂરીની તારીખ એટલે કે ડિસેમ્બર, 2021થી અસરકારક માનવામાં આવે છે. જ્યારે, પ્રમોશન સંબંધિત નિયમો 1 એપ્રિલ, 2022થી લાગુ થશે.

બીજી તરફ, ઓલ ઈન્ડિયા સ્ટેટ બેંક એમ્પ્લોઈઝ યુનિયનના જનરલ સેક્રેટરી કે. એસ. કૃષ્ણાના જણાવ્યા અનુસાર, યુનિયને એસબીઆઈ મેનેજમેન્ટને પત્ર લખીને માર્ગદર્શિકા પાછી ખેંચવા વિનંતી કરી છે. તેમના મતે, સ્ત્રીને બાળકને જન્મ આપવા પર અને રોજગાર વચ્ચે પસંદગી કરવાની ફરજ પાડી શકાય નહીં. કારણ કે આ તેમના પ્રજનન અધિકારો અને રોજગારના અધિકાર બંનેમાં દખલ કરે છે.

આ પણ વાંચો : Dr V Anantha Nageswaran એ મુખ્ય આર્થિક સલાહકાર તરીકેનો કાર્યભાર સંભાળ્યો, અમદાવાદ સાથે ધરાવે છે આ વિશેષ સંબંધ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">